Last Update : 30-April-2012, Monday

 

આણંદ ટાઉન હોલ રોડ પર રોડ રોમિયોનો વધતો ત્રાસ

ઉનાળામાં સાંજે ફરવા નીકળતા પરિવારો અને યુવતીઓને હેરાનગતિ

આણંદ,તા.૨૯
ઉનાળાની ગરમીને કારણે લોકો દિવસ દરમ્યાન બહાર નીકળતા નથી. સમીસાંજે લોકો મુખ્ય માર્ગો પર ચાલવા માટે નીકળી પડતા હોય છે. રજાઓ પડી જતાં કેટલાક વાલીઓ પોતાના બાળકો સાથે પણ બહાર નીકળતા હોય છે. તો કેટલીક યુવતી તથા મહિલાઓ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે નાસ્તા માટે કે વોકીંગ માટે નીકળતા હોય છે. આણંદ ટાઉનહોલ રોડ ઉપર ખાણી-પીણીની લારીઓ વધુ હોવાથી તથા રસ્તો મોટો હોવાથી લોકો જમવા તથા ચાલવા માટે નીકળતા હોય છે.
આ તકનો લાભ લઈને કેટલાક રોડરોમીયાઓ પણ પોતાના ડેરા-તંબુ બાંધી દેતા હોય છે. પોતાના સર્કલ સાથે બાઈકો લઈને રસ્તાની નજીક જ બાઈકો પાર્ક કરીને ધીંગામસ્તી તથા છેડછાડ કરતા હોય છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.
આ અંગે કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આણંદ નગરમાં ટાઉનહોલથી ભાઈકાકા સ્ટેચ્યુ સુધીનો માર્ગ અમદાવાદના સી.જી.રોડની જેમ બની જવા પામ્યો છે. ઉનાળાની ગરમીને કારણે સમીસાંજથી લોકોની ચહલ-પહલ વધી જતી હોય છે. મોટાભાગે જમ્યા બાદ લોકો ઠંડકના આશયથી અને શરીરની સ્ફૂર્તિ માટે ટહેલવા માટે નીકળતા હોય છે. કેટલાક લોકો સહપરિવાર સાથે નીકળતા હોય છે. આવા સમયે એકલદોકલ પસાર થતી યુવતીને કેટલાક રોડરોમીયાઓ હેરાન કરતા હોય છે. રોડરોમીયાઓ પોતાના ગુ્રપ સાથે ટુવ્હીલર પાર્ક કરીને પોતાનો અડ્ડીંગો જમાવતા હોય છે. કેટલાક તો રસ્તા નજીક જ અડ્ડીંગો જમાવીને ટ્રાફિકને પણ અડચણરૃપ થતા હોય છે. આવા લોકો સારી છોકરી જોઈને ફિલ્મી સ્ટાઈલથી તેની મશ્કરી કરતા હોય છે. કેટલીક યુવતીઓ આંખ આડા કાન કરીને ત્યાંથી પસાર થઈ જતી હોય છે. કેટલાક તો દારૃ પીને લવરી કરતા જોવા મળે છે. એલફેલ બોલીને યુવતીઓને તથા કેટલીક મહિલાઓને હેરાન કરવામાં આવતી હોય છે. બે-ત્રણ છોકરીઓનું ગુ્રપ ચાલતા-ચાલતા આગળ જતુ હોય ત્યારે કેટલાક રોમીયાઓ તેમનો પીછો કરીને હેરાન કરતા હોય છે. તો કેટલાક ધુમ સ્ટાઈલથી પોતનું ટુવ્હીલર ચલાવીને યુવતીઓની આગળ-પાછળ આંટાફેરા મારતા હોય છે. બદનામી તથા ઝઘડો ન થાય તે માટે યુવતીઓ કે મહિલાઓ માથાકૂટમાં પડતા નથી. જેને કારણે આવા રોડરોમીયાને ખુલ્લો દોર મળી જતો હોય છે. સમીસાંજથી મોડી રાત સુધી આ માર્ગ ઉનાળાના સમયમાં ચહલ-પહલવાળો રહેતો હોવાથી પોલીસ દ્વારા આ માર્ગ પર યોગ્ય પેટ્રોલીંગ કરીને આવા તત્વોને ઝબ્બે કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ જાગૃતોમાં ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved