Last Update : 30-April-2012, Monday

 
ડભોઈ તાલુકામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા
વિધવાના બે સંતાનોને ઉઠાવી જતા સાસરીયાઓને લોકોએ રોકયા

પતિના મૃત્યુ બાદ યુવતીના પુનઃ લગ્ન કરાવવા સાસરિયાઓ દ્વારા દબાણ લાવવા સંતાનોને ઉઠાવી જવા પ્રયાસ

ડભોઈ,તા.૨૯
વિધવા ભાભીનો બારોબાર રૃપિયામાં સોદો કરીને લગ્ન કરવાની વેતરણ કરતાં સાસરીયાઓ દ્વારા વિધવા પૂત્રવધુની બે દિકરીઓનું અપહરણ કરીને ભાગતી બે ગાડીઓને ગ્રામજનો દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયા બાદ પોલીસ મથકે લાવતાં પોલીસે બે માસુમ બાળાઓને ઉપાડી જનાર સામે માત્ર અટકાયતી પગલાં લીધા હતા.
જાણવા મળેલી વિગતો મુજબ તાલુકાનાં ભીમપૂરા પાનપરનાં રણછોડભાઈ વસાવાની પૂત્રી જ્યોત્સનાનાં લગ્ન સાત વર્ષ પહેલાં વાઘોડિયા તાલુકાનાં અમરતપૂરા ખાતે મહેશભાઈ સાથે કરવામાં આવ્યા હતા. દરમ્યાન તેણીએ બે પુત્રીને જન્મ આપ્યો હતો. દરમિયાન અચાનક પતિ મહેશ માંદગીને કારણે મૃત્યુ પામતાં સુધી સંસારમાં સાસુ - વહુ અને પુત્રીઓ એકલા પડી ગયા હતા.
વિધવા પુત્રવધુની નણંદ રાજકોટ જીલ્લાનાં કાગદઈ ગામે પટેલના ઘરમાં પરણાવી હતી. જેથી નણંદ વિધવા ભાભી અને બે પુત્રીઓને દાગદોઈ ખાતે લઈ જઈ ભાભીને પરણાવવાની વાત શરૃ કરી હતી. પરંતુ જ્યોત્સનાએ પુનઃ લગ્નની ના પાડી દેતાં તેની સાથે બળજબરી કરવા માંડી પરંતુ જ્યોત્સનાએ તપાસ કરતાં સાસુ અને નણંદ દ્વારા પૈસાનાં સોદા દ્વારા બારોબાર વેચવાનો પ્લાન બનાવ્યો છે તેવું ધ્યાન પર આવતાં જ્યોત્સનાને તક મળતાં પોતાની બે દિકરીઓને લઈને પિયરમાં પોતાનાં ભાઈને ત્યાં આવી ગઈ હતી.
આજે સવારે ભાઈ બહેન સીમમાં લાકડાં વીણવાં ગયા હતા. ત્યારે ઘરના દરવાજાની પાસે બે ગાડીઓ આવી તેમાંથી ૧૪ થી ૧૫ વ્યક્તિઓ બે મહિલા સાથી આવી પહોંચી હતી અને બન્ને માસુમ બાળાઓને ઘરમાંથી ઉપાડી તવેરા ગાડીમાં બેસાડીને ગાડી લઈ ભાગ્યા હતા. આ દ્રશ્ય ગ્રામજનોએ જોતાં ગ્રામજનો પૂરપાટ ઝડપે દોડતી બન્ને ગાડીઓનો મોટરસાયકલ વડે પીછો કર્યાને ગામના રહેવાસીઓ દ્વારા આ છોકરીના માતા અને મામાને જાણ કરીને બોલાવી લીધા હતા અને પીછો કરતાં ગ્રામજનો દ્વારા આગળ મોબાઈલ ફોનથી જાણ કરવામાં આવતાં ગાડીઓ રોકતા ગ્રામજનો ઉપર ગાડી નાંખી પૂરપાટ દોડાવતા એક ટ્રક આડી મુકી દેતાં તવેરા ગાડી ઝડપાઈ ગઈ હતી. સેંકડોની સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ ડ્રાઈવર અને અંદર બેઠેલા લોકોને સારો એવો મેથીપાક આપી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા.
પોતાની વિધવા પૂત્રવધુને પુનઃ લગ્ન કરે તે માટે તેની જ બે માસુમ પુત્રીને ઉઠાવી જઈને બ્લેકમેલીંગ કરવાના ઈરાદો રાખતી ટોળકી ઝડપાઈ ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved