Last Update : 29-April-2012, Sunday

 

૨૦૧૧માં મહા-માયા માયાવતી જોયાં હવે જુઓ ૨૦૧૨ના મારકણાં બેનરજી જે કેન્દ્ર સરકારને હુક પર રાખે છે
મહાકાળી-મમતા

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય

 

- પ.બંગાળમાં રાજકીય વેરઝેર, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની ગુંડાગીરી, મમતાનો છુટોદોર ઃ કોંગ્રેસ પાસે સાથ નિભાવ્યા વગર કોઈ છુટકો નથી...
- શ્રમજીવી અને મઘ્યમવર્ગમાં તે પ્રશંસા મેળવી રહ્યા છે, સરકાર સામેના તેમના વિરોધની યાદી ઘણી લાંબી છે, પંચાયતના જંગ માટે તૈયારી...

 

૨૦૧૧ના વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીને મહા-માયા બનાવ્યા હતા તો ૨૦૧૨ના વર્ષે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને મહાકાળી મમતા બનાવી દીધા છે. મમતાના રાજમાં ગરીબો-મઘ્યમવર્ગ તરફ મમતા છે તો રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષો માટે વેરઝેર છે. તે સમાચાર માઘ્યમોની કાનપટ્ટી પકડે છે અને કાર્ટૂનીસ્ટોને જેલમાં ધકેલી દે છે. યુપીએ કેન્દ્ર સરકાર માટે તે મારકણાં મમતા બની ગયાં છે. આમ મમતાના વિવિધ રૂપને એક સાથે નવાજવામાં આવે તો તે મહાકાળી મમતા બની જાય છે. પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસના વખતથી મહાકાળી પૂંજાતા આવ્યા છે.
મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને આપેલું અલ્ટીમેટમ ટોકંિગ પોઈંટ બની ગયું છે. રાજકારણમાં આગળ આવવા મથતા અને નસીબ ખુલે એની રાહ જોઈને બેઠેલા રાજકારણીઓ તેમજ રાજકારણમાં પ્રવેશવા ઈચ્છતા લોકોએ આ મમતા પુરાણ સમજવાની જરૂર છે. લાલી-લિપસ્ટિક વીનાની એક સામાન્ય ઘરની યુવતી, ખભે બગલ થેલો લટકાવીને પ્રજાની સેવા કરતાં-કરતાં મુખ્યપ્રધાન બની ગઈ, તેમણે ૩૪ વર્ષ રાજ કરનાર શાસકોને ઉથલાવ્યા હતા. મુખ્યપ્રધાન પદે બેઠા પછી પણ તેમણે પોતાની મતદારો તરફની લાગણી જીવતી રાખી હતી. આજે તે સોનિયા-ગાંધીની સમકક્ષ પાવર ધરાવતા મહિલા બની ગયા છે.
મમતા બેનરજીનું અલ્ટીમેટમ એટલે શું ?? આ રાજકીય દમ સિવાય બીજું કશું જ નથી એટલે તેને દીદીની દાદાગીરી કહે છે, સામે છેડે યુપીએ કેન્દ્ર સરકાર પણ અનુભવી છે તેણે આવા રાજકીય દમનો અનેકવાર અનુભવ કર્યો છે. રાજકીય દમની પાછળ રાજકીય તોડ-પાણી રહેલાં છે. મમતાને રાજ્ય માટે તાત્કાલીક કેન્દ્રીય સહાય તો જોઈએ જ છે પરંતુ સાથે સાથે કેન્દ્રમાં એકાદ વઘુ મંત્રાલય પણ તેમને જોઈએ છે. મમતાની નજર ગ્રામ વિકાસ મંત્રાલય પર છે. જયરામ રમેશને હટાવીને ત્યાં તૃણમુલ કોંગ્રેસના પ્રધાન મુકવા એ રાજકીય તોડનો પ્રથમ મુદ્દો બની જવાનો છે.
યુપીએ કેન્દ્ર સરકાર તો મમતાનું નામ સાંભળતા જ ઠંડી પડી જાય છે. વડાપ્રધાન મનમોહનસંિહની કમનસીબી એ છે કે અત્યાર સુધી તે એક મહિલા સોનિયા ગાંધીના આદેશોનું પાલન કરતા હતા હવે તેમને બીજી મહિલાના આદેશો પણ પાળવા પડે છે. આ બીજી મહિલા એટલે મમતા બેનરજી. વડાપ્રધાન ચાર ફોન કરે ત્યારે એકનો જવાબ મમતા આપે છે તે પરથી સમજી જાવ કે આ બાઈનો દમ કેવો હશે.
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે ડાબેરી પક્ષો પર રીતસરનું હલ્લાબોલ કર્યું છે. મમતા પશ્ચિમ બંગાળના વિકાસ માટે જેટલી બેઠકો કરે છે તેના કરતાં દશ ગણી બેઠકો પક્ષના સંગઠનને મજબૂત બનાવવાની સાથે-સાથે કાર્યકરોને છુટોદોર આપવા માટે કરે છે. ૧૧ મહિનાના તેમના શાસનમાં મમતાએ કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ડાબેરીઓને ભીંસમાં લેવાનું કામ કર્યું છે.
ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનો વિરોધ હોય, લોકાયુક્તનો વિરોધ હોય, રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીની હકાલપટ્ટી હોય, શભ્‌ભ નો વિરોધ હોય કે રાજ્ય માટે કેન્દ્રીય સહાય મેળવવી હોય, મમતાએ હંમેશા સામાવાળા સાથે શંિગડા ભરાવ્યા છે.
મમતા બેનરજીના કેન્દ્ર સરકાર વિરૂદ્ધના સાહસોની યાદી લાંબી છે. હવે તેમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગીનો મુદ્દો આવશે. મમતા અને સમાજવાદી પક્ષના મુલાયમસંિહ યાદવ વચ્ચેની બેઠક રાષ્ટ્રપતિ પદે એપીજે અબ્દુલ કલામને લાવવા વિચારી રહી છે. કોંગ્રેસ માટે આ મોટો પડકાર છે. ગઈ ટર્મમાં પણ કોંગ્રેસનો નિશ્ચિત ઉમેદવાર છેલ્લે બદલવો પડ્યો હતો. ત્યારે ડાબેરી પક્ષો સરકાર સામે પડ્યા હતા. આ વખતે મમતા બેનરજી સામે છે.
પશ્ચિમ બંગાળમાં જ્યારે ડાબેરીઓનું ૩૪ વર્ષનું શાસન ઉથલ્યું ત્યારથી મમતાએ ડાબેરી નેતાઓ પર દાઝ કાઢવી શરૂ કરી છે. બળાત્કારનો કેસ હોય તો પણ તે એમ કહેતા કે સરકારને બદનામ કરવાની આ ચાલ છે, અને બળાત્કારનો ભોગ બનેલી મહિલાનો ભાઈ ડાબેરી પક્ષનો કાર્યકર છે!! આ અગાઉ પોતાના એક કાર્યકરને છોડાવવા મમતા જાતે પોલીસ સ્ટેશન ગયા હતા. દેશના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું હતું. મુખ્યપ્રધાન ફોન કરે તો પણ કામ થઈ જાય તેના બદલે મમતા જાતે ગયા હતા. મમતાના આવા વર્તનથી તેમના કાર્યકરોમાં જોશ આવે છે. તૃણમુલના કાર્યકરને હાથ અડાડતાં પોલીસ સોવાર વિચારે એવી સ્થિતિ ઉભી થઈ છે.
તેમની એક આંખ ગરીબ અને મઘ્યમવર્ગ પર અમી દર્શાવે છે તો બીજી આંખ વિરોધીઓ પર આગ વરસાવે છે. એફડીઆઈથી માંડીને એનસીટીસીના વિરોધ સુધીના ઘટનાઓ પર નજર કરશો તો પ્રથમ નજરે એમ લાગે કે પ્રજા માટે લાભની વાત કરી છે પરંતુ લાંબુ વિચારો તો તે વિરોધ પક્ષોને મજબૂત બનાવતી ઘટનાઓ છે. મમતાનો વિરોધ કરનાર અને મનસ્વી રીતે રેલવે બજેટ બહાર પાડનાર દિનેશ ત્રિવેદી રાજીનામું તો આપવું પડ્યું છે પરંતુ પશ્ચિમ બંગાળમાં પગ મુકતા પણ ડરે છે. જ્યારથી તેમની હકાલપટ્ટી થઈ છે ત્યારથી તે પશ્ચિમ બંગાળ ગયા નથી.
આટલા કડક વર્તનવાળા હોવા છતાં મમતા લોકપ્રિય કેમ છે તેનો જવાબ જોઈએ. છેલ્લા કેટલાક સમયથી ભારતના પ્રતિભાશાળી રાજકારણીઓ પર ‘ટાઈમ’ મેગેઝીન ડોળો રાખી રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની દિશામાં જતા બતાવીને તેમને કવર પેજ પર સ્થાન અપાયું હતું. હવે ટાઈમ મેગેઝીને વગદાર ૧૦૦ લોકોમાં મમતાને સમાવ્યા છે. તેમને ન્યુયોર્ક ખાતે ભોજન સમારંભમાં આવવા આમંત્રણ અપાયું હતું. મમતાએ ના પાડી હતી કેમકે તે માઓવાદીઓના પ્રભુત્વવાળા લાલગઢમાં ગરીબ લોકોને મળવાના હતા. ક્યાં ન્યુયોર્કનું સેવન સ્ટાર જમણ અને ક્યાં આદિવાસીઓ સાથેનું જુવારના રોટલાનું જમણ!!
લોકોને મમતાની આ સ્ટાઈલ ગમે છે. ન્યુયોર્કમાં આમંત્રણ મળે એની ચાતક નજરે રાહ જોતા ભારતના સત્તાધીશો માટે તો મમતાની આ સ્ટાઈલ ગળે ઉતરે એવી નથી પરંતુ પશ્ચિમ બંગાળમાં તો આ સ્ટાઈલના કારણે મમતા પૂંજાય છે અર્થાત્‌ પ્રશંસા થાય છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય વેરઝેરના બીજ રોપાયાં છે. ડાબેરી પક્ષોને અને તેમના કાર્યકરોને મમતા બેનરજી દબાવી દેવા માગે છે. ક્યારેક અહીં રાજકીય હત્યા થાય છે તો ક્યારેય કાર્યકરો સામસામે બાંયો ચઢાવીને આવી જાય છે. રાજકીય વેરઝેર જ્યારે હત્યા તરફ વળે છે ત્યારે લોકો રાજકારણ તરફથી મોં ફેરવી લે છે. પશ્ચિમ બંગાળમાં પોતાનો કક્કો ખરો કરવાની લ્હાયમાં મમતા એવું માનવા લાગે છે કે મારી સામે કોન્સપાયરેસી કરતી ચંડાળ ચોકડીમાં ડાબેરી પક્ષો અને કોંગ્રેસ બંને જોડાયેલા છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ તો આ બાઈથી તોબા-તોબા કરે છે પરંતુ સોનિયા ગાંધી મમતામાં પૂરો ભરોસો રાખે છે.
મમતાએ એટલે સુધી કહ્યું કે ‘રાજા ચલેં બજાર કુત્તેં ભોંકે હજાર...’ જોકે તે આટલેથી અટકતા નથી પોતાનું છાપું બહાર પાડવા માગે છે, ટીવી ચેનલ પણ બહાર પાડવા માગે છે. મમતા ઈન્ડસ્ટ્રીયલ પેપર માટે પણ પ્લાન કરે છે. તેમની સરકારની આરતી ના ઉતારે એવા ૧૩ છાપાઓને સરકારી ગ્રાન્ટ વાળી લાયબ્રેરીમાંથી હટાવી દીધો છે.
જે કોઈ મુખ્યપ્રધાન ના કરે તે મમતા બેનરજી કરે છે. મમતા સાથે બે સિક્યોરીટી વાળા માંડ રાખે છે. તેમને તે ટ્રાફીક પોલીસ કહે છે. આસપાસની ભીડ કંટ્રોલ કરવી એ કામ તેમને સોંપાયું છે.
એક રાજ્યના મુખ્યપ્રધાન વડાપ્રધાનને દબડાઈ જાય એવું તો ભારતના રાજકારણમાં ક્યારેય બન્યું નથી. મમતા ગુસ્સાને કાબુમાં રાખી શકતા નથી એવું નથી, જો એવું હોત તો તે મઘ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગના દિલમાં રાજ ના કરી શકત. દશ વર્ષ પહેલાં એનડીએમાં મમતા હતા ત્યારે પગ પછાડીને ગુસ્સો વ્યક્ત કરી રાજીનામું આપી દેતા હતા. આજે તે ગુસ્સો કરે છે પરંતુ બીજાને રાજીનામું અપાવે છે. તેમનો ગુસ્સો કાબુમાં રાખતા તે શીખી ગયા એ સિદ્ધી એ જ તેમને રાજકીય જંગ જીતાડતા કરી દીધા હતા.
સર્વાઈવલ સ્ટ્રેટેજીસ નામની કોલમમાં લોકપ્રિય લેખક સુહેલ શેઠે એક પ્રશ્નના જવાબમાં લખ્યું છે કે મમતા બેનરજીને ખબર છે કે બંગાળની પ્રજાને શું જોઈએ છે અને વડાપ્રધાન મનમોહનસંિહને શું નથી જોઈતું ??
દરેક અંગ્રેજી મેગેઝીનો મમતા વિશે લખવા તત્પર હોય છે કેમકે કેન્દ્ર સરકારમાં આ એક એવી બાઈ છે કે જે મઘ્યમવર્ગની સમસ્યા માટે કેન્દ્ર સાથે બાથ ભીડે છે. મમતાની સૌથી મોટી હોંશિયારી એ છે કે તે વડાપ્રધાનને નથી ગાંઠતા એ તો ઠીક પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ ગાંઠતા નથી. કોંગ્રેસ માટે સૌથી મોટી દુઃખની વાત ગાંધી પરિવારને નહીં ગાંઠવાની છે.
આ વર્ષના અંતે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીઓ આવશે અને પછી લોકસભાનો જંગ આવશે. પંચાયતના જંગ માટે મમતા સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે લોકસભાની ૪૨માંથી ૩૫ જેટલી બેઠકો જીતવાની વ્યૂહ રચના તે અત્યારથી જ કરી રહ્યા છે.
મા-માનુષ-અને માટીની વાતો કરતાં-કરતાં મમતા બેનરજી વ્યૂહરચનાના માસ્ટર બની ગયા છે. રાજ્યમાં ડાબેરીઓનો સફાયો કરવો અને કેન્દ્રમાં સરકારને કમરેથી ઝુકાવવા તે મહાકાળી મમતા બની ગયા છે.
મારકણાં મમતા એટલે ઝનૂની મમતા. મારકણા શબ્દ નજાકતતા સાથે જોડાયેલો છે. આપણે ત્યાં બધાને શંિગડા મારતી ગાયને મારકણી કહીએ છીએ. પાણીદાર આંખો વાળી સ્ત્રીને પણ મારકણી આંખો વાળી (નયન-કટારી) કહેવાય છે. અહીં મારકણાં મમતાની હડફેટે જે ચઢ્‌યો તે ગયો એમ સમજવાનું પરંતુ મહાકાળી મમતામાં પ્રેમ, રાજકીય શક્તિ, પ્રતિસ્પર્ધીઓનો સંહાર કરવાની શક્તિ બઘું જ છે એ દેખાઈ આવે છે. કોંગ્રેસ ત્રસ્ત હશે પણ સત્તા પર ટકી રહેવા માટે બાંધછોડ કર્યા વગર છુટકો નથી.
મમતા બેનરજીને હસતાં જોવાં એ પણ લહાવો છે. તેમનું કાર્ટૂન દોરનારા એ પરિવર્તન સ્વીકારનારાઓમાં નથી આવતા. મમતા બેનરજીને બે-ત્રણ વર્ષ રાજ કરવા દેવું જોઈએ અને પછી ટીકા-ટીપ્પણ કરવી જોઈએ. લેખકો-કાર્ટૂનીસ્ટો સ્વતંત્ર છે એ વાત સાચી પરંતુ આડેધડ પીંછી ફેરવવી કે આડેધડ કલમ ચલાવનારને અંકુશમાં રાખવાની નીતિ પણ ખોટી નથી. મમતા બેનરજીનું કાર્ટૂન દોરનારની પ્રથમ કાર્યકરોએ ધોલાઈ કરી હતી અને પછી પોલીસે કાર્ટૂનીસ્ટની ધરપકડ કરી હતી. આવા કાર્ટૂનીસ્ટ અને લેખકો ક્રિએટીવીટીના નામે તેમની દુકાન ચલાવતા હોય છે. પરંતુ મમતા રાજની આચારસંહિતા અલગ છે.
મમતાનું નામ ભ્રષ્ટાચારમાં ક્યાંય આવી શકે એમ નથી, અન્ય લફરાં પ્રકરણમાં તે સપડાય એમ નથી. તોફાનીઓ ક્યાં છે અને કોણ તોફાન કરાવે છે તે કુંડળીના તે જાણકાર છે. મમતાનો મૂડ કોર્પોરેટ ક્ષેત્રના લોકોની સાથે અને પોતાના પક્ષના લોકો સાથેની ચર્ચામાં સાવ અલગ પ્રકારનો હોય છે. કોર્પોરેટ ક્ષેત્રના લોકોને મમતામાં બિઝનેસ વુમન દેખાય છે, ડાબેરી પક્ષોને તે મારકણી દેખાય છે, કોંગ્રેસને તે મહામાયા લાગે છે તો તેમના પક્ષને તારણહાર લાગે છે પરંતુ પ્રજાના મનમાં તો તે મહાકાળી મમતા બની ચૂક્યા છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved