Last Update : 30-April-2012, Monday

 

બાળકીનું અપહરણ કરનારાને એક બાળકે જોતાં ફરાર

- જુહાપુરાનાં રિક્ષાચાલકનો બદઇરાદો પાર ન પડ્યો

 

- બાળકીના હાથ-પગ, મોં બાંધ્યા

અમદાવાદ, રવિવાર
બાળકો લાપતા બનવાના મુદ્દે હોબાળો મચ્યો હતો ત્યારે અપહરણની આશંકાથી નિર્દોષ વ્યક્તિઓને માર મારનાર જુહાપુરાના રહીશોની શાંત જાગૃતતાથી આઠ વર્ષની બાળકીનો અપહરણ બાદ બે કલાકમાં જ છૂટકારો થયો હતો. એક રિક્ષાચાલક બદઈરાદો પાર પાડવા મદ્રેસા પાસેથી બાળકીને ઉઠાવી ગયો હતો. પોતાના ઘરે લોકોને ખબર પડી જશે તે ડરથી બાળકીને દૂધના કેનમાં પૂરી બીજા ફલેટમાં લઈ ગયો. બાળકીને ફલેટના ધાબે લઈ જતો હતો ત્યાં એક બાળક જોઈ જતાં રિક્ષાચાલક બાળકીને લઈ ભાગ્યો હતો. પોતે પકડાઈ જશે તેવા ડરથી બાળકીને થોડે દૂર ઉતારી રિક્ષાચાલક નાસ્યો હતો. પોલીસે ગુલામ મુસ્તફા શેખ નામના રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
વેજલપુરના અપનાનગરમાં રહેતા એક પરિવારની આઠ વર્ષની બાળકી શનિવારે સવારે તેના ભાઈ સાથે નજીકમાં આવેલા મદ્રેસામાં ભણવા ગઈ હતી. મદ્રેસા છૂટતાં નાનો ભાઈ ઘરે પહોંચ્યો હતો. પણ, આઠ વર્ષની પુત્રી ઘરે ન આવતાં શોધખોળ શરૃ થઈ હતી. બીજી તરફ, રિસેસમાં બાળકી નીચે ઉતરી ત્યારે રિક્ષાચાલક ગુલામ મુસ્તુફા મિજાતુલ્લા શેખ (ઉ.વ. ૨૫) બાળકીને બૂક અપાવવાની લાલચ આપી સંકલિતનગરમાં પોતાના ઘરે લઈ ગયો હતો. બદકામના ઈરાદે ગુલામે બાળકીના હાથ-પગ દોરીથી અને બૂમો ન પાડે એટલા માટે મોં કપડાંથી બાંધી દીધું હતું. પોતાના જ ઘરમાં કંઈક થશે તો પકડાઈ જશે તેવા ડરથી ગુલામે બાળકીને દૂધના પ્લાસ્ટીકના કેનમાં મુકી ઉપર કપડાંના ટૂકડા મુકી દીધા હતા.
પ્લાસ્ટીકનું કેન રિક્ષામાં મુકી ગુલામ બાળકીને ફારૃકે આઝમ સ્કૂલ પાસેના એક નવા બનેલા ફલેટમાં લઈ ગયો હતો. બાળકીને ચોથા માળના ધાબા ઉપર લઈ જતો હતો.
બીજા માળે પહોંચ્યો ત્યાં એક બાળક ગુલામ અને બાળકીને જોઈ ગયો હતો. બાળકે શંકા જતાં 'અંકલ, કહાં જા રહે હો?' તેવો સવાલ કર્યો હતો. એવામાં સામેથી આવેલા બીજા એક જાગૃત નાગરિકે પણ સવાલ કરતાં ગુલામ બાળકીને લઈ ભાગ્યો હતો. પોતે પકડાઈ જશે તેવા ડરથી રિક્ષા ભગાવી હતી. બાળકીને જુહાપુરા ચાર રસ્તા પાસે ઉતારી ગુલામ નાસી ગયો હતો. રડી રહેલી બાળકીને કોઈ વ્યક્તિએ ઘરે પહોંચાડી હતી.
બાળકીએ ઘરે જઈ પોતાના અપહરણની વાત કરતાં વેજલપુર પોલીસને જાણ કરાઈ હતી. તપાસનિશ, વેજલપુરના પી.આઈ. જે.બી. રાણાએ કહ્યું કે- અપરિણીત ગુલામના પરિવારજનો શાદીમાં ગયા હતા. બદકામના ઈરાદે ગુલામે બાળકીનું અપહરણ કરી હાથ-પગ અને મોં બાંધી દીધા હતા. પરંતુ, પકડાઈ જવાના ડરથી બાળકીને લઈ આમથી તેમ ફરતા રહેતા ગુલામનો બદકામનો ઈરાદો લોકોની સતર્કતાથી પાર પડયો નહોતો. લોકજાગૃતિથી બાળકીનો આબાદ બચાવ થયો છે. આરોપી રિક્ષાચાલક ગુલામ મુસ્તુફા મિજાતુલ્લા શેખની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved