Last Update : 29-April-2012, Sunday

 

‘આઈપીએલ-સિરીયલ’નો એક સીન...

 
આજકાલની સિરીયલોમાં બધી ઘર-ઘરની વાતો ચાલ્યા કરે છે. (પહેલાંની જેમ કરોડોના બિઝનેસની વાતો પણ નથી થતી.) પણ ધારોકે આઈપીએલનો જ સબ્જેક્ટ લઈને સિરીયલ બનાવી હોય તો?
જુઓ એનો એક સીન...
* * *
સિરીયલનો યુવાન હીરો બેટંિગ કરવા તૈયાર થઈ રહ્યો છે...
પહેલાં તે માતા-પિતાને પગે લાગે છે.. પછી મોટાભાઈ અને ભાભીના આશીર્વાદ લે છે. નાની બહેન એને રાખડી બાંધે છે.. વચલી બહેન કપાળે તિલક કરે છે... સૌથી મોટી બહેન આરતી ઉતારે છે....
(આ બઘું ડ્રેસંિગ રૂમમાં ચાલી રહ્યું છે, હોં!)
પછી હીરો ભગવાનની મૂર્તિને પગે લાગે છે. મૂર્તિના હાથમાંથી ફૂલ ગબડીને હીરોના હાથમાં પડે છે. પેડ બાંધે છે, ગ્લોવ્ઝ પહેરે છે, શુઝ પહેરે છે.. છેવટે હેલમેટ પહેરીને બહાર નીકળે છે...
એ જ વખતે બેકગ્રાઉન્ડમાં ઢોલ-નગારાં-મંજીરાં અને પખવાજ સાથે મંત્રોચ્ચાર થવા માંડે છે...
હીરો પેવેલિયનનાં પગથિયાં ઉતરી રહ્યો છે...
એના મા-બાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, બહેનો બધાંના વારાફરતી ક્લોઝઅપ આવે છે. સૌ ગળગળા થઈ ગયા છે...
હીરો હજી પેવેલિયનમાં પગથિયાં ઉતરી રહ્યો છે...
ફરી એના મા-બાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, બહેનો બધાંના વારાફરતી ક્લોઝ-અપ... આ વખતે હીરો જાણે વિદેશયાત્રાએ જવાનો હોય એમ બધા હાથ હલાવીને વિદાય આપી રહ્યા છે...
બેકગ્રાઉન્ડમાં પેલા ધમાધમ મ્યુઝિક સાથે મંત્રોચ્ચાર ચાલુ છે.
હીરો પેવેલિયનનાં પગથિયાં ઉતરીને ગ્રાઉન્ડમાં પ્રવેશે છે. મેદાનમાં આવતાં જ તે ગ્રાઉન્ડની માટીને પોતાને માથે (હેલ્મેટ પર) ચડાવે છે... પછી આકાશમાં જુએ છે (આ ઈન્ડિયન ટીમની ‘પરંપરા’ છે!)
પણ આ શું?
આકાશમાં એક હેલિકોપ્ટર ધૂમરી લઈ રહ્યું છે! એમાં વિલન બેઠો છે! એ દૂરબીન વડે આખા ગ્રાઉન્ડ પર નજર રાખી રહ્યો છે! સાથે સાથે વોકી-ટોકી પર એની ગેંગના લોકોને સૂચનાઓ આપી રહ્યો છે....
હીરો મેદાનમાં ચાલી રહ્યો છે...
મ્યુઝિકના મંત્રોચ્ચારનો અવાજ વધી ગયો છે. ઉપરથી એમાં ઢેનટેન ઢેનટેન મ્યુઝિક પણ ઉમેરાયું છે...
હીરો મેદાનમાં હજી ચાલી રહ્યો છે...
વારાફરતી વિલન, સબ-વિલન, છોટા-વિલન, વિલનના ટપોરીઓ, બુકીઓ, ગેંગસ્ટરો વગેરેના ક્લોઝ અપ... (એ બધા પ્રેક્ષકો વચ્ચે ક્યાંક ક્યાંક બેઠા છે.)
હીરો મેદાનમાં હજી ચાલી રહ્યો છે...
મ્યુઝિક ઔર જોરથી વાગી રહ્યું છે...
ફરી એક વાર હીરોના મા-બાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, બહેનો વગેરેના ક્લોઝ અપ... ફરી વિમાનની આખી ગેંગના સભ્યોના ક્લોઝ અપ...
હીરો મેદાનમાં હજી ચાલી રહ્યો છે અને...
ચાલતો ચાલતો એ મેદાનના બીજા છેડેથી બહાર નીકળી જાય છે!!
(એજ વખતે આવે છે.... કોમર્શિયલ બ્રેક!)
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved