Last Update : 29-April-2012, Sunday

 
૨૦૧૧ કૌભાંડોનું વર્ષ બની રહ્યું ‘કરોડોનો કકળાટ’

- બિનસત્તાવાર ૧૦ હજારથી વઘુએ ૫૦૦ કરોડ ગૂમાવ્યા
- ૧૩ કંપનીઓમાં ૧૪૦૦ લોકોના ૩૩ કરોડ ડૂબ્યા

અમદાવાદ, રવિવાર
વિદાય લેતું વર્ષ ૨૦૧૧ કદાચિત આવનારાં વર્ષો સુધી ‘કૌભાંડોના વર્ષ’ તરીકે યાદ રખાશે. વિતેલા વર્ષ દરમ્યાન એકના ડબલ કે ૧૦થી ૧૫ ટકા જેવું ઊંચું વળતર આપતી કૌભાંડી કંપનીઓમાં હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયાં. ૯૦ના દશકામાં શ્રોફ પેઢીઓ ઉઠયા પછીના દશકાઓમાં કો-ઓપરેટીવ બેન્કો, ઝહીર રાણાના કૌભાંડો ચર્ચામાં રહ્યાં. ચાલુ દશકામાં વર્ષ ૨૦૦૯માં ‘માડી’ અશોક જાડેજાએ કરોડોનું ફૂલેકું ફેરવ્યા પછી ૨૦૧૧માં કૌભાંડી કંપનીઓએ રોકાણકારોને ફૂલેકાની ફેરફૂદરડી ફેરવ્યાં. કડવી વાસ્તવિકતા એ પણ છે કે, વઘુ વળતરની લાલચમાં ગયેલા રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે. એક જ વર્ષમાં અભય ગાંધીથી લઈ આલીયા ઈન્વેસ્ટમેન્ટ સુધીની ૧૩ કંપનીઓમાં બિનસત્તાવાર રીતે દસેક હજારથી વઘુ લોકો ૫૦૦ કરોડથી વઘુ રૂપિયા ગૂમાવી ચૂક્યાં છે. જો કે, સત્તાવાર રીતે પોલીસ ચોપડે ૧૩ કંપનીઓમાં ૧૪૦૦ લોકોના ૩૩ કરોડ રૂપિયા ડૂબ્યાં છે. કુલ ૨૩ ફરિયાદો થઈ છે તેમાં ૧૬ની ધરપકડ કરાઈ છે. રોકાણકારોને પૈસા પરત આવશે કે કેમ? તેની ચંિતા સતાવે છે. ક્યારે અને કેટલા પૈસા પાછા આવશે તે કોઈ કહી શકે તેમ નથી. એવું પણ બને કે થોડા વર્ષો પછી ફરી આવા કોઈ કૌભાંડનો દૌર આવે. ‘ચેતતા નર સદા સુખી’ કહેવત યાદ રહે તે માટે કૌભાંડી કંપનીઓના ‘કરોડોના કાળા કકળાટ’ની સત્તાવાર અને પોલીસ- રોકાણકારોમાં ચર્ચાતી બીનસત્તાવાર ટૂંક વિગતો આ મુજબ છે.

 

સત્તા, શરાબ અને પૈસાના નશાથી પોલીસ પણ આરોપી!

વિતેલા વર્ષ દરમ્યાન અમદાવાદ શહેર પોલીસના અમુક અધિકારી, કર્મચારીઓ 'આરોપી' બન્યાં છે તો અમુક સામે પગલાં લેવાયા. કોઈ કિસ્સામાં આવા પોલીસકર્મીને સત્તાનો નશો નડયો, કોઈ કિસ્સામાં પૈસા સીધી કે આડકતરી રીતે કારણભૂત હતાં તો ક્યાંક શરાબનો નશો કે ધંધો કોઈ પોલીસની નોકરી છીનવી ગયો.
- તા. ૫-૨ઃ બૂટલેગર નાગદાન ગઢવીને જવા દેવા રૃા. ૨૦ લાખની લાંચ લેનાર દરિયાપુરના પી.આઈ. વી.એમ. જાની સામે સત્તાવાર ફરિયાદ.
- તા. ૬-૩ઃ સરખેજ પી.આઈ. એમ.એમ. ઝાલા વતી આરોપીને નહીં મારવા માટે દોઢ લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ગોરધન પ્રજાપતિ પકડાયો.
- તા. ૨૫-૪ઃ રૃા. ૨૬ લાખનો દારૃ પકડાતા શહેરકોટડાના પી.આઈ. એન.બી. નાગોરી સસ્પેન્ડ.
- તા. ૨૮-૪ઃ પુત્રવધુની કલમ ૪૯૮ની ફરિયાદના કેસમાં સસરા, રિટાયર્ડ પી.આઈ.ની ધરપકડ ન કરતાં સોલા પી.એસ.આઈ. બી.બી. ઝાલા સસ્પેન્ડ. ઓનલાઈન ફરિયાદ કરાતાં કાર્યવાહી.
- તા. ૨૩-૫ઃ ડમીની મદદથી પાસ થયેલા વઢવાણના પી.એસ.આઈ. જગદીશ રતનની ધરપકડ.
- તા. ૨૮-૫ઃ મહિલા બુટલેગરનો દારૃ પકડાતાં બાપુનગરના પી.આઈ. આર.ડી. લશ્કરી સસ્પેન્ડ
- તા. ૨૧-૬ઃ બગોદરાના પી.એસ.આઈ. કે.બી. ઝાલા ૧ લાખની લાંચ લેતા પકડાયા
- તા. ૮-૮ઃ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટ સસ્પેન્ડ
- તા. ૩૦-૯ઃ કોન્સ્ટેબલ કરણસિંહ પંથને દબાણપૂર્વક એફીડેવિટ કરાવવાના કેસમાં સસ્પેન્ડેડ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટની ધરપકડ
- તા. ૮-૧૦ઃ નવરંગપુરાના બે પોલીસકર્મીને નશાખોર હાલતમાં સંયુક્ત પોલીસ કમિશનરે પકડી ફરિયાદ દાખલ કરાવી.
- ૨૦-૧૦ઃ નવરંગપુરાના કોલ સેન્ટરમાં તોડ કરવાના કેસમાં નવરંગપુરા-નારણપુરાના ચાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

 

કંપની

પોલીસ સ્ટેશન

સત્તાવાર

બિન સત્તાવાર

રકમ

ભોગ બન્યાં

 

 

રકમ

ભોગ બન્યાં

 

 

૧) એ.આઈ.એસ.ઈ.- અભય ગાંધી

સેટેલાઈટ

૧.૮૯ કરોડ

૮૩

૩૦૦ કરોડ

૩૦૦૦

૨) ઈમ્તસન્સ- ઈમ્તિયાઝ સૈયદ

નવરંગપુરા

બે કરોડ

૧૦૦

૧૨૦ કરોડ

૨૦૦૦થી વધુ

૩) શ્રધ્ધાસબૂરી- હરેશ પંચાલ

ક્રાઇમબ્રાન્ચ

૧ કરોડ

૧૦૦

૬ કરોડ

૩૦૦

૪) એબ્લેઝ ને ૭ કંપની- વિનોદ દત્તા

વસ્ત્રાપુર

૧૫ કરોડ

૩૨૫

૧૦૦

૩૦૦૦

૫) કે.એસ.પી. ઈન્વેસ્ટમેન્ટ

નવરંગપુરા

૪.૫૦ કરોડ

૧૮૦

૧૦ કરોડ

૩૦૦થી વધુ

૬) સમ્સ ઈન્વેસ્ટમેન્ટ

નવરંગપુરા

૧૧ લાખ

૧૦

૧ કરોડ

૧૦૦થી વધુ

૭) ફિનીક્સ ઈન્વેસ્ટમેન્ટ

નવરંગપુરા

૩૫ લાખ

૩૫

૧ કરોડ

૧૦૦થી વધુ

૮) નિમ્બલસ ઈન્વેસ્ટમેન્ટ

નવરંગપુરા

૩૦ લાખ

૪૦

૧ કરોડ

૧૦૦થી વધુ

૯) ફલા ઈન્વેસ્ટમેન્ટ

નવરંગપુરા

૧ કરોડ

૬૦

પાંચ કરોડ

૨૦૦થી વધુ

૧૦) એફ.કે. સન્સ ઈન્વેસ્ટમેન્ટ

હવેલી

૨૫ લાખ

૧૦

૧ કરોડ

૧૦૦થી વધુ

૧૧) ટ્રાયો ઈન્વેસ્ટમેન્ટ

એલીસબ્રિજ

૨૬ લાખ

૨૦

૭ કરોડ

૪૦૦થી વધુ

૧૨) ફોર્ચ્યુન ફેસિલીટી પ્રા.લી.

શાહપુર

પાંચ કરોડ

૪૦૦

૧૦ કરોડ

૧૦૦૦

૧૩) આલીયા ઈન્વેસ્ટમેન્ટ

હવેલી

૫૦ લાખ

૨૫

૧ કરોડથી વધુ

૧૦૦થી વધુ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved