Last Update : 30-April-2012, Monday

 

સારી કામગીરીનો શિરપાવ કે 'અહમ્'નો ટકરાવ?
સેટેલાઈટમાં ગુનાખોરી ઘટાડનાર PI ભરવાડની રાતોરાત બદલી

કમિશનરના મિત્રનો ફોન ચોરાતા બદલીની ચર્ચા પોસ્ટ ન હોવા છતાં હેડકવાર્ટરમાં મૂકી દીધા

અમદાવાદ
ગુજરાત સરકાર પોલીસ પ્રજાલક્ષી કામગીરી કરે તેવું ઈચ્છતી હોય છે. આથી જ, મિલ્કતવિરોધી મહત્તમ ગુનાખોરી થાય છે તેવા પશ્ચિમના વિસ્તારોમાં પી.આઈ.ને સારી કામગીરી જોઈ મુકવામાં આવ્યાં છે. પશ્ચિમના 'પોશ' વિસ્તારના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગૂનાખોરી ઘટી છે તે માટે જેમની કામગીરી નોંધપાત્ર ગણાતી રહી છે તેવા પી.આઈ. જે.એમ. ભરવાડની રાતોરાત બદલીથી ચર્ચા જાગી છે.
શુક્રવારે રાતે ૧૧ વાગ્યાના અરસામાં સેટેલાઈટના પી.આઈ. જે.એમ. ભરવાડની બદલી કરી રાતોરાત ચાર્જ આનંદનગરના પી.આઈ.ને અપાયો છે. એક સમયે ગૂનેગારો માટે સ્વર્ગ ગણાતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગૂનાખોરી ઘટાડવાના ટાર્ગેટ સાથે મુકાયેલા જે.એમ. ભરવાડની બદલી કયા કારણોસર થઈ? તેની ચર્ચા આજે દિવસભર પોલીસ તંત્રમાં થતી હતી.
પોલીસ સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આંબાવાડી વિસ્તારમાં રહેતા એક પ્રોફેસરના ખૂલ્લા ઘરમાંથી સવારે ૮થી ૧૦ વચ્ચે મોબાઈલ ફોન ગત તા. ૧૪ના રોજ ચોરાયો હતો. સેટેલાઈટ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી નહોતી. શુક્રવાર તા. ૨૭ના બપોરે સેટેલાઈટ પોલીસે વિધીવત્ ફરિયાદ નોંધી તે રાતે જ પી.આઈ. ભરવાડની બદલી કરવામાં આવી છે. પોલીસમાં ચર્ચા છે કે, પ્રોફેસરે એક ઘરઘાટી તરફ શંકા વ્યક્ત કરી હતી તે અને અન્ય દિશામાં તપાસ ચાલી રહી હતી. જો કે, ફરિયાદ નોંધ્યા વગર ચાલતી તપાસ અંગે અસંતોષ હોવાની ફરિયાદ પ્રોફેસર તેમના મિત્ર એવા પોલીસ કમિશનરને કરી હતી. આ વાતથી નારાજ પોલીસ કમિશનર તરફથી આદેશ થતાં સેટેલાઈટ પોલીસે શુક્રવારે બપોરે પ્રોફેસરના ઘરે જઈ ફરિયાદ નોંધી હતી.
પી.આઈ. ભરવાડની બદલી થયા બાદ રાતે ફરિયાદીએ પણ વધુ પડતું કડક પગલું ભરાયાનો અને પોતે હાથો બન્યાની લાગણી વ્યક્ત કર્યાની ચર્ચા પોલીસસૂત્રો કરી રહ્યાં છે. બીજી તરફ, ઉચ્ચ સ્તરે ચર્ચા છે કે- જે.એમ. ભરવાડની બદલી શાહીબાગ પોલીસ હેડકવાર્ટરમાં કરાઈ છે. હેડકવાર્ટરમાં અનાર્મ્ડ પી.આઈ.ની પોસ્ટ જ ન હોવા છતાં બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ અધિકારીઓમાં બદલીની પધ્ધતિ પાછળ 'પેટમાં દુઃખે ને કુટે છે માથું' જેવો તાલ સર્જાયાની ચર્ચા છે. બદલી પાછળના સત્ય તથ્યો જાણવા પોલીસ કમિશનર એસ.કે. સાઈકીયાનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ ફોન નો-રિપ્લાય આવ્યા હતા. સેટેલાઈટ, વસ્ત્રાપુર અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટરો અને સ્ટાફની સંકલિત કામગીરીના પગલે પ્રજાજનોમાં સલામતીના અહેસાસમાં વધારો થયો છે ત્યારે આ બદલી વિવાદ વકરાવે કે પોલીસ તંત્રમાં આંતરિક અસંતોષ સર્જે તેવા એંધાણ મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved