Last Update : 29-April-2012, Sunday

 

સટ્ટો રમવાની પદ્ધતિ એની એ જ, પરંતુ નવી ટેકનોલોજી અપનાવતા બુકીઓ

ગેરકાયદેસર જુગાર રમાડતી વેબસાઇટ્સનો રાફડોઃ જોકે ઓનલાઇન સ્પોર્ટ્સ બુક કરતા લોકલ બુકીઓને સાંકળતી પૈ પર-હેડ સાઇટ્સ વધુ લોકપ્રિય

સટ્ટો રમાડતા બુકીઓનો ગેરકાયદેસર ધંધો અત્યાર સુધી ફોન, પેન્સીલ્સ, નોટબુક અને પંટરો પાસેથી પૈસાની વસૂલાત માટે હટ્ટાકટ્ટા ભાડૂતી ગૂંડા પર આધારિત હતો, પરંતુ હવે તેમાં ઇન્ટરનેટ જેવા આધુનિક માધ્યમનો ઉમેરો થયો છે.
તાજેતરમાં જ અમેરિકામાં કોલેજ બાસ્કેટ બોલ લીગ પર કરોડો રૃપિયાનો સટ્ટો રમાયો. આ માટે બુકીઓએ તેમની વેબસાઇટ પર ખાસ પ્રકારનો ફાઇનાન્શ્યલ સોફ્ટવેર 'ક્વીકન'નો ઉપયોગ કર્યો હતો.
વેબસાઇટનું સેટ અપ બુકીઓને ઘણુ સરળ પડે છે. ફોન કોલ કરવાને બદલે સટ્ટોડિયાઓએ બુકીની વેબસાઇટ પર લોગ ઓન થવું પડે છે. ત્યાર બાદ તેઓ બેટ લગાવી શકે છે. પ્રત્યેક બેટ વેબસાઇટ પર નોંધાય છે અને તેનો ટોટલ અને હાર-જીત વિશેની તમામ વિગતો તરત જ સાઇટ પર આવી જાય છે. સટ્ટો રમવો ગેરકાયદેસર ગણાય છે, પરંતુ સટ્ટોડિયાઓ અને બુકીઓ બન્ને માટે એ વધારે સરળ અને વધારે વ્યવસ્થિત માધ્યમ છે.
સામાન્યરીતે બુકીની ઓફિસ કોઇ છૂપી જગ્યાએ આવેલી હોય છે. અનેક ફોનલાઈન લેવામાં આવેલી હોય છે. પૈસા સાચવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોય છે અને હાથેથી હિસાબ લખવા પડે છે.વેબસાઇટને કારણે બુકીને આ તમામ મૂશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભૂતકાળમાં ઓનલાઇન બુક સંભાળતા સ્ટીવ બડીન નામના એક સટ્ટા નિષ્ણાતે કહ્યું હતું કે 'સટ્ટાનું મોટા ભાગનું બજાર હંમેશા સ્થાનિક બુકીઓના હાથમાં રહે છે. કારણ કે સટ્ટોડિયાઓને શાખ(ક્રેડિટ) પર સટ્ટો રમવો હોય છે. તેઓ તાત્કાલીક પૈસાની ચૂકવણી કરવા માગતા હોતા નથી. લોકોને ક્રેડિટ કાર્ડથી પૈસા ચૂકવવા ગમતા નથી. આ ઉપરાંત તેઓ કોમ્પ્યુટર પર સટ્ટો રમવાને બદલે જીવંત માણસો સાથે સટ્ટો રમવાનું વધારે પસંદ કરે છે. વેબસાઇટને લીધે બુકીઓનું કામ વધુ સરળ બની જાય છે.'
વેબસાઇટનો ઉપયોગ કરતા બુકીઓએ જે કંપનીની વેબસાઇટનો ઉપયોગ કરતા હોય તેને પ્રત્યેક ક્લાયન્ટ દીઠ ફી ચૂકવવી પડે છે. બુકીઓને સેવા પુરી પાડતી વેબસાઇટ્સને આ જ કારણસર પૈ પર હેડ વેબસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે.
પૈ પર હેડ વેબસાઇટ્સ અને ઓનલાઇન સ્પોર્ટ્સ બુક્સમાં ઘણો ફરક હોય છે. પૈ પર હેડ વેબસાઇટ્સ માત્ર બુકીઓને તેમના દરેક ક્લાઇન્ટના પ્રત્યેક સોદાની એન્ટ્રી કરવા માટે તથા તેનો રેકોર્ડ રાખવા માટેની જગ્યા પૂરી પાડે છે.આવી વેબસાઇટોને સટ્ટાના પૈસાના વ્યવહારો સાથે કોઇ લેવાદેવા હોતા નથી. આવી વેબસાઇટો માથા દીઠ પૈસા ૨૦ ડોલર(અંદાજે એક હજાર રૃપિયા) જેટલા પૈસા વસૂલે છે. જો બૂકી તેમને પૈસા ન ચૂકવે તો તેનો બધો જ રેકોર્ડ ડીલીટ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ બુકીનો ધંધો ભાગીદારીમાં કરવામાં આવતો હતો. એક જણ સટ્ટો રમાડે અને બીજો પૈસાની વસૂલી કરે અને બન્ને વચ્ચે પ૦-૫૦ ટકાની પાર્ટનરશીપ હોય.
પ્રીહેડ.કોમ નામની વેબસાઇટના માલિક ટ્રેવિસ પ્રેસકોટ્ટે કહ્યું હતું કે 'અમારી વેબસાઇટ ખૂબજ વ્યવસ્થિત છે અને તેમાં બધુ જ કામ પદ્ધતિસર થાય છે. કોઇ પણ વ્યક્તિ તેમાં પોતાની બુક ચલાવી શકે છે. '
સારામા સારી પર-હેડ સાઇટ્સ એક મોટા ગજાના બિઝનેસની જેમ ચાલતી હોય છે. સ્ટીરીયો ટાઇપ બૂકી કરતા તેમનું કામકાજ સાવ અલગ હોય છે. તેઓ વિશ્વમાં જુદા જુદા ખુણાઓમાં અનેક પ્રકારના ગ્રાહકો ધરાવતા હોય છે.
પરહેડ.કોમ કોસ્ટારિકા સ્થિત કંપની છે. તેમાં સો કર્મચારીઓ કામ કરે છે તથા તે ઝળહળતું અને આધુનિક ઓફિસ બિલ્ડીંગ ધરાવે છે. તેમના છ કર્મચારીઓ આખો દિવસ આઇટી પર જ ધ્યાન કેન્દ્રીત કરે છે. તેઓ હેકર્સને દૂર રાખવાનું તથા સર્વરને સલામત રાખવાનું કામ કરે છે. એક કર્મચારી સર્ચ એન્જીન ઓપ્ટીમાઇઝેશન(એસઇઓ) વધારીને દુનિયાભરના બુકીઓને આકર્ષવાનું કામ કરે છે.
પાંચ વર્ષ પહેલા સરકારે પરંપરાગત ઓનલાઇન સ્પોર્ટ્સ બૂક પર તવાઈ મચાવતા પર-હેડ પ્રકારની વેબસાઇટ્સનો જન્મ થયો હતો. અત્યારે દુનિયાભરમાં આ પ્રકારની સેકડો વેબસાઇટ્સ અસ્તિત્વ ધરાવે છે. જોકે વેબસાઇટનો સચોટ આંકડો નથી.
બીજા એક બુકીએ જણાવ્યું હતું કે 'નવી પેઢીના યુવાનો તોછડાઈથી વાત કરતા બુકીઓ સાથે ફોન પર સટ્ટો રમવાનું ઓછું પસંદ કરે છે. તેઓને વિશ્વસનીય હોય એવી વેબસાઇટમાં વધુ રસ પડે છે. વેબસાઇટના ટોલ ફ્રી નંબર પર કોલ કરવામાં આવતા સામે છેડેથી અત્યંત નમ્રતાથી વાત કરવામાં આવે છે. આ બાબત તેમને ખૂબજ આકર્ષે છે.'
ન્યુયોર્કમાં લાંબા સમયથી સટ્ટો રમાડતા થોમસ નામના એક બુકીએ જણાવ્યું હતું કે 'પર-હે ડ વેબસાઇટને કારણે મારુ કામ ઘણુ સરળ બની ગયું છે. પંટરો ગંમે ત્યારે સટ્ટો રમી શકે છે. અગાઉ જ્યારે વેબસાઇટ્સ નહોતી અને બધા જ સોદાઓ હાથે લખવા પડતા હતા ત્યારે રાત્રે આઠથી નવ વાગ્યા સુધી જ સટ્ટો રમાડી શકાતો હતો. '
તે આ વેબસાઇટ પર માત્ર પોતાના નામનો જ ઉપયોગ કરે છે. તેણે પોતાની પુરેપુરી ઓળખ જાહેર કરી નથી. કારણ કે આ ધંધો ગેરકાયદેસર છે અને જો પુરી ઓળખ જાહેર કરવામાં આવે તો ફસાઇ જવાનો ભય રહે છે.
તેમણે કહ્યું હતું કે 'વેબસાઇટ પર હું મારા દરેક ગ્રાહક માટે સટ્ટો રમવા માટેની મર્યાદા સેટ કરી શકું છું. તેઓને કોઇ સમસ્યા થાય અથવા તેમને કોઇ માહિતી મેળવવી હોય તો તેઓ વેબસાઇટના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને મદદ મેળવી શકે છે. કેટલાક જૂના ગ્રાહકો હજી પણ મને ફોન કરે છે. તેમને મારો અવાજ સાંભળવાની ટેવ પડી ગઈ છે. બાકી હવે મારા મોટા ભાગના ગ્રાહકો સીધા વેબસાઇટ પરથી જ બેટિંગ કરે છે.'
જુદા-જુદા બેટર્સ માટે ૫૦૦ ડોલરથી માંડી ૨૦૦૦ ડોલર સુધીની મર્યાદાઓ સેટ કરવામાં આવી હોય છે.
વિકી નામના એક પંટરે કહ્યું હતું કે 'હું ઓનલાઇન સ્પોર્ટ્સ બૂકને મારા ક્રેડિટ કાર્ડ નંબર મોકલતા ડરુ છું. કારણ કે મારા મિત્રોને તેના ખરાબ અનુભવ છે. મારા મિત્રોના ક્રોડિટ કાર્ડમાંથી અનેક વખત પૈસા ઉપડી ગયા છે. જ્યારે પૈ-પર હેડ વેબસાઇટમાં પૈસા ગૂમાવવાનો કોઇ ડર રહેતો નથી.કારણ કે આમાં તમારે કામ તો લોકલ બૂકી સાથે જ કરવાનું હોય છે. જે તમારો પરિચિત અને વિશ્વાસુ હોય છે. તાજેતરમાં હું ૨૦,૦૦૦ ડોલર જીત્યો ત્યારે મારા બુકીએ મને સમયસર ચૂકવણી કરી દીધી હતી.'
લોરેેન્સ વોલ્ટર નામના એક વકીલે જણાવ્યું હતું કે 'અમેરિકામાં સટ્ટો રમવો ગેરકાયદેસર છે, પરંતુ કોસ્ટા રિકા અને સેન્ટ્રલ અમેરિકાના દેશોમાં સટ્ટો રમવાની છૂટ છે. આથી આ માટેની વેબસાઇટ્સની ઓફિસ મોટા ભાગે ત્યાં આવેલી હોય છે. અહીં તેમને ધરપકડ કે પ્રત્યાર્પણની બિક રહેતી નથી. '
જીવનના જુદા-જુદા ભાગોમાં જેમ ટેકનોલોજિએ પગપેસારો કર્યો છે તેમ હવે સટ્ટા બજાર પણ તેમાંથી બાકાત નથી.
મેટ મોમ્બ્રી નામના એક સટ્ટા-બજારના નિષ્ણાતે કહ્યું હતું કે 'એક સમયે બુકીઓ તેમના બધા વ્યવહારો ફ્લેશ પેપર પર લખતા હતા. જેથી પોલીસ દરોડા પાડે ત્યારે તેને સળગાવીને નષ્ટ કરી શકાય. હવે આ ભૂતકાળની વાતો બની ગઈ છે. હવે તો બુકીઓ ટ્વિટ્ટર જેવી વેબસાઈટ પર સટ્ટો રમે તો પણ જરાય નવાઈ નહી લાગે.'
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved