Last Update : 30-April-2012, Monday

 
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી
એમબીએની ૧૦૦ કોલેજોમાં તા.૧લીથી સરપ્રાઇઝ ચેકિંગ

જીસેટની પરીક્ષા બાદ પ્રવેશ કાર્યવાહી થાય તે પહેલા કોલેજોની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવાની કવાયત

અમદાવાદ,રવિવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી દિવસોમાં એમબીએ-એમસીએ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (જીસેટ) લેવામાં આવશે. આ પરીક્ષા પહેલા કોલેજની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે તમામ એમબીએ કોલેજોની તપાસ હાથ ધરવાનું નક્કી કરાયું છે.આગામી તા.૧લીથી ૧૪મી સુધીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવાનું નક્કી કરાયું છે.કઇ કોલેજમાં કયારે ચેકિંગ થશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કે જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ૧૪મી સુધીમાં મોટાભાગની કોલેજોની તપાસ પુરી કરી દેવામાં આવશે. આ ચેકિંગમાં ક્ષતિઓ ધરાવતી કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાં રાખવી કે નહી તેની વિચારણા હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધો.૧૨ સાયન્સના પરિણામ બાદ ડિગ્રી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી થાય તે પહેલા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે લેવાનારી જીસેટની પરીક્ષા પહેલા રાજયની ૧૦૦ ઉપરાંત એમબીએ કોલેજોની તપાસ હાથ ધરવાનું નક્કી કરાયું છે. આ માટે દરેક કોલેજને પરિપત્ર પણ મોકલવામાં આવ્યો છે. જો કે,તા. ૧લી મેથી શરૃ થનારી તપાસ તા.૧૪મી સુધી ચાલશે. પરંતુ કઇ કોલેજમાં કયારે તપાસ માટે સમિતિ જશે તે અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી.
આ તપાસમાં ઇજનેરીની જેમ માળખાકીય સુવિદ્યાઓ ઉપરાંત લેબોરેટરી, પુરતી સંખ્યામાં અધ્યાપકો છે કે નહી વગેરેની તપાસ કરવામાં આવશે. તપાસ માટે જતાં અધિકારીઓને તમામ વિગતોનું એક ફોર્મ ભરવાની સૂચના પણ આપવામાં આવી છે. સૂત્રો કહે છે આગામી દિવસોમાં જીસેટની પરીક્ષા બાદ એમબીએમાં પ્રવેશ માટે કાર્યવાહી શરૃ થાય તે પહેલા કઇ કોલેજમાં કેટલી વ્યવસ્થા છે તેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે. સૂત્રો કહે છે આ કોલેજોની વિગતો વેબસાઇટ પર પણ મુકવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ કઇ કોલેજમાં પ્રવેશ લેવો યોગ્ય છે તેની જાણકારી મેળવી શકશે. અપુરતી વ્યવસ્થા ધરાવતી કોલેજો સામે પગલાં લેવાનું પણ નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved