Last Update : 30-April-2012, Monday

 
કતારગામમાં રિવોલ્વર સાથે બિલ્ડર, વિદ્યાર્થી- શિક્ષક સહિત પાંચ પકડાયા

બિલ્ડર સમીર બલરની પૂછપરછમાં જમીન દલાલ, વિદ્યાર્થી, શિક્ષિક અને પાલિકાના બેલદારના નામ ખુલતા તમામની ધરપકડઃ રિમાન્ડ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
કતારગામ રાશિ સર્કલ નજીકથી ગતરાતના કતારગામ પોલીસે એક બિલ્ડરને રિવોલ્વર અને ચાર જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયો હતો. રિવોલ્વર ક્યાંથી આવી તેની તપાસમાં રેલો જમીન દલાલ, વિદ્યાર્થી અને બેલદાર સહિત ચાર જણા સુધી પહોંચ્યો હતો. પોલીસે આજે પાંચેયને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગતરાત્રિના બાતમીના આધારે સમીર હિંમત બલર (૩૦) નામના બિલ્ડરને ચકાસતાં તેની પાસેથી રિવોલ્વર અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે આ રિવોલ્વર જિજ્ઞોશ ઉર્ફે જિગો નરેન્દ્ર પટેલ (૨૨) નામના જમીન-દલાલ મિત્રે રાખવા માટે આપી હોવાનું જણાવ્યું હતું. જિજ્ઞોશને તપાસ માટે બોલાવતાં આ રિવોલ્વર ગજેરા સ્કૂલમાં ભણતા ધો.૧૨ના વિદ્યાર્થી કુશ ભૂપેન્દ્ર પટેલ (૧૯) પાસેથી રૃ।. ૨૩,૦૦૦માં ખરીદી હોવાનું નિવેદન આપ્યું હતું.
રિવોલ્વર ખરીદી તો હતી. પણ, પિતાના ડરને કારણે ઘરમાં રાખી શકે એમ ન હોવાથી બિલ્ડર મિત્ર સમીરને આપી હતી, જ્યારે પોલીસે રિવોલ્વર વેચનાર કુશ પટેલની પૂછપરછ કરતાં તેણે મિત્ર અને સ્કેટીંગ ટીચર તરીકે કામ કરતાં તેણે મિત્ર અને સ્કેટીંગ ટીચર તરીકે કામ કરતાં વિરલ ઉર્ફે બિટ્ટુ વિનોદ સોલંકી (૨૬)એ રિવોલ્વર વેચવા માટે આપી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે વિરલ ઉર્ફે બિટ્ટુ સોલંકીને તપાસ માટે બોલાવતાં, તેણે કતાગામ ઝોનમાં બેલદાર તરીકે ફરજ બજાવતા સુરેશ પરસોત્તમ સોલંકી (૨૭) પાસેથી રિવોલ્વર મળી હોવાની કબૂલાત કરી હતી. સુરેશની પૂછપરછમાં તે સંતોષકારક ખુલાસો કરી શક્યો નહોતો.

આમ, એક બિલ્ડર સમીર બલર પાસેથી રિવોલ્વર અને જીવતા કારતૂસ મળી આવવાના પ્રકરણમાં તપાસ વિદ્યાર્થી, જમીન-દલાલ, સ્કેટીંગ ટીચર અને બેલદાર સુધી પહોંચી છે. બેલદાર સુરેશ પાસે આ રિવોલ્વર ક્યાંથી આવી તેની તપાસ માટે કતારગામ પોલીસે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ પો.સ.ઇ. એન.વી. વસાવા કરી રહ્યા છે.

 

વરાછાના જમીન દલાલની ચોરાયેલી રિવોલ્વર હજી મળી નથી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
બિલ્ડર પાસેથી મળી આવેલી રિવોલ્વર વરાછામાંથી એક માસ પૂર્વે જમીનદલાલની ચોરાયેલી રિવોલ્વર છે કે કેમ ? તેની તપાસ પણ પોલીસ કરશે. જો કે, વરાછાના જમીન દલાલની મોટરસાયકલની ડીકીમાંથી ચોરાયેલી એક રિવોલ્વર જર્મન બનાવટની હતી. જો કે, એ વિોલ્વર હજુ સુધી મળી આવી નથી.
કતારગામ પોલીસના પો.સ.ઇ. એન.વી. વસાવા આર્મ્સ એક્ટ પ્રમાણે ગુનો નોંધી તે આ કેસની તપાસ કરી રહ્યા છે. વરાછામાંથી ચોરાયેલી જમીન દલાલની રિવોલ્વર સાથે આને કોઇ સંબંધ છે કે કેમ ? તે ફરિયાદી આવીને હથિયાર ઓળખી બતાવે તો જ જાણી શકાશે. પણ, હથિયારની તપાસ બીજા પોલીસ સ્ટેશનના ગુનાના આધારે આગળ વધી શકે છે, એવા સંકેત પોલીસ સૂત્રોએ આપ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved