Last Update : 30-April-2012, Monday

 
ખેડા એસટી ડેપોમાં બસોના ધાંધિયાથી મુસાફરો પરેશાન
ડ્રાઇવર- કંડકટરોની મનમાનીથી પાસધારકોને પૈસા ખર્ચ્યા છતાં ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે
નડિયાદ,તા.૨૯
ખેડા એસ.ટી. બસ ડેપોનું તંત્ર કથળ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યો છે.ડ્રાઈવર કંડકટરો મનમાની કરતા હોવાથી એસ.ટી.પાસ કઢાવનારા લાભાર્થીઓને પૈસા ખર્ચીને પણ એસ.ટી.માં મુસાફરીનો લાભ મળતો નહી હોવાની બૂમો છે.
ખેડા શહેર અને આસપાસમાં વિવિધ સરકારી અર્ધસરકારી કચેરીઓ અને ખાનગી કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ગુર્જરનગરીનો ઉંચી કિંમતનો પાસ કઢાવવા છતા એસ.ટી. બસોની અનિયમિતતાના કારણે લાભાર્થીઓને ન છૂટકે અનેક સમયે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તેમની પાસ હોવા છતાં પૈસા ખર્ચવા પડે છે. આ માટે ખેડા શહેરની પ્રાથમિક તથા માધ્યમિક શાળા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ખેડા હેડ પોસ્ટઓફિસ, એલ.આઈ.સી ખેડા કોલેજ તથા હાઈસ્કૂલ ઉપરાંત શહેરની આજુબાજુના ગામોમાં ફરજ બજાવતા શિક્ષકોએ આ બાબતે સંયુક્ત રીતે લેખિતમાં નિયામક એસ.ટી. નડિયાદ ખાતેની વિભાગીય કચેરીમાં ફરિયાદ કરી છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે સાંજે ૫ કલાકે ખેડાથી અમદાવાદ જવા માટેની બસ ડ્રાઈવરો વહેલી હંકારી મુકે છે. ત્યાર પછી બીજી બસ લગભગ એક કલાક બાદ આવતી હોવાથી ખેડામાં લગભગ ૨૫ થી ૩૦ જેટલા કર્મચારીઓને હેરાન થાય છે. કલાક પછી બીજી બસમાં અન્ય મુસાફરોની પણ ભીડ હોય છે. જેથી સાજે ૫ વાગ્યા પછી ગુજર્રનગરીનો પાસ કઢાવનારા લાભાર્થી કર્મચારીઓ માટે ખેડાથી અમદાવાદની એક સ્પેશ્યલ બસ ફાળવવામાં આવે તેવી પણ રજુઆત કરાઈ છે. અગાઉ સાંજે ૫ થી ૫.૩૦ વચ્ચે ૩ થી ૪ બસોના રૃટ હતા.
જે ડ્રાઈવર કંડકટરો દ્વારા અન્ય પેસેન્જરોના લાભમાં બદલાવી નાંખ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જ્યારે સાંજે ૪-૩૦ કલાકથી ૫-૦૦ કલાક દરમ્યાન ખેડા બસ સ્ટેન્ડમાં અન્ય બારીયા, નારેશ્વર, વડોદરા- કડી, બોરસદ, ખંભાત તથા બોરસદ- મહુડી વગેરે જેવી અમદાવાદ જતી બસોનો સમય માત્ર ૧૫ થી૨૦ મિનિટ ફેરફાર કરવામાં આવે તો અનેક કર્મચારીઓને તેનો લાભ મળે તેમ છે. આ ઉપરાંત ખંભાત થી અમદાવાદ જતી બસ પણ ખેડાના બાયપાસ નવા હાઈવે રોડ ઉપર ખોડિયાર ચોકડી થી જતી રહે છે. જેનો લાભ પણ મુસાફર જનતાને મળતો નથી.
બોરસદ મહુડીની બસ જેનો ખેડા સ્ટેન્ડમાં આવવાનો સમય ૫-૧૦ નો છે. તેને દાણી લીમડાનું સ્ટોમેજ આપવા માટે પાંચ વાગ્યા પહેલા જ ખેડા સ્ટેન્ડમાંથી નીકળી જાય છે. આ માટે કંન્ટ્રોલરને વારંવાર રજુઆતો કરી હોવા છતાં ડ્રાઈવર કંડકટરો તેમને ગાંઠતા નથી. અને મનમાની કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved