Last Update : 29-April-2012, Sunday

 
કોઈપણ બાબતનો આરંભ અને અંત તેના મઘ્ય કરતાં સહેલાઈથી યાદ રાખી શકાય છે

 

યાદશક્તિ વધારવા માટેની કસરતો અને યુક્તિઓની આપણે ચર્ચા કરી રહ્યા હતાં. આજકાલ તમારી યાદશક્તિ વધારવા માટેના સેમિનારો અને વર્કશોપોનો રાફડો ફાટ્યો છે. પહેલાં આ લોકો ફ્રી સેમિનાર કરે, તેમાં એ લોકો તેમનો સેમિનાર ભરવાથી તમારી યાદશક્તિ કેવી ચમત્કારિક થઈ જશે તેની ચતુરાઈપૂર્વક રજૂઆત કરે અને પછી એક-બે યુક્તિઓ દ્વારા તેમની યાદશક્તિ અલૌકિક હોય તેવો પ્રયોગ બતાવે અને પછી ઉંચા ભાવે વર્કશોપના રજીસ્ટ્રેશન કરી નાખે ! સેમિનાર કોઈપણ હોય એક યુક્તિ આ લોકો હંમેશા બતાવતા હોય છે.

 

પબ્લિકમાંથી કોઈને પણ બોલાવીને ૨૦ વસ્તુઓની યાદી લખાવડાવે અને પછી પોતે જાણે પોતાની યાદશક્તિ ચમત્કારી હોય તેમ એ વસ્તુઓ યાદ રાખી બતાવે. ખરેખર આ કોઈ જાદુઈ યાદશક્તિનો પ્રતાપ નથી હોતો પણ એક યુક્તિ દ્વારા ગમે તેટલી વસ્તુ યાદ રાખી શકાય છે.

 

આજે એ યુક્તિ હું તમને શીખવાડી દઉં છું. નીચે આપેલી ત્રીસ વસ્તુઓનો પાંચ મિનીટ માટે અભ્યાસ કરો અને પછી એમાંની કેટલી વસ્તુઓ તમને યાદ રહે છે તે એક કાગળમાં લીસ્ટ જોયા વગર ગમે તે ક્રમમાં લખી કાઢો.

 

૩૦ વસ્તુઓ ઃ પત્તાની કેટ, ભીંત ઘડિયાળ, ફાળિયાવાળો માણસ, પીપુડું, ઝીબ્રા, પેપર ક્લીપ, આંબાનું ઝાડ, ડ્રેક્યુલા, ચીઝ ક્યુબ, નોટબુક, ફોન, જમ્બો જેટ, હેલ્મેટ, આઈપોડ, ફુગ્ગો, વોશંિગ મશીન, એર ગન, છત્રી, વાઈન ગ્લાસ, હથોડી, ગુલાબ, ફૂટબોલ, ગમબુટ, ફુવારો, સાઈકલ, ચશ્માં, લેડીઝ પર્સ, ફીરકી, સુતરફેણી અને બટન.

 

પાંચ મીનીટ અભ્યાસ કર્યા બાદ આ છાપું બાજુ પર મુકીને તમે આ વસ્તુઓ લખો અને જુઓ તમને કેટલી યાદ રહે છે. પછી બે કલાક બાદ ફરીથી લખો અને જુઓ હવે કેટલી યાદ રહી ? ૨૪ કલાક પછી ફરી લખો અને જુઓ હવે કેટલી યાદ રહે છે ?

 

સામાન્ય રીતે બનશે એવું કે તમને યાદીમાંની શરૂઆતની અને અંતની વસ્તુઓ સહેલાઈથી યાદ રહેશે. એટલે કે પાંચ મીનીટ પછી પત્તાની કેટ, ભીંત ઘડિયાળ, સુતરફેણી, બટન વગેરે યાદ રહી જશે પણ વચ્ચેની વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડશે. આ ઉપરાંત ડ્રેક્યુલા યાદ રહેશે કારણ કે એ રોજબરોજની વાત નથી અને આપણા મનમાં એની છબી તે શબ્દ વાંચીએ ત્યારે અંકિત થઈ જાય છે.

 

જેમ સમય વીતતો જશે તેમ યાદ રહેલી વસ્તુઓની સંખ્યા ઘટી જશે. સરવાળે આપણે એટલું તારણ કાઢ્‌યું કે કોઈપણ બાબતનો આરંભ અને અંત તેના મઘ્ય કરતાં સહેલાઈથી યાદ રાખી શકાય છે. જે વસ્તુઓ સાથે આપણી લાગણીઓ જોડાયેલી હોય તે વસ્તુઓ (જેમ કે ડ્રેક્યુલા સાથે ડર) જલદી યાદ રહી જાય છે. તમને આ યાદીમાંની વસ્તુઓ અઘરી લાગતી હોય તો તમારી પોતાની ત્રીસ વસ્તુઓની યાદી બનાવીને પ્રયત્ન કરી શકો છો.

 

આવી કોઈપણ યાદી તમને પાંચ મીનીટમાં યાદ રહી જાય અને એ પણ પાછી દિવસો સુધી યાદ રહે તેને માટે એક ટેકનીક છે. એ ટેકનીક તમને પંદર દિવસ પછી શીખવાડીશ. ત્યાં સુધી નીચે આપેલી કસરતનો પણ મહાવરો કરો.

 

જો તમે કોઈ રોજીંદી કરવાની બાબત, જેવી કે દવાની ગોળી ગળવી; ભૂલી જતા હોવ તો તમારે તમારા મનમાં તમે દવા લઈ રહ્યા છો તેવું દિવસમાં એકવાર માનસિક ચિત્ર ઉભું કરવાનું. જુઓ પછી થોડા દિવસમાં તમને દવા લેવાનું આપમેળે યાદ રહેવા માંડશે અને માનસિક ચિત્ર પણ ઊભું નહી કરવું પડે.

 

એવી જ રીતે ઘણીવાર અમુક વસ્તુઓ છેક સુધી યાદ હોય અને અણીના સમયે જ ભૂલી જવાય જેમ કે, કોઈની વર્ષગાંઠ. સવારે યાદ હોય કે આજે ‘ફલાણા’ની વર્ષગાંઠ છે અને હમણાં કામમાંથી નવરો પડીને ફોન કરું છું અને ફોન કરવાનું જ ભૂલી જવાય.

 

આવા કિસ્સામાં જ્યારે યાદ આવે કે આજે કે આવતીકાલે કે બે દિવસ પછી ‘ફલાણા’ની વર્ષગાંઠ છે ત્યારે જ તમે એ વ્યક્તિને વીશ કરતાં હોવ તેવું માનસિક ચિત્ર ઉભું કરી અને તેની સાથે વાતચીતની કલ્પના કરો. જુઓ પછી અણીના સમયે ભૂલી નહી જવાય.

- હંસલ ભચેચ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved