Last Update : 30-April-2012, Monday

 

૯મીએ સરકારી કર્મચારીઓ પાટનગરમાં ધરણાં યોજશે

લાંબા સમયના પડતર પ્રશ્નો અંગે સરકાર ઉપર દબાણ લાવવા ચોટિલા બેઠકમાં નક્કી થયું

(ુપ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર
ગુજરાત સરકારના કર્મચારીઓ- અધિકારીઓ તેમના પડતર પ્રશ્નોના અનુસંધાને તા. ૯મી મેના રોજ પાટનગરમાં પથિકાશ્રમ ખાતે એક દિવસના પ્રતીક ધરણાં યોજી આંદોલનની શરુઆત કરશે. શનિવારે જુદા જુદા કર્મચારી યુનિયનોની ચોટીલા ખાતે યોજાયેલી બેઠકમાં લાંબા સમયથી પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલન ઉપર ઉતરવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, પંચાયત મહાસંઘ, પ્રાથમિક શિક્ષક- મહાસંઘ, ઓફિસર્સ ફેડરેશન, ચોથા વર્ગ કર્મચારી મહામંડળ, બોર્ડ- નિગમ કર્મચારી મહામંડળ, જીઇબી એન્જિનિયર્સ એસોસીએશન- ઉત્કર્ષ મંડળ, શ્રમિક મંડળ વગેરે યુનિયનોના પ્રતિનિધિઓ- હોદ્દેદારોએ સંયુક્ત બેઠકમાં વર્તમાન સરકારની નીતિઓ ઉપર પસ્તાળ પાડી સરકાર ઉપર દબાણ લાવી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકારને ફરજ પાડવાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા, જેમાં જણાવાયું હતું કે, હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં ફિક્સ પગારદારોનું શોષણ બંધ કરી તેમને નિમણૂકની અસરથી કાયમી કરવામાં આવતા નથી, રાજ્યમાં છઠ્ઠા પગાર પંચનો અમલ ૨૦૦૬થી થયો છે છતાં હજી સુધી બીજા રાજ્યોમાં કેન્દ્રીય ધોરણે જે રીતે વાહન ભથ્થું, ચાર્જ એલાઉન્સ, ટીએ-ડીએ ભથ્થું, ગુજરાત સરકરા દ્વારા અપાતું નથી.
પેન્શનરોને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અપાતું નથી અને ઉચ્ચતર પગારધોરણમાં ૧૦- ૨૦- ૩૦ વર્ષની નીતિને બદલે બે જ સ્લેબ રખાયા છે. આ બધા પડતર પ્રશ્નો અંગે પ્રથમ તબક્કે ૯મીએ ધરણાં યોજી બાદમાં આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેમ વિષ્ણુ પટેલે જાહેર કર્યું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved