Last Update : 30-April-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૪-૨૦૧૨ સોમવાર
વૈશાખ સુદ નોમ - જાનકી જયંતી
પારસી ફસલી જરથોસ્તનો દીસો
પારસી કદમી પાંચમો ગાહમ્બર મઈદયારેમ

 

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૭ મિ. (સૂ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૫ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલી બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આશ્વ્લેષા સાંજના ૫ ક. ૫૭ મિ. સુધી પછી મઘા. આજે સાંજના ૫ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.) રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સાંજના ૫ ક. ૫૭ મિ. સુધી કર્ક પછી સંિહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ. વૈ.૧૦. માસ-તિથિ-વાર ઃ વૈશાખ સુદ નોમને સોમવાર.
જાનકી જયંતી, હરિ જયંતી.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૬ રોજ મહેર
ફસલી ગણત્રી પ્રમાણે જરથોસ્તનો દીસો.
કદમી પાંચમો ગાહમ્બર મઈદયારેમ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું જરૂરી રહેશે. સાંજ પછી હળવાશ, રાહત અનુભવાય. પરંતુ શ્રમ, થાક રહે.

 

વૃષભ ઃ આપના મકાન, વાહન, મીલ્કતના પ્રશ્નમાં, નોકરી ધંધાના કામકાજમાં, સરકારી ખાતાકીય કામગીરીમાં તકલીફ ચંિતા અનુભવો.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં યશ, સફળતા મળે. દૈનિક કામમાં, છુટક પરચુરણ ધંધામાં આકસ્મિક ધંધો, આવક થાય.

 

કર્ક ઃ આપના માનસિક પરિતાપ-ચંિતામાં ઘટાડો થાય. નોકરી-ધંધાના કામમાં, આયોજનમાં, અન્ય કામમાં સાનુકૂળતા રહે.

 

સંિહઃ સરકારી, રાજકીય, ખાતાકીય નાણાંકીય, અન્ય જવાબદારીમાં તકલીફ પડે, રૂકાવટ રહે, વિલંબ થાય. આંખમાં દર્દપીડાથી સંભાળવું.

 

કન્યા ઃ આપના સગા સંબંધી-મિત્રવર્ગથી ઘર પરિવારના તેમજ મીલ્કતના, નોકરી ધંધાના કામમાં, સરકારી કામમાં, ચંિતા-ખર્ચ જણાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય. રૂકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે.

 

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો મળી રહે, આવક થાય. જુના સંબંધો તાજા થાય.

 

ધન ઃ આપના નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ભાઈભાંડુના કામ અંગે, પરદેશના કામ અંગે ચર્ચાવિચારણા થાય.

 

મકર ઃ આપની શારીરિક-માનસિક અસ્વસ્થતામાં આપને કંઈ ગમે નહીં. નકારાત્મક વિચારોમાં અટવાયા કરો.

 

કુંભ ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્નીથી-મિત્રવર્ગથી, અન્યના સહકારથી આપનું કામ ઉકેલાય.

 

મીન ઃ આપના રોજીંદા કામ ઉપરાંત પુત્ર પૌત્રાદિકના કામ અંગે ચંિતા-ખર્ચ છતાં આનંદમાં રહો. નોકરી-ધંધાનું કામ કરી શકો.

 

- પ્રા. અગ્નિદત્ત પદ્મનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત

 

તા. ૩૦ એપ્રિલ
સોમવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ, અવરોહનું રહે. મહેનત-દોડધામ રહે, ફળ મોડું મળે, ઓછું મળે પરંતુ તમારો વ્યવહાર સચવાઈ રહે. વર્ષના મઘ્યભાગથી ઉત્તરાર્ધ સમયમાં મહેનતની સાર્થકતા, સફળતા જણાય. વિશેષમાં ઃ

 

જાહેર સંસ્થાકીય કામમાં, માનદ સેવા કાર્યમાં, ધાર્મિક સેવા કાર્યમાં આપને તકલીફ થાય નહીં તેનું ઘ્યાન રાખવું. ઇર્ષા, અદેખાઈ કરનાર તમારી પ્રગતિ, સફળતાને કામને અવરોધવા ટીકા કર્યા કરે.

 

નોકરી-ધંધાના કામમાં નાણાંકીય જવાબદારી હોય તો તેમાં ચોકસાઈ રાખવી. નુકસાની દેવું-દગો થાય નહીં તેનું ઘ્યાન રાખવું. તે સિવાય વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળતાનો રહે.

 

સ્ત્રી વર્ગને માતૃપક્ષની ચંિતા રહે. વડીલવર્ગને બિમારી આવી જાય. પોતાને છાતીમાં, સ્તનમાં, હાર્ટમાં તકલીફથી સંભાળવું પડે.

 

વિદ્યાર્થીવર્ગને ભણવામાં વર્ષારંભથી ઘ્યાન આપવું પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ચંિતાતુર બેઠો હતો એ જોઈને મિત્ર મગને પૂછ્‌યું, ‘કેમ આમ ઉદાસ બેઠો છે ?’
‘શું કરું યાર ?’ છગને જવાબમાં કહ્યું, ‘હું જેને પ્રેમ કરું છું એ લીલીએ મને અઠવાડિયામાં લગ્ન કરી નાખવાની ચેતવણી આપી છે...’
‘તો એમાં શું ?’ મગને કહ્યું, ‘એક કામ વહેલું કે મોડું કરવાનું તો છે ને ?’
‘બરોબર જ છે તારી વાત’ છગને કહ્યું, ‘પણ પછી હું કોની સાથે પ્રેમ કરીશ ?... એની મને ચંિતા થાય છે.’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved