Last Update : 30-April-2012, Monday

 

આઈ.પી.ઓ સ્કેમમાં
૧૯ પેઢીઓ સેબીનાં સ્કેનર હેઠળઃ ગેર ઉપયોગ થયેલ ફંડસનું પ્રમાણ જાણમાં નથીઃ પ્રધાન

 

નવી દિલ્હી, તા. ૨૮
૨૦૧૧માં આવેલ ઇનીશીયલ પબ્લિક ઓફર્સ (આઈ.પી.ઓ.)માં કથિત અનિયમિતતાઓ અંગેની તપાસ સેબીએ વધુ વિસ્તૃત બનાવી હોવાનું જાણવા મળ્યું છે. ગત ડિસેમ્બરમાં તેણે સાત કંપનીઓ વિરુદ્ધ ઓર્ડર પાસ ર્ક્યાંહતા. તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં નાણાં ખાતાનાં રાજ્ય પ્રધાન નમો નારાયણ મીનાએ જણાવ્યું હતું કે સેબીએ આ તપાસને વિસ્તારી વધુ ૧૯ કંપનીઓને તપાસ હેઠળ લાવી છે. આ કંપનીઓએ પણ ઇનીશીયલ પબ્લિક ઓફર્સ હાથ ધરી હતી. ગયા વર્ષે આઈપીઓ લાવેલ કંપનીઓમાંથી કેટલીકે ભાવ ખોટી રીતે વધાર્યા-ઘટાડયા હોય અને ભંડોળનો ગેરઉપયોગ કર્યો હોય તે અંગેની તપાસનો દાયરો સેબીએ વધુ વિસ્તૃત કર્યો છે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં મીનાએ લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે વધુ ૧૯ કંપનીઓને આ તપાસમાં આવરી લેવાઈ છે.
સરકારે જોકે સ્વીકાર્યું હતું કે કંપનીઓ દ્વારા ગેરઉપયોગ થયેલ ભંડોળનું પ્રમાણ હજુ નિશ્ચિત કરી શકાયું નથી. તે જ રીતે તપાસ ક્યારે પૂરી થશે તેનું નિશ્ચીત સમયપત્રક પણ અપાયું નથી.
સેબીની તપાસ ચાર બાબતો પર કેન્દ્રીત થવાની વકી છે. સૌપ્રથમ તો ઓફર ડોક્યુમેન્ટસમાં કરાયેલ ડિસકલોઝરની પર્યાપ્તિ, પૂર્ણતા અને એક્યોરસી તેમજ મર્ચન્ટ બેન્કર્સ દ્વારા પૂરતું ડયુ ડીલીજન્સ હાથ ધરાયું હતું કે નહીં તેની તપાસ થશે. બીજું ભંડોળોનો ગેર ઉપયોગ કે ડાયવર્ઝન અંગેની તપાસ પણ કરવામાં આવશે. ત્રીજું લીસ્ટીંગનાં દિવસે અને ત્યાર પછીના સમયગાળામાં આવી કંપનીના શેરોનો બીડીંગ/ ટ્રેડીંગ પેટર્નમાં નિયમોના સંભવિત ઉલ્લંઘન અંગે પણ તપાસ કરાશે. સાથે સાથે જ અન્ય પરિણામકારી અને સંબંધીત બાબતોની પણ તપાસ હાથ ધરાશે.
પૂર્વે સેબીએ પી.જી. ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિ., બુ્રક્સ લેબોરેટરીઝ લિ., આરડીબી રસાયણસ લિ., તકશીલ સોલ્યુશન્સ લિ. તિજારીયા પોલિપાઈપ્સ લિ., વનલાઈફ કેપીટલ એડવર્ટાઈઝર્સ લિ. અને ભરતીયા ગ્લોબલ ઇન્ફોમિડિયા લિ.ના આઈપીઓની બાબતમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ કંપનીઓ સામે વચગાળાનાં એક્સપાર્ટી ઓર્ડર્સમાં તા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૧નાં રોજ નિયામક સેબીએ વિવિધ પગલાં લીધા હતાં. જેમાં અન્ય બાબતો ઉપરાંત કંપની તથા તેના સંચાલકોને મૂડી બજારમાં કામકાજ કરવા પર વધુ હૂકમ ન કરાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યાનો સમાવેશ થતો હતો.

આ કંપનીઓ હવે સેબીની તપાસમાં દાયરામાં

રેડીમેડ સ્ટીલ

પ્રકાશ કન્સ્ટ્રોવેલ

તિમ્બોર હોમ

એક્રોપેટલ ટેકનોલોજીસ

ઇન્વેન્ચર ગ્રોથ એન્ડ સિક્યોરિટીઝ

શીપ કેબલ ટેકનોલોજીસ

પેરમાઉન્ટ પ્રીન્ટ પેકેજીંગ

સર્વલક્ષ્મી પેપર

એસઆરએસ લિમિટેડ

સુદાર ગાર્મેન્ટસ

બિરલા પેસીફીક મેડસ્પા

વીએમએસ ઇન્ડસ્ટ્રીઝ

ઇન્ડો-થાઈ સિક્યોરિટીઝ

સિંઘવી ફોર્જીંગ એન્ડ એન્જીનીયરિંગ

વાસવાની ઇન્ડસ્ટ્રીઝ

મિડવેલી એન્ટરટેઈનમેન્ટ

ફાઈનોટેક્ષ કેમિકલ્સ

રિશી ડેકોર

અંજનેય લાઈફકેર

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved