Last Update : 30-April-2012, Monday

 

આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં
શિક્ષકોની બ્લોક કક્ષાની તાલીમમાં ખાયકીની બૂમ

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે
આણંદ,તા.૨૯
આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બ્લોક કક્ષાની તાલીમોમાં સ્ટેશનરી અને ચ્હા-નાસ્તામાં મોટાપાયે ખાયકી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટુ કટકી કૌભાંડ પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાસભર બને તે માટે દર વર્ષે ૨૦ દિવસની તાલીમ પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવે છે. ચાલુ વર્ષે ગત તા.૨૩મી એપ્રિલથી ૧૦ દિવસ સુધીની બ્લોક કક્ષાની તાલીમનું જિલ્લામાં અલગ-અલગ સ્થળે આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોને આ તાલીમમાં સવારે ૭ઃ૦૦ થી બપોરના ૧૨ઃ૩૦ કલાક સુધી સતત હાજર રહેવાની અપેક્ષા રાખતું તંત્ર શિક્ષકોને આપવામાં આવતી સગવડો પાછળ ઘોર ઉપેક્ષા દાખવી રહ્યું છે. જાણવા મળ્યા મુજબ ૩૦ રૃપિયા લેખે શિક્ષકોને સ્ટેશનરીમાં ૧૦ દિવસના ૩૦૦ રૃપિયાનું સાહિત્ય આપવામાં આવે છે. જેમાં ચોપડા, પેન, પેન્સિલ, સંચો અને રબરનો સમાવેશ થાય છે. આ તાલીમમાં જોડાતા શિક્ષકોને અગાઉ ૧૫ રૃપિયાનો ચ્હા-નાસ્તો જેમાં ૩ સમોસા અને ૫૦ ગ્રામ સેવખમણી આપવામાં આવતી હતી. હાલ નાસ્તા પેટે ૧૫ને બદલે ૩૦ રૃપિયા આપવામાં આવે છે. છતાં ગુણવત્તાસભર નાસ્તો આપવામાં આવતો નથી. કેટલાક બીઆરસીઓ ટેન્ડર મારફતે નાસ્તાની વ્યવસ્થા ગોઠવી શિક્ષકોને ખામીયુક્ત અર્થાત હલ્કી ગુણવત્તાવાળો નાસ્તો પીરસી મસમોટી ખાયકી કરી રહ્યા હોવાની ફરિયાદો ઉગ્ર બની છે.
જાણવા મળ્યા મુજબ બ્લોક કક્ષાની તાલીમોમાં જોડાતા શિક્ષકોને આવવા-જવાના ભાડા-ભથ્થા અગાઉ રોકડ રકમરૃપે ચુકવાતા હતા. જેમાં થતી ખાયકીને રોકવા હાલ તંત્ર દ્વારા આ ભાડા-ભથ્થા શિક્ષકોના બેંક ખાતામાં જમા કરવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ખરેખર તંત્રએ લીધેલું આ પગલું આવકારદાયક છે. પરંતુ બ્લોક કક્ષાની તાલીમોમાં શિક્ષકોને હલ્કી ગુણવત્તાવાળો અપુરતો નાસ્તો આપીને મોટાપાયે ખાયકી કરવામાં આવી રહી છે. તેના માટે કોઈ નક્કર પગલું લેવાયું નથી. એક બીઆરસીએ કહ્યું હતું કે બ્લોક કક્ષાની તાલીમમાં થતો ખર્ચ જિલ્લા કક્ષાએથી એડવાન્સમાં ચુકવાતો નથી. પરિણામે બીઆરસીએ એડવાન્સમાં પોતાના ખર્ચે આ વ્યવસ્થા કરવા સીઆરસીને જણાવવું પડે છે. બ્લોક કક્ષાની તાલીમ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએથી કરેલ ખર્ચો ચુકવાતો હોય છે. જ્યારે અન્ય એક બીઆરસીએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએથી બ્લોક કક્ષાની તાલીમનો ખર્ચ એડવાન્સમાં જ ચુકવી દેવાયો છે. કેટલાક બીઆરસીઓ ખાયકી કરવા પોતાને ત્યાં ૨૦૦ શિક્ષકોના વર્ગો કર્યા હોવાના પણ અહેવાલ સાંપડયા છે. જેમાં આ બીઆરસીઓ હલ્કી ગુણવત્તાવાળો અપુરતો નાસ્તો આપી મોટાપાયે ખાયકી કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટુ કટકી કૌભાંડ પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved