Last Update : 30-April-2012, Monday

 
અમદાવાદમાં BAPS દ્વારા ૪૫૧ કુંડી વિશ્વશાંતિ મહાયજ્ઞા યોજાયો
૫૦ હજારથી વધુ હરિભક્તો ઉમટયા ઃ ૪૫૦૦ દંપતી યજ્ઞામાં બેઠા ઃ ૩૧ લાખથી વધુ વૈદિક આહૂતિ અપાઇ
મહા યજ્ઞામાં સામેલ થવા સવારે ૪ વાગ્યાથી લોકો ઉમટી પડયા ઃ ૫૦ બટુકોને યજ્ઞાોપવિત સંસ્કાર અપાયા
અમદાવાદ, રવિવાર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે મંદિરને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોઇ સુવર્ણ જયંતી મહોત્સવ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે ઉજવાઇ રહ્યો છેે. જે અંતર્ગત રવિવારે સવારે ૪૫૧ કુંડીય વિશ્વશાંતિ મહાયજ્ઞા ભક્તિપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ૫૦ હજાર જેટલા હરિભક્તો ઉમટી પડયા હતા. જ્યારે ૩૧ લાખ કરતાં પણ વધુ વૈદિક આહુતિ અર્પણ કરાઇ હતી. રવિવારે વહેલી સવારે વિશ્વશાંતિ મહાયજ્ઞા યોજાયો હતો અને ગગનમંડળ વૈદિકમંત્રોચ્ચારથી ગુંજી ઉઠયું હતું. સાથે જ લાલજી મહારાજની પ્રતિમા ઉપર વિશિષ્ટ અભિષેક કરાયો હતો. જ્યારે ૫૦ બટુકોએ યજ્ઞાોપવીત ધારણ કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજથી ૧૯૦ વર્ષ પૂર્વે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે મહાયજ્ઞા કર્યો હતો. આજથી ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ભૂમિ પર કંઈકવાર વિશ્રામ લીધો હતો તે પ્રાસાદિક ભૂમિને સંપાદિત કરીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક અને મહાન સંત બ્રહ્મસ્વરૃપ શાસ્ત્રીજી મહારાજે સને ૧૯૪૮માં આશીર્વાદ આપ્યા હતા કે આ સ્થળે ભવ્ય મંદિર થશે અને અહીંથી લાખો લોકોને આધ્યાત્મિક પ્રેરણા મળશે.
શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો સાકાર થયા સને ૧૯૬૨માં. અહીં કલાત્મક મંદિર રચીને તેઓના અનુગામી બ્રહ્મસ્વરૃપ યોગીજી મહારાજે, તા. ૧૦-૫-૧૯૬૨ વૈશાખ સુદ ૭ના રોજ ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રીહરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ વગેરે સ્વરૃપોની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
ભારતીય તિથિ અનુસાર વૈશાખ સુદ ૭ના પવિત્ર દિને આ મંદિરને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ તેનો ૫૦મો પાટોત્સવ ઉજવાયો હતો. વહેલી સવારે ૫.૪૫ વાગે માંગલિક મુહૂર્તમાં મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓ પર સંસ્થાના વરિષ્ઠ સંતવર્યોના હસ્તે અભિષેકવિધિ કરાઈ હતી. આ અભિષેકવિધિ હજારો વર્ષ પ્રાચીન ભારતીય આગમ શાસ્ત્ર પારમેશ્વર સંહિતા અનુસાર થયો હતો. અત્રે નોંધનીય છે કે આ પ્રકારનો શાસ્ત્રીય વિધિ ૫૦ વર્ષમાં સર્વપ્રથમ વખત થયો હતો. 'પર-સ્નપન' તરીકે ઓળખાતી આ વિધિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે વિવિધ પ્રકારનાં દ્રવ્યો દ્વારા ભગવાનની મૂર્તિઓ પર અભિષેક થાય છે
આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાનાં સારંગપુર, ગઢડા, બોચાસણ, ભાદરા, અટલાદરા, દિલ્હી, ભૂજ, ગોંડલ, લીંબડી વગેરે અનેક મંદિરોના કોઠારી સ્વામી અને સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા કેનેડા, દુબઈ વગેરેથી એનઆરઆઈ હરિભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને ડૉક્ટર સ્વામીએ ૫૦ વર્ષ પૂર્વેની સ્મૃતિઓ વર્ણવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ત્રણે સંતો ૫૦ વર્ષ પૂર્વે જ્યારે મંદિર સ્થપાયું ત્યારે પણ ઉપસ્થિત હતા અને આજે પણ ઉપસ્થિત છે. જ્યારે સારંગપુર ખાતે સ્થિત બીએપીએસના વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આર્શિવચનમાં જણાવ્યું હતું કે, યજ્ઞા એ આપણી પ્રાચીન ઋષિ પરંપરા છે. યજ્ઞા દ્વારા આપણે ભગવાનને ભૌતિક સહિતની વસ્તુઓ સમર્પણ કરવાની ભાવના કેળવવાની છે. ઋષિમુનિઓ દ્વારા જે યજ્ઞાના મંત્રો સૂચવાયા છે તે એવા શક્તિશાળી છે કે, તેને સાંભળવા માત્રથી કલ્યાણ થાય છે. તેના અર્થ સમજાય કે ન સમજાય પણ સાંભળનારના મનમાં શાંતિ મળે છે અને આત્માનું કલ્યાણ થાય છે. આ વિશ્વ શાંતિ મહાયજ્ઞામાં ઉપસ્થિત સહુંનું આરોગ્ય સુખમય રહે અને તેમના સંકલ્પો પૂર્ણ થાય તેવી ભગવાનના ચરર્ણોમાં પ્રાર્થના છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved