Last Update : 29-April-2012, Sunday

 
પુસ્તક પાઇરસી રોકવા માટે અવેરનેસ કાર્યક્રમ

 

વિશ્વ પુસ્તક દિવસે શહેરા આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં તમામ વાચકોને ગુલાલનું ફુલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યુ હતું, આ ઉપરાંત લાયબ્રેરીમાં ઓલ્ડ અન્ડ ન્યુ બૂકનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, આ પ્રદર્શનને નિહારવા માટે શહેરના યંગસ્ટર ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત પુસ્તપ્રેમી લોકોએ ધામઘૂમથી રેલી યોજી હતી. રાષ્ટ્રીય એકતા કેન્દ્ર દ્વારા શહેરની શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓને આજના સંદર્ભે પુસ્તકનું મહત્વ વિશે વકતવ્ય આપવામાં આવ્યું હતું.
આ અંગે સતિષ ત્રિવેદી કહે છે કે વિદ્યાર્થીઓમાં આજે ટેકનોલોજીનું ચલણ વઘ્યું છે ત્યારે પુસ્તકો પ્રત્યે કેવી રીતે આકર્ષી શકાય તે એક પ્રશ્ન છે. આજે સોશિયલ મીડિયા એકટીવ થયું ત્યારે સ્ટુડન્ટસ માત્ર મિત્રો સાથે સોશિયલ નેટવર્કિગ સાઈટ પર સતત વ્યસ્ત રહે છે.
આજે જ્યારે પુસ્તકોની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીને નવુ પુસ્તક ખરીદવા કરતાં તેની ઝેરોક્ષ કરીને વસાવવું સસ્તુ પડે છે. આથી કોપીરાઇટનો પ્રશ્ન ઉભો થાય છે. વર્તમાન સમયમાં પુસ્તકોની ઝેરોક્ષનું દૂષણ વધી જવાના કારણે સારા પુસ્તકો પ્રકાશિત થવા પર બહું મોટું જોખમ ઉભું થયું છે. તેના કારણે કલાકૃતિના અને સાહિત્યના સર્જનની કાર્યપ્રવૃતિ ધીમી પડી છે.
આ અંગે અભય શાહ કહે છે કે સરકારે અને સમાજે કલાકૃતિ અને સાહિત્ય સર્જનની કાર્યપ્રવૃતિને સંરક્ષણ પૂરું પાડવા ઝેરોક્ષ અથવા અન્ય સાધનો દ્વારા થતી પુસ્તકો અને સીડીની પાઇરસી અટકાવી જ જોઇએ. કોપીરાઇટ અને ભારતીય દંડ સહિતાના કાયદાની જોગવાઇ પ્રમાણે લેખકોની સર્જનાત્મક કૃતિને સંરક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે. તે અંતર્ગત પુસ્તકોની ઝેરોક્ષ તથા અન્ય સાધનો વડે પાઇરસી કરવામાં આવે છે. જેના કારણે સારા લેખકો પોતાની રચનાને પ્રકાશિત કરવામાં અચકાટ અનુભવે છે.
સરકાર દ્વારા કોપીરાઇટ અને બુકની પાઇરસીને લઇને નક્કર પગલાં ભરવા જોઇએ અને વઘુ કડક કાયદા અમલમાં લાવવા જોઇએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved