Last Update : 30-April-2012, Monday

 

જિ.પંચાયતના આરોગ્ય વિભાગમાં
પુરૃષ-નસબંધી કૌભાંડની વિજીલન્સ તપાસ થાય તો કંઇકના પગ તળે રેલો

બોગસ યાદી બનાવી સરકારને ઉંધા ચશ્મા પહેરાવી એવોર્ડ અને લાખોની રકમ ઘરભેગી કરી દીધી

ભાવનગર, રવિવાર
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પુરૃષ નસબંધી કૌભાંડમાં ખોટી યાદી રજૂ કરી અધિકારીએ રાજ્ય સરકારને ઉલ્લું બનાવી ખોટી રીતે એવોર્ડ મેળવ્યાનું જાહેર થયા પછી અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દે ભારે ઉહાપોહ પછી પણ કોઇ પગલા લેવામાં ન આવતા સમગ્ર પ્રકરણને ભીનું સંકેલવા સામે લોકોમાં નારાજગી જન્મી હતી. મુખ્યમંત્રીની બાજ નજર છતાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ યેનકેન પ્રકારે લાખોની રકમ ઘરભેગી કરી દીધી હોવાનું જિલ્લા પંચાયતમાં ચર્ચાય છે.
ભાવનગર જિલ્લા પંચાયતનાં આરોગ્ય અધિકારીની જવાબદારી તળે ૭ બ્લોક કચેરી અને ઓફિસરો કાર્યરત છે. સરકારની અનેકવિધ પ્રકારની યોજનાઓની સહાય આ વિભાગને પણ લાગુ પડે છે. જે પૈકી નસબંધી કરાવનારાઓને કેસ લાવનારાઓને, નર્સને તેમજ ડોક્ટરને નિયત કરેલ રકમ ચુકવવામાં આવે છે.
ભાવનગર જિલ્લાનું આરોગ્ય વિભાગ લાંબા સમયથી ચર્ચામાં રહ્યું છે અને શાસક પક્ષના સભ્યો વારંવાર નસબંધીના કિસ્સાઓમાં બોગસ યાદી હોવા અંગેનાં આક્ષેપો કરતા આવ્યા છે. અગાઉ પણ આવી નસબંધીની સ્પર્ધામાં ઉતરેલા એક ડોક્ટરના ડ્રાઇવરે ભાવનગર શહેરમાંથી બંધાણીઓને ગોતી દારૃની કોથળીઓ પાઇ ઓપરેશન કરાવી નાખ્યાના કિસ્સાઓ છાપામાં ચમક્યા છે. જેને પ્રથમ નંબરનું ઇનામ પણ જિલ્લા પંચાયતનાં સ્વભંડોળમાંથી આપવામાં આવેલ છે. પરંતુ આ કામગીરી ચર્ચાના ચકડોળે ચડતા સ્વભંડોળમાંથી ઇનામ આપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. હાલમાં પણ કંઇક આવુ કાચુ જ કપાયું છે.
ભાવનગરની બાજુનું બુધેલ આરોગ્ય કેન્દ્ર, વરતેજ આરોગ્ય કેન્દ્ર, સિહોર આરોગ્ય કેન્દ્ર, ઉસરડ આરોગ્ય કેન્દ્ર, સણોસરા આરોગ્ય કેન્દ્ર કે છેક ઢસા સુધીનું આરોગ્ય કેન્દ્ર હોય કે પાલિતાણા બ્લોકમાં આવતા આરોગ્ય કેન્દ્ર હોય ગમે ત્યાંથી યાદી કઢાવો, પુરૃ, નસબંધીના જે કેસ દર્શાવવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગનાં ભાવનગરના લાભાર્થી છે. શું ભાવનગરના લાભાર્થી સરકારી યોજનાનો લાભ લેવા ઢસા કે સણોસરા નસબંધી કરાવવા લાંબા થયા હશે ? કે આટલી મોટી સંખ્યામાં ભઆવનગરથી અપડાઉન કરતાં કર્મચારીએ આડોશી-પાડોશીનાં નામો નોંધી એમના નામના ફોર્મ ભરી નસબંધીના કેસોની યાદીમાં ચડાવી સરકારની મળતી સહાય સૌના ભાગે પરસેવો પાડયા વિના મળે અને નંબર-૧ બની શકાય, ઇનામ પણ મેળવી શકાય. આવા પુરસ્કારનાં લોભે કે પછી ટૂંકા રસ્તે વધુ કમાઇ લેવાનાં લોભથી આવા કારસ્તાનો કર્યા હશે. આવું જિલ્લા પંચાયતના શાસક પક્ષનાં સભ્યો સામાન્ય સભામાં હોબાળો મચાવી કહી રહ્યા હતા.
પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અને સૌ ચૂપ થઇ ગયા. શું આ ભ્રષ્ટાચારના નાણા એમનું મોઢુ બંધ કરવામાં પણ સફળ થયા હશે ? આ તમામ બાબતનો નિચોડ ડોક્યુમેન્ટરી આધાર પુરાવા રજૂ કરી જરૃર પડયે લાભાર્થઈનાં મેડીકલ રીપોર્ટ કરાવી દૂધ અને પાણી જુદા પાડવાનું બીડુ આખરે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિએ ઝડપ્યું છે. આગામી દિવસોમાં વિજીલન્સ સમક્ષ તમામ બ્લોકની વિગતો રજૂ કરી તાપસ તજવીજ હાથ ધરવામાં આવશે અને નં.૧ બનાવી હોડથી હરખાતા ભ્રષ્ટાચારી અધિકારીઓને પગ નીચે રેલો આવશે અને ત્યારે જ સાચી ખબર પડશે ઉપરથી નં.૧ કે છેલ્લેથી નં.૧, આગામી દિવસોમાં રેકર્ડ આધારિત તપાસ-તજવીજ ચોંકાવનારી હકીકતો બહાર લાવશે અને જિલ્લા પંચાયતનાં આરોગ્ય અધિકારી કે એમનાં ઉપરી અધિકારી દ્વારા અનેક ફરિયાદોને પડદો પાડી ભીનુ સંકેલવામાં સફળ થયેલાઓ આખરે મદદગાર પુરવાર થશે તેમ સમિતિના કાત્રોડિયાએ જણાવ્યું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved