Last Update : 30-April-2012, Monday

 
પોલીસની નિષ્ક્રિયતાથી નિર્દોષ પ્રજાને રંજાડતા લબરમૂછિયા
સેટેલાઈટમાં તોફાની 'બાઈકર્સ'નો આતંક ઃ સાત કારના કાચ તોડયા

હિંમતલાલ પાર્કમાં પથ્થર ફેંકીને ચાર અને સ્ટારબજાર પાસે લાકડાના ધોકાથી ૩ કારના કાચ તોડી બે બાઈકસવાર ફરાર

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં રાતના સમયે પણ લોકો મુક્તપણે હરીફરી શકે છે તેવો દાવો કરતી પોલીસને તોફાની બાઈકર્સ પડકાર ફેંકી રહ્યાં છે. છેલ્લા દોઢ-બે મહીનાથી મધરાતે અલગ અલગ વિસ્તારમાં કારના કાચ તોડી જતી ગેંગે શનિવારે રાતે સેટેલાઈટ વિસ્તારમાં સાત કારના કાચ તોડયા હતા. હીમતલાલ પાર્કમાં ઘર પાસે પાર્ક કરેલી ૪ કારના કાચ પથ્થર ફેંકીને અને સ્ટારબજાર સામે લાકડાના ધોકા મારી ૩ કારના કાચ તોડવામાં આવ્યા હતા. પોલીસની ગૂનાહીત બેદરકારીથી લબરમૂછીયા નિર્દોષ પ્રજાજનોને રંજાડતા હોય તેવો તાલ સર્જાયો છે.
સેટેલાઈટમાં જોધપુર ચાર રસ્તા પાસે સ્ટાર બજાર સામેની ગલીમાં વ્રજવિહાર વિભાગ-૨ પાસે મધરાતે ૩ વાગ્યા પછી ત્રણ કારના કાચ તોડાયા હતા. બેન્કમાં મેનેજર પ્રકાશભાઈ ખત્રીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાતે ૩ વાગ્યે ચોકીદાર રમેશભાઈએ બાઈક ઉપર આવેલા બે શખ્સોને લાકડાના ધોકાથી કારના કાચ તોડતા જોયા હતા. પ્રકાશભાઈની એસેન્ટ કાર તેમના એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પડી હતી તેના આગળ-પાછળના કાચ અને પતરાં ઉપર લાકડા ધોકા ફટકારી નૂકસાન કરવામાં આવ્યું છે.
વ્રજવિહાર-૨ એપાર્ટમેન્ટથી થોડે આગળ ઘનશ્યામભાઈ ખિમજીભાઈ ચોક્સી અને રામકીશનભાઈ હિરાભાઈ મિરાણીની હોન્ડા સિટી કારના કાચ પણ તોડીને બાઈકસવાર તોફાનીઓ પલાયન થઈ ગયા હતા. રાતના સમયે સાવ શાંત ગલીમાં પાર્ક કરેલી કારના કાચ તોડનાર શખ્સો વિકૃત માનસિકતાવાળા હોવાનું પોલીસ માને છે.
આ જ ગેંગે રાતે ૩થી ૫ વચ્ચે હિમતલાલ પાર્ક વિસ્તારમાં ચાર કારના કાચ તોડયા હતા. શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા ભૂતપુર્વ પોલીસ અધિકારી આર.એમ. પટેલની ફેબીયા કારના કાચ સિમેન્ટના પથ્થર જેવા ટૂકડા મારીને તોડાયા હતા. થોડે આગળ પાર્ક કરાયેલી એક હોન્ડા સિટી, એક ફેબીયા અને એક સ્વીફ્ટ કારના કાચ પણ આ જ પ્રકારે તોડાયા હતા. આર.એમ. પટેલ રાતે બે વાગ્યા સુધી જાગતા હતા તે દરમ્યાન બનાવ બન્યો નથી. આથી, રાતે ૩થી પાંચ વાગ્યા વચ્ચે તોફાનીઓ કાચ તોડી ગયાની શંકા સેવાય છે.
સેટેલાઈટના બે વિસ્તારમાં એક જ રાતમાં સાત કારના કાચ તોડાતાં પોલીસમાં દોડધામ મચી છે. પાર્ક કરેલી કારના કાચ તોડી નિર્દોષ પ્રજાજનોને રંજાડતી તોફાની બાઈકર્સ ગેંગ બેકાબૂ બની છે તેની સામે પોલીસ નિષ્ક્રીય જણાય છે. એ ડિવિઝનના એ.સી.પી. પી.સી. જોષીએ કહ્યું કે- વિકૃત માનસિકતા ધરાવતા તોફાની તત્વોનું આ કૃત્ય જણાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગનું અને તોફાનીઓને પકડી પાડવા આયોજન કરવામાં આવ્યું છે.

 

પોલીસે પીછો કર્યો પણ બાઈકસવાર નાસ્યા
કારના કાચ તોડતી ગેંગમાં કોલેજિયન લબરમુછિયા!
માલેતુજાર પરિવારના બાઈકર્સ ઉપર 'વોચ' 'મજા કે શરત' માટે નિર્દોષ પ્રજાને નુકસાન
અમદાવાદ, રવિવાર
ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ તોડવામાં ભલા શું મજા આવતી હશે? આ સવાલ વચ્ચે પોલીસ એવી શંકા સેવે છે કે- કારના કાચ તોડતી ગેંગમાં કોલેજીયન લબરમુછીયા છે. શનિવારે રાતે સાત કારના કાચ તૂટયા તે અરસામાં જ પેટ્રોલીંગમાં રહેલી પોલીસને જોઈ બે બાઈકસવાર ભાગ્યા હતા.
અમદાવાદમાં શિયાળાની ઠંડીમાં કે ઉનાળાના વેકેશન દરમ્યાન મધરાતે પાર્ક કરેલી કારના કાચ તોડવાનો સિલસિલો શરૃ થાય છે. વિતેલા બે વર્ષ દરમ્યાન ૧૦૦થી વધુ કારના કાચ તોડી ચૂકેલા તોફાની તત્વો ૧૩૨ ફૂટ રીંગ રોડના ઓવરબ્રિજો આસપાસની બિલ્ડીંગોના કાચ પણ ફોડી ચૂક્યાં છે. પણ, રાતના સમયે પોલીસ પણ આરામ ફરમાવતી હોવાથી આવા તત્વોને મોકળું મેદાન મળી જાય છે.
વેકેશન દરમ્યાન રાતના સમયે ફરવા નીકળતાં છેલબટાઉ યુવકો મજા કે શરત ખાતર કારના કાચ તોડી કોઈને નુકસાન પહોંચાડતા હોવાની પોલીસને આશંકા છે. વિતેલા બેથી અઢી મહીના દરમ્યાન વસ્ત્રાપુરમાં માનસી ટાવર, જજીસ બંગલા પછી નવરંગપુરામાં કારના કાચ તોડી ચૂકેલા 'ધૂમ' બાઈકર્સ હવે સેટેલાઈટ વિસ્તારમાં પહોંચ્યા છે.
રાતભર રખડતા તોફાની અને વિકૃત માનસિકતાવાળા કોલેજીયન લબરમૂછીયાઓનું પરાક્રમ હોવાનું પોલીસ માને છે. પોલીસ સૂત્રો કહે છે કે- ૧૭થી ૨૧ વર્ષની વયના બેથી ત્રણ બાઈકર્સ ગુ્રપ ઉપર શંકા છે. પરંતુ, તેમને સીધા જ પકડવાનું મુશ્કેલ હોવાથી તેમની પ્રવૃત્તિ ઉપર 'વોચ' ગોઠવવામાં આવી છે. માલેતુજાર પરિવારના તરૃણો અને યુવકો પાસે પાવરફૂલ બાઈક્સ હોવાથી પકડવાનું આસાન નથી. અત્યાર સુધીમાં પોલીસ એકપણ તોફાની બાઈકરને પકડી શકી નથી. બે મહીના પહેલાં એક સંજય પટેલ નામના કારમાલિકે તેમની કારનો કાચ તૂટતાં સતર્કતા દાખવી એક લબરમુછીયાને પકડયો હતો. બાદમાં, વસ્ત્રાપુર પોલીસે છ યુવકોની ધરપકડ કરી હતી. ફરી વખત આવા જ તોફાની યુવકો સક્રિય બન્યાંની શંકા વચ્ચે પોલીસે તપાસ શરૃ કરી છે. બીજી તરફ, લોકો આ ત્રાસમાંથી વહેલા મુક્તિ મળે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved