Last Update : 29-April-2012, Sunday

 
સુપ્રિમ કોર્ટે સરકાર અને શરદ પવારને ચાબકો માર્યા છતાં શરમ પણ નહીં અને ડર પણ નહીં !

- ગયા વર્ષની જેમ આ વર્ષે પણ લાખો- કરોડો ટન અનાજ સડાવી દેવાનું શરદ પવારનું કૌભાંડ... કાવતરું ?
- શરદ પવાર અનાજ પ્રધાન થયા પછી કુલ રૂપિયા ૩ નિખર્વનું અનાજ બરબાદ કર્યું
- અનાજ સંઘરવાના ગોડાઉનો શરદ પવાર કાં તો ખાલી રખાવે છે અથવા વેપારીઓને ભાડે આપી દે છે જેથી લાખો કરોડો ટન અનાજ ખુલ્લામાં સડે છે
- અનાજ સંઘરવાના નવા ગોડાઉન નહીં બાંધવાનું પવારનું કાવતરું !
- ખેડૂતોએ ગત વર્ષ કરતા આ વર્ષે ૧ કરોડ ટન વઘુ ઉત્પાદન કર્યું

 

કોંગ્રેસની દુર્દશા, સરકારની દુર્દશા, દેશની દુર્દશા અને આપણી જનતાની દુર્દશા થવાનું એકમાત્ર કારણ, અથવા દુર્દશા કરનાર એકમાત્ર વ્યક્તિ આખા દેશમાં હોય તો એ છે આપણા અન્ન પ્રધાન શરદ પવાર છે.
આપણી જનતાના મોમાંથી અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ- છાસ વગેરે છેલ્લા દસ વર્ષથી છીનવી લેવાના કાવદાવા શરદ પવાર કરતા રહ્યા છે.
સુપ્રીમ કોર્ટને પણ તેઓ નથી ગાંઠ્યા. લગભગ બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે અનાજ સડવાની બાબતમાં શરદ પવાર અને મનમોહન સરકારને તતડાવી નાખેલી ત્યારે પણ શરદ પવાર સુપ્રીમ કોર્ટને ગાંઠેલા નહીં.
૨૭ જુલાઈ, ૨૦૧૦ના રોજ સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપતા કહેલુ કે.. અનાજ બહાર ખુલ્લામાં સડી જાય છે એના બદલે અનાજને રાખવાની યોગ્ય વ્યવસ્થા કરે તેમજ અનાજનો એક દાણો પણ એળે ન જાય એની પણ વ્યવસ્થા કરે.
એના જવાબમાં શરદ પવારે કહેલું કે, ‘સરકારની નીતિઓની બાબતમાં સુપ્રીમ કોર્ટ સલાહ આપી શકે નહીં.’’
એ પછી ૨૦૧૦ના ૩૧ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને આદેશ આપ્યો કે.. આપ અન્ન પ્રધાનશ્રીને કહી દો કે.. અમે જે કહ્યું તે સલાહ નથી પણ આદેશ છે. આ આદેશનો કેવી રીતે અમલ કરવો એની વ્યવસ્થા કરે.
એ પછી કેન્દ્રના પ્રધાન મંડળે એ આદેશ ઉપર ચર્ચા કરેલી.
એનું કશું પરિણામ ન આવ્યું એટલે ૨૦૧૧ ૧૪મેએ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દલવીર ભંડારી અને ન્યાયમૂર્તિ દીપક વર્માની બેન્ચે મનમોહન સરકારને હુકમ કર્યો કે.. દેશના ૧૫૦ જિલ્લામાં ૫ મિલિયન ટન અનાજ પીડીએસ (સસ્તા અનાજની દુકાનો) દ્વારા વહેંચે.
હવે આ વર્ષે દેશમાં અનાજનું ઉત્પાદન (બમ્પર) મબલખ થયું છે. એટલે ૭,૫૦,૦૦,૦૦૦ ટન અનાજ ઉત્પાદન થવાનો અંદાજ છે. (આ ‘અંદાજ’ છે એટલે કરોડ ટન કરતાં ૮- ૯- ૧૦ કરોડ ટન થઈ શકે છે ‘અંદાજ’ કોને કહે ?)
આટલું બઘું અનાજ થતું હોવા છતાં અન્ન મંત્રાલય (કૃષિ મંત્રાલય), કૃષિ પ્રધાન, કૃષિ નોકરશાહો વગેરેના ભ્રષ્ટાચાર અને કાવતરાખોરીના કારણે દર વર્ષે ૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું અનાજ સડાવી દેવામાં આવે છે અનાજને સડાવવાનો ભ્રષ્ટાચાર એક બીજો ભ્રષ્ટાચાર છે એ સડેલું અનાજ ફેંકાવી દેવાનો કરવામાં આવે છે.
ત્રીજો ભ્રષ્ટાચાર ખરેખર એ ફેંકી દેવાતો નથી છતાં ફેંકી દેવાની મજૂરી વગેરેના નામે લાખો રૂપિયા ખિસ્સામાં નાખવામાં આવે છે.
ચોથો ભ્રષ્ટાચાર આ સડેલું અનાજ ફેંકી દેવાના નામે સસ્તા અનાજની દુકાને આપવાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જે અનાજ ગરીબોને આપવામાં આવે છે અને ગરીબોને આપવા સરકારે આપેલું અનાજ બારોબાર ચાલુ બજારમાં વેચી દેવામાં આવે છે.
શરદ પવાર અને એનું કૃષિ મંત્રાલય કેવા કેવા ભ્રષ્ટાચાર કરી શકે છે એનો આ એક ટચુકડો દાખલો છે.
આપણા દેશના ખેડૂતોએ પાડેલા પરસેવાનું આપણું કૃષિ મંત્રાલય અને કૃષિપ્રધાન શરદ પવાર આ રીતે વેપાર કરીને દેશને નહીં પણ પોતાને લાભ કરે છે.
આપણા દેશમાં ૨૦૦૬- ૨૦૦૭માં ૨૧.૭૨ કરોડ ટન અનાજ ઉત્પન્ન થયેલું જે કુદરતની અને ખેડૂતોની મહેરબાનીના કારણે ૨૦૧૦માં ૨૪.૧૫ કરોડ ટને પહોંચેલું એનો લાભ ખેડૂતોને મળવાના બદલે શરદ પવારના કૃષિ મંત્રાલયે પોતાના અને શરદ પવારના ભાગીદાર વેપારીઓને મળેલો. (જેમ ગુજરાતના મુખ્યપ્રધાન અમુક જ વેપારીઓને લાભ થાય એવી નીતિ બનાવે છે એવું જ શરદ પવાર અને એમનું કૃષિ મંત્રાલય કરે છે. અમુક પોતાના વેપારીઓ (એટલે ભાગીદારો)ને જ લાભ થાય એવી નીતિ અપનાવતા હોય છે.
આ વર્ષે દેશમા ખેડૂતોએ મહેનત કરીને ઘઉંનું મબલખ ઉત્પાદન કર્યું છે. ઘઉં આપણા દેશમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વઘુ થાય છે. આ વર્ષે આ રાજ્યોમાં ૠતુ અનુકૂળ રહી હોવાથી (ભાવો ખાવા એટલે કે જનતાને લૂંટવા કૃષિ મંત્રાલય, એના ભાગીદાર વેપારીઓ ઠંડી કે ગરમી વઘુ કે ઓછા પડે અથવા માવઠું પડે... માવઠું તો દર વર્ષે પડે જ છે... એટલે જેની ‘પાક ઉપર અસર પડશે’ એવા સમાચાર ફેલાવીને શાકભાજીથી માંડી અનાજ કઠોળ, દૂધ વગેરેના ભાવો વધારતા હોય છે. આ પણ એક કૌભાંડ ભ્રષ્ટાચાર જ છે.) અનાજ અને ખાસ કરીને ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે.
આવું મબલખ ઉત્પાદન થયા પછી (અથવા ન થયું તો પણ ‘થયું છે’ એવો પ્રચાર કરીને) કૃષિ પ્રધાન શરદ પવાર નિકાસની વાત કરવા લાગે છે. ગુજરાતમાં આણંદમા ‘દૂધ ક્રાંતિ’ના ઉદ્ધાટન માટે એ શરદ પવાર ૧૮-૪-૧૨ના રોજ આવેલા ત્યારે પણ એમણે કૃષિ ઉત્પાદનોની નિકાસની વકીલાત કરેલી (‘નિકાસ’ના નામે પણ શરદ પવાર ભ્રષ્ટાચારી કૌભાંડ ચલાવે છે. ‘નિકાસ’ કરવામાં જેમ આયાત કરવામાં બોફોર્સ જેવું કમિશન મળે છે એમ નિકાસમાં પણ કમિશન મળે છે... આ કમિશન બાબત પણ વિગતોની જાણકારી મેળવવા કોર્ટમાં કેસ કરવાની હંિમત કરનાર કોઈ ‘ભાયડો’ હોવો જોઈએ !... કૃષિ મંત્રાલયના સાહેબો અને શરદ પવારના ભાઈબંધ વેપારીઓ એ કમિશન જમી જતા હોય છે !)ઘઉં વગેરે અનાજની નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં કૃષિ મંત્રાલય એના પ્રધાન શરદ પવાર ઇશારે ગમે તે બહાના ઊભા કરીને નિકાસ કરીને પોતાના ખિસ્સા ભરતા રહે છે.
દા.ત. ૨૦૦૯માં ૨૩ જાન્યુઆરીથી ૨૦૧૨ સુધીમાં કુલ ૬૫,૦૦,૦૦૦ ટન ઉત્પાદનમાંથી ૧,૨૭,૯૮૨ ટન ઘઉં નિકાસ કરી નાખેલી.
આ નિકાસ દુબઈ, બીજા આરબ દેશો, ડેન્માર્ક, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, નેપાળ વગેરે દેશોમાં કરેલી. ૨૦૧૩ સુધીમાં વઘુ ૩,૦૦,૦૦૦ ટન ઘઉં નિકાસ કરવાનું શરદ પવારે લક્ષ્ય રાખ્યું છે.
શરદ પવારનું કૌભાંડ જુઓ ! એટલા ઘઉં નિકાસ કરાવીને ઘઉંની અછતની બૂમ પડાવી એટલે મનમોહન સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો એટલે શરદ પવારે ઘઉંની આયાતનું કૌભાંડ રહ્યું.
હજી જુઓ શરદ પવારનું કૌભાંડ ! એ આયાત કેટલી થઈ એના આંકડા સરકાર પાસે નથી ! (લુચ્ચાઈ) છતાં વેપારીઓ પાસેથી માહિતી મળી કે ૨૦૧૦-૧૧માં લગભગ ૨,૫૦,૦૦૦ ટન ઘઉં ઓસ્ટ્રેલિયાથી આયાત કરાયેલા (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

બ્યુગલ

 

- રીક્ષાઓ માટે ગેસ વાપરવાનું ફરજીયાત કર્યું તો ગેસ સહેલાઈથી મળવાનું અને ગેસના ભાવો નહીં વધારવાનો પણ કાયદો કરો ને !
- પેટ્રોલ મંત્રાલયના માંધાતાઓ ધમકી ઉપર ધમકી આપે તો પણ મનમોહન સરકાર સાંભળી લે !

 

ભાવો વધારવાની કોઈ નીતિ, કોઈ કારણ કોઈ ફોર્મ્યુલા, કોઈ વાજબીપણું તો હોવું જોઈએ ?
આ તો, મનમાં એટલે કે પોતાના તાગડધિન્ના વધારતા જવા માટે દૂધના ભાવોથી માંડી પેટ્રોલ, સીંગતેલ, ખાંડ, ચા, પાણી વગેરે હજારો ચીજોના ભાવ વધારવામાં આવે અને ઉત્પાદક કંપનીઓ, વેપારીઓ સાથે ભાગીદારી હોય એમ સરકારથી માંડી પ્રધાનો, મુખ્યપ્રધાનો, ઓફિસરો, વગેરે એને મંજૂરી આપી દે ! સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ પણ કાન ન પકડે !
પેટ્રોલ મંત્રાલયના માંધાતાઓ ધમકી ઉપર ધમકી આપે તો પણ ‘માસ્તર મારે ય નહીં અને ભણાવે ય નહીં’ એવી મનમોહન સરકાર મૂંગી મૂંગી સાંભળ્યા કરે ! (આવા વડાપ્રધાન અને આવી સરકાર આપણું જનતાનું શું ભલું કરવાની હતી ? અથવા આપણું શું ભલું કર્યુ છે ?)
પેટ્રોલ મંત્રાલયના પટાવાળાથી માંડી પ્રધાન સુધીના ‘સાહેબો’ ખૂબ જ તાગડધિન્ના ૪૦- ૫૦ વર્ષોથી કરે છે, લાંચ-રૂશ્વત (લાખો કરોડો રૂપિયાની) એટલા વર્ષોથી લે છે, સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી ખાતું છે અને પેટ્રોલ વગેરેની છડેચોક ચોરી પણ ૪૦- ૫૦ વર્ષોથી થાય છે તો પણ એના ભાવોના કારણે એ ૪૦- ૫૦ વર્ષથી આપણા દેશની સૌથી વઘુ કમાતી કંપની છે... દુનિયાની સૌથી વઘુ કમાતી કંપનીઓમાં પહેલી ૧૦માં એનું સ્થાન છે છતાં એ ‘ખોટ ખોટ’ની બૂમો પાડીને પેટ્રોલના ભાવો દર બે-ચાર મહિને વધારવાનો ત્રાગડો કરે છે તો પણ ભાજપ સહિત કોંગ્રેસની એક પણ સરકારે એનો ભંડો ફોડ્યો નથી અને દર વખતે સરકારો ઝૂકતી આવી છે.
કારણ કે એના ભાવવધારાનું ચક્ર જ એવી રીતે ગોઠવેલું છે કે.. દા.ત. ૧ રૂપિયો ભાવ વધારે તો એમાંથી ૪૦ પૈસા કરવેરા પેટે કેન્દ્ર અને રાજ્યની સરકારોના ખિસ્સામાં જાય છે.
આ ખુલ્લું ષડયંત્ર જ છે.. આપણને જનતાને લૂંટવાનું અને ૪૦- ૫૦ વર્ષથી આપણી જનતા એ રીતે લૂંટાતી રહી છે તો પણ સુપ્રીમ કોર્ટે એમાં જનતા સામે નથી જોયું કે એક પણ ગ્રાહક રક્ષક સંસ્થાએ કેસ કર્યો કે જનતાના એક પણ માણસે હંિમત કરી !
ગેસ (સીએનજી)માં પણ આવી જ કાવતરાખોરી ચાલે છે. રીક્ષાઓ અને ટેક્સીઓમાં ગેસ વાપરવાનું ફરજિયાત કર્યું... એ સારી વાત છે પણ ગેસ સહેલાઈથી અને તાત્કાલીક મળી શકે એવી વ્યવસ્થા કર્યા વિના કોર્ટોએ હુકમ કરીને રીક્ષાઓ અને ટેક્સીઓ માટે ગેસ ફરજિયાત કર્યો શરુમાં તો આખા અમદાવાદમાં ્‌ત્રણ- ચાર જ ગેસના પમ્પ હતા આજે વઘ્યા છે પણ રીક્ષાઓના પ્રમાણમાં નહીં પરિણામે રીક્ષાવાળાઓને ગેસ મેળવવા કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે.
મુંબઈમાં ટેક્સીઓની એ હાલત છે જ્યાં ગેસના પમ્પ હોય છે ત્યાં બબ્બે કીલોમીટર સુધી ટેક્સીની લાઇન થાય છે.
કોર્ટે આ બાબતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને તાકીદ કરીને ઘઘલાવી નાખવી જોઈએ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved