Last Update : 29-April-2012, Sunday

 
પૈસા યે પૈસાઃ બંટી-બબલીથી માંડી મિલ કામદારોના નાણાંની ઉચાપત

 

૧૨-૨ઃ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સ અને આંગડિયાને લૂંટતી બંટી-બબલી ગેંગ. શિતલ અને મેઘના નામની યુવતીઓ પકડાઈ પણ સૂત્રધાર મનિષ ઉર્ફે હરિ પટેલ હજુ ઓઝલ.
૨૭-૭ઃ ચાર કારડીલરોના બોગસ ખાતાં ખોલી લોન મેળવી એક કરોડની ઠગાઈ.
૧૧-૧૦ઃ બનાવટી વિઝાકાંડનો સૂત્રધાર નાઈજીરિયન સ્ટેટના રાજવીનો પુત્ર જીમ ખેસી પકડાયો
૧૭-૧૦ઃ દિવાળીમાં ૫૪ બનાવટી ક્રેડીય કાર્ડથી ૫૦ લાખની ખરીદી કરવા આવેલા નાઈજીરીયન અને સાગરિત પકડાયાં.
૩૦-૧૦ઃ દિવાળીપ્રવાસના નામે મેક માય હોલિડેઝના કલ્પેશ પનારાંએ ૧૮૦ લોકો સાથે ૧૯ લાખની ઠગાઈ કરી.
૩૧-૧૦ઃ એટીએમના ડ્રોપબોક્સમાંથી ૩૭ ચેક ચોરી બનાવટી ખાતામાં ભરતી ગેંગનો પર્દાફાશ
૧૫-૧૧ઃ થોડા સમયમાં જ વિશ્વાસ કેળવી એકાઉન્ટન્ટ વિમલ વર્માએ ૯૧ લાખ સેરવી લીધા, ૪૧ લાખ લઈ ફરાર.
૨૭-૧૧ઃ દમણની કંપનીના ૩ નકલી ચેક બનાવી ૯.૩૦ કરોડ સેરવી લેવાનો પ્રયાસ, ૭ પકડાયા.
૧૦-૧૨ઃ કેલિકો મિલના ૨૮૩ ડમી કામદારો બતાવી ૧.૬૩ કરોડની ઠગાઈ. કુલ ૨૮ મિલોના કામદારો સાથે મહાઠગાઈ અંગે તપાસ.
૨-૧૨ઃ વિજય એન્ડ મિસ્ત્રી કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોના પરિવારજનોના ખાતામાંથી ૯.૨૦ કરોડ સેરવી એકાઉન્ટન્ટ અલ્કેશ અંબાલાલ પટેલે ક્રુડ અને સોનાના સટ્ટામાં ઉડાડી દીધા.

એક ઈરાની ગેંગ પકડાઈ ને બીજી ફરી સક્રિય
* ‘નકલી પોલીસ’ના સ્વાંગમાં વૃઘ્ધાઓને લૂંટી જતી મુંબઈ-મહારાષ્ટ્રની ઈરાની ગેંગ વર્ષ ૨૦૧૧માં ૧૦૦ વઘુ સિનિયર સિટીઝનોને લૂંટી ચૂકી છે. ૧૪ જૂને એક ગેંગના ૭ લોકો પકડાયા પછી અઢી-ત્રણ મહિના વિરામ લઈ ફરી બીજી ગેંગ સક્રિય થઈ છે. પોલીસ આ લૂંટારાઓને પકડી ન શકતાં ક્યારે અને ક્યાં વૃઘ્ધાઓ શિકાર બનશે તેની ચંિતા પ્રવર્તે છે.

બે ચર્ચાસ્પદ વ્યક્તિત્વનો અંત બે ક્રુર હત્યાની ચર્ચા


* વર્ષ ૨૦૧૧ના નવેમ્બર મહીનામાં જુહાપુરાના સામાજીક કાર્યકર નદીમ સૈયદની અને કિન્નર સોનિયાદેની હત્યાથી બે ચર્ચાસ્પદ વ્યક્તિત્વનો અંત આવ્યો. હત્યાના આરોપી પકડાતાં હત્યા પાછળના કારણો વઘુ ચર્ચામાં રહ્યાં. તા. ૧૩ એપ્રિલે એલ.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ધૂસી ગેંગવોરમાં બળવંત કહારની અને બીજી સપ્ટેમ્બરે ગણેશ પંડાલ પાછળ સરાજાહેર યાફીઝુદ્દીન શેખની બૂટલેગર દાદુએ કરેલી ક્રૂરતાપૂર્ણ હત્યા ચર્ચાસ્પદ બની.
* સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સી.બી.આઈ.એ ધરપકડો કરતા રાજકીય અને પોલીસ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. વર્ષ ૨૦૧૧માં ગુજરાત પોલીસના વઘુ ત્રણ (૧) ઈશરત જહાં (૨) તુલસી પ્રજાપતિ અને (૩) સાદીક જમાલ એન્કાઉન્ટરની તપાસ સી.બી.આઈ.ને સોંપાઈ છે. સી.બી.આઈ.એ તપાસ શરૂ કરી છે. આગામી વર્ષમાં આ કેસમાં કેટલાની ધરપકડ થશે? તેની ચર્ચા પોલીસમાં શરૂ થઈ છે. ઈશરત કેસમાં ૨૦, તુલસી કેસમાં ૧૧ અને સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં ૧૭ પોલીસ અધિકારી, કર્મચારી ઉપર લટકતી તલવાર છે.

 

ઘુ્રવા પટેલથી માંડી યશ ઠક્કર અપહૃતો મુક્ત ને આરોપી પકડાયા


અમદાવાદ શહેર પોલીસના હાથમાં જશરેખા હોય તેમ અપહરણ કેસમાં અપહૃતો ગણતરીના કલાકોમાં મુક્ત થયાં છે અને આરોપી પકડાઈ ગયાં છે. નોંધપાત્ર કિસ્સાઓ.
- તા. ૪-૧ઃ હેબતપુરના સનવિલા બંગ્લોઝમાં રહેતી ૯ વર્ષની ઘુ્રવા મનિષભાઈ પટેલનું અપહરણ કરી બે કરોડ માગ્યાઃ આણંદ નજીક ૮૫ લાખ લેવા આવતાં જ અપહરણકાર, પડોશી ચંિતન દેસાઈ અને સાગરિતો ફિલ્મી ઢબે પકડાયા
- તા. ૨૦-૨ઃ સેટેલાઈટમાં બિલ્ડરની ભાણેજની છ મહીનાની પુત્રી અનુષ્કાનું અપહરણઃ બે લાખની ખંડણી માગનાર ઘરઘાટી અમિત રમેશ જૈન સાત જ કલાકમાં રાજકોટ રેલવે સ્ટેશનથી પકડાયો
- તા. ૨૫-૧૦ઃ મણિનગર, દક્ષિણી વિસ્તારમાંથી છ વર્ષના આદિત્ય ભરતભાઈ ભાગચંદાણીનું અપહરણ કરી પિતરાઈ બહેન પાયલ અને તેના પ્રેમીએ એક કરોડની ખંડણી માગી. એલીસબ્રિજ વિસ્તારમાંથી પકડાયા
- તા. ૨૬-૧૦ઃ સેટેલાઈટના વેપારીપુત્ર યશ નરેન્દ્રભાઈ ઠક્કર (ઉ.વ. ૧૬)નું એસ.જી. હાઈવેથી અપહરણ કરી એક કરોડ માગ્યા. પાંચ દિવસ પછી પૈસા લેવા આવેલો અપહરણનો સૂત્રધાર વિરેન્દ્ર ઝાલા વાંકાનેર પાસે પકડાયો. યશની હાથીજણ પાસેના વિવેકાનંદનગરથી હેમખેમ મુક્તિ થતાં પોલીસની દિવાળી સૂધરી.
- તા. ૨૪-૧૧ઃ ધંધાકીય લેવડદેવડના દસ કરોડ રૂપિયા વસૂલવા દિનેશ હીરા નામના યુવાનનું અપહરણ અને મુક્તિ. ત્રણ આરોપી પકડાયા. મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ પૈસા માટે ધમકાવ્યાની આક્ષેપાત્મક રજૂઆત.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved