Last Update : 30-April-2012, Monday

 

આજે સાંજે ૫.૪૧ સુધી રવિપુષ્ય નક્ષત્ર
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં

ઋતુ પરિવર્તનની ઘટનાઓ જોવા મળશે ઃ ચોથી જૂન પછી સારા વરસાદનાં યોગ

ત્રણ માસ સુધી જીવનસાથી સાથે સંઘર્ષમાં ન ઉતરતા કુદરતી દુર્ઘટનાઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે

અમદાવાદ
તા.૨૯મી એપ્રિલના રોજ રવિવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ થઇ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે સાંજે ૫.૪૧ સુધી આ રવિ-પુષ્ય યોગ રહે છે. આ યોગમાં સોના-ચાંદીની વસ્તુની ખરીદી થઇ શકે છે. જ્યારે વર્ષ-૨૦૧૨માં મે માસ ખૂબ જ કુદરતી દુર્ઘટના અને મોટી ઉથલ-પાથલવાળો બની રહેશે. કેમકે આ મહિનામાં જ મુખ્ય ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને એક જ રાશિમાં ત્રણથી પાંચ ગ્રહો એકથી વધુ વખત ભેગા થાય છે.તેમાં પણ જો દામ્પત્યજીવનમાં સુખ જોઇતું હોય તો આગામી ત્રણ માસ સુધી પતિ કે પત્નીએ પોતાના જીવનસાથી સાથે વિવાદ કે સંઘર્ષમાં ન ઉતરવું. જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે મે માસમાં ગ્રહોની ચાલ જોતા આ માસમાં કુદરતી દુર્ઘટનાઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની ઘટના બનશે. જ્યારે ઋતુ પરિવર્તનની ઘટનાઓ પણ બનશે. આ સમયગાળામાં ભૌતિક જીવન જીવતા જાતકોએ સંભાળવાનો સમય છે. તા.૨૦-૨૧ મે પાંચ ગ્રહો એક રાશિમાં રહે છે. જેમાં વૃષભ રાશિમાં સૂર્ય-ચંદ્ર-ગુરુ-શુક્ર-કેતુ છે. જ્યારે તા.૨૨મી મેથી તા.૪ જૂન સુધી વૃષભ રાશિમાં જ સૂર્ય-ગુરુ-શુક્ર-કેતુ અને બુધ એ પાંચ ગ્રહો સાથે છે. આ પહેલા ચાર ગ્રહો તા.૧૭થી ૨૦મી મે સુધી એક રાશિમાં રહે છે. જ્યારે તા.૫મી મેથી મેષ રાશિમાં સૂર્ય-ગુરુ-બુધ એક રાશિમાં રહેશે. તેમણે જણાવ્યું કે તેમાં પણ શુક્ર-કેતુ સાથે રહેતા તા.૩૧મી જુલાઇ સુધીના સમયગાળા સુધી ભૌતિક જીવનમાં જીવનસાથી સાથે સંઘર્ષ-વિવાદ ટાળવો કેમકે તેની અનિષ્ટ અસરથી અણધાર્યુ પરિણામ આવી શકે છે. સાથે જ જે જાતકોની કુંડળીમાં ગ્રહણ યોગ થતો હોય તેમણે લેખિત કામકાજ કે દસ્તાવેજની કાર્યવાહીમાં ખાસ સંભાળવું પડે તેવી સ્થિતિ છે. કેમકે આ યોગ થતાં નામાંકિત વ્યક્તિઓને પણ બદનામી મળી શકે છે. સાથે જ અનાર્ય પ્રજાનાં દેશોમાં ખૂબ જ અશાંતિ જોવા મળે. લોકો રસ્તા ઉપર ઉતરી જાય, લોહિયાળ દુર્ઘટનાઓ બની શકે છે. વિમાની-રેલવે-જળની દુર્ઘટનાઓ પણ જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. તેમાં પણ તા.૧૩મી મે સુધીનો ગાળો ખૂબ જ શાંતિ-ભક્તિમય બની રહેશે. જ્યારે વરસાદ તા.૪ જૂન બાદ સારો રહે. પરંતુ ક્યાંક અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિની યોગ રહે. આ મે માસમાં શક્ય હોય તો લોકોએ પોત-પોતાના ઇષ્ટદેવની ઉપાસના કરવી.

 

મે માસમાં થનારા ગ્રહોના રાશિ પરિવર્તન
તા.૫મી મેના રોજ બુધનો મેષ રાશિમાં પ્રવેશ
તા.૧૪મી મેએ સૂર્યનો
વૃષભ રાશિમાં પ્રવેશ
તા.૧૬મી મેના રોજ શનિ કન્યા રાશિમાં વક્રી બનશે
તા.૧૭મી મેએ ગુરુનો
વૃષભ રાશિમાં પ્રવેશ

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved