Last Update : 29-April-2012, Sunday

 

આ વેકેશનમાં જાણવા - માણવા જેવા વેબસાઈટસ, સીરિયલ્સ, મ્યુઝિક, મૂવીઝનું ગિફટ હેમ્પર!
ગુન ગુન ગુના રે વેકેશન ગાના રે...

સ્પેકટ્રોમીટર- જય વસાવડા

ગયા ‘અનાવૃત’માં વેકેશનના વાંચનથાળથી તૃપ્ત થયા પછી હવે ટાઈમ છે, ક્રીમી ડ્રીમી ડિઝર્ટસનો એન્ટરટેઈનમેન્ટ પેકેજનો!
(છ) વેકેશનવેબસાઈટ ઃ
(૧) www.smithsonianmag.com : એક વખત એવું બન્યું કે, વિખ્યાત મેગેઝીન ‘લાઈફ’ના એડિટર એડવર્ડ થોમ્પસન નિવૃત્ત થયા અને તત્કાળ એમને વિશ્વના શ્રેષ્ઠત્તમ મ્યુઝિયમ્સ એન્ટ્રી ફી વિના ચલાવતા સ્મિથસોનિયન ઈન્સ્ટિટયુશને પોતાનું મેગેઝીન બહાર પાડવા માટે રોકી લીધા. અને એવા જીજ્ઞાસુઓ કે જેમને મોક્ષને બદલે આ માયાલોકમાં રસ છે, એમને રસ પડતા વિષયોનું એક મેગેઝીન ચાર દાયકા પહેલા શરૂ થયું. ઈતિહાસ અને સંસ્કૃતિ, કળાઓ, પુરાતત્વ, પ્રકૃતિ, પ્રવાસ, વિજ્ઞાન જેવા વિષયો પર લગડી જેવા લેખો અને છપ્પનભોગ જેવી છબીઓ સાથેનું આ મેગેઝીન ભારતમાં સ્ટોર પર મળતું નથી. પણ આ સાઈટ પર નેટમાં ઉપલબ્ધ છે. આ સાઈટ પર ગેમ્સ, પઝલ્સ, વિડિયોઝ અને બ્લોગ્સ પણ છે. આફ્રિકાના પેંગ્વીનથી વિશ્વના સૌથી મોંઘા શાક સુધીના અઢળક વિષયો વાંચતા વાંચતા વેકેશન નહિ, જીંદગી પુરી થઈ જાય!
(૨) www.sejal.vidyarth. blogspot.in & : ‘સા વિદ્યા યા વિમુકતયે’ જેવું ધરાવનાર આ બ્લોગ જો કે, મોટે ભાગે અઘરા નહિ એવા અંગ્રેજી લખાય છે. પણ વેકેશનમાં ખાસ વાંચવા જેવો છે. એ બ્લોગ એક આઘુનિક ગુજરાતી માતા લખે છે. અને ખુશીની વાત એ છે કે એ આ કટારની વર્ષો જૂની વાચિકા છે. અલબત્ત, એ કારણથી આ બ્લોગ અહીં નથી. પણ વાંચતા વાંચતા એ સેજલબ્હેનને મન થયું પોતાના બાળકોને સ્કૂલને બદલે ઘેર જ ભણાવવાનું! અને હંિમતપૂર્વક એ આઈ.ટી.પ્રોફેશનલે આ પડકાર ઝીલી લીધો. એમના બંને બાળકો સાથે આજના સમયમાં એમને ઘેર ભણાવવાના કરેલા પ્રયોગોનું અને એમના ઘડતરની પ્રક્રિયાની તવારિખ અહીં નોંધાતી જાય છે. એટેન્શન, પેરન્ટસ એન્ડ ટીચર્સ!
(૩) www.faking news.com : વેકેશન માત્ર ચંિતન માટે જ નથી. ચંિતાનું ચૂરણ કરી ચાવી જવા માટે પણ છે. કેટરીના કૈફ પછી ઈમરાન હાશમીએ કિસ કરી હોવાને લીધે બાયસેકસ્યુઅલ કેરીનું નિધન, ઈમોશનલ દ્રશ્યોમાં નરગીસ ફકરી કરશે બોડી ડબલનો ઉપયોગ, ડી.કે. બોસ (દિલ્હી બેલી)ને રાષ્ટ્રીય દોડવીરનો પુરસ્કાર, અને રાખી સાવંત રાષ્ટ્રીય મા-બહેન, માયાવતીના પૂતળા પર મમતાનો ચહેરો ચોંટાડી એને બંગાળને વેંચવાની અખિલેશ યાદવની દરખાસ્ત, રાહુલ (ગાંધી)ને બદલે ભૂલથી રાહુલ (દ્રવિડ) લેશે નિવૃત્તિ... આવી બધી હેડલાઈન્સ વાંચો તો ભારતની નંબર વન કટાક્ષની વેબસાઈટ ફેકંિગન્યુઝના હોમપેજ પર હો, એવું માની લેવું! ૨૦૦૮માં રાહુલ રોશન નામના યુવાન પત્રકારે સાંપ્રત બનાવોની ફિરકી લેતા બનાવટી સમાચોરની આ સાઈટ અમેરિકાની ‘‘ઓનિયનડોટકોમ’’ પરથી પ્રેરિત થઈ શરૂ કરી, ત્યારપછી એ સુપરપોપ્યુલર તો પુરવાર થઈ જ છે. પણ એનું ફન માણવા માટે રાજનીતિથી રમતગમત સુધીની ઘટનાઓનું સામાન્ય જ્ઞાન પણ થયું અને હા, આ સાઈટનું હિન્દી વર્ઝન પણ છે. એની નકલ કરવાના પ્રયાસો કરનારા થનગનભૂષણો મોંભેર પટકાયા છે, કારણ કે એમ પબ્લિકને રોજેરોજ હસાવવાની ચેન્જવાળી રેન્જ કંઈ સહેલી નથી!
(૪) www.mavjibhai.com& : નામથી સાવ દેશી લાગતી આ સાઈટ ખરેખર તો ગુજરાતી સાહિત્યની સમંદરની તળિયે ડૂબેલી ટાઈટેનિક પર ટીનેજર્સને લઈ જવા માટે ખાસ્સી ઉપયોગી છે! ગુજરાતી ભાષાની કેટલીય ખોવાઈ ગયેલી, આજના યુગમાં ભૂલાઈ ગયેલી પણ ખરેખર ખોવી કે ભૂલવી ન જ પાલવે એવી બેનમૂન કવિતાઓ, ગીતો, લોકગીતો, લગ્નગીતો, કહેવતો, અહીં જસ્ટ એક કિલકમાં જાણે આળસ મરડીને આપણા ટચાકાવાળા દુખણા લેવા બેઠી થાય છે. વળી એમાં અમુક જગ્યાએ તો રેર કહેવાય એવા રંગભૂમિના ગીતો સાંભળવાની ઓડિયો લિન્કસ પણ છે! માતૃભાષા ખાતર મસમોટી સંસ્થાઓ જે નથી કરી શકી, એ આ એક સાઈટમાં થયું છે. શબરીના બોરની અહીં થાળી નહિ, દેગડો ભર્યો છે, ઉલેચી લો આ વેકેશનમાં!
(મ્) વેકેશન મૂવી ટીવી પીસી ઃ
(૧) આઈ.એમ.કલામઃ એક નાનકડી, પણ રૂપકડી ફિલ્મ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ ગાજે છે, ત્યારે ખરેખર રાષ્ટ્રના હૃદયમાં વસેલા પ્રમુખ અબ્દુલ કલામ અન્ય કેટલાક પ્ર-મૂર્ખ મહાનુભવો કરતા કેટલા પ્રેરણાદાયી હતા, એની વાત! જો કે, એમાં કયાંય કલામની કથા નથી. પણ હોટલમાં વેઈટર તરીકે કામ કરતો એક ગરીબ બાળમજૂર એમનામાંથી પ્રેરણા લઈને ભણવા અને વાંચવાના સપના નિહાળે છે, એની સ્વીટ સિમ્પલ સ્ટોરી છે. એમાં રાજકુમાર સાથેની નિર્દોષ દોસ્તીની મસ્તીની તાજગીની ક્ષણો હોય છે. દેશના સેંકડો બાલકોના શિક્ષણના ભવિષ્યનું દર્દ - ફિલ્મ તરીકેનું શરીર જરા કૃત્રિમ હોવા છતાં, એનું હૃદય અસલી છે!
(૨) ટિન્કર ટેલર સોલ્જર સ્પાય ઃ અવનવા હથિયારે ઉહૂં દિલધડક કાર ચેઝ? ના રે ના. ધમાકેદાર એકશન? નહીં. ગ્લેમરસ ગર્લ્સ? નો નો નો. છતાં ય એક જોરદાર જાસૂસી ફિલ્મ! જાણીતી નવલકથા પરથી એક સ્વીડિશ ડિરેકટર આલ્ફ્રેડસને બનાવેલ આ ફિલ્મ શાસ્ત્રીય સંગીતના રાગમાં તર્જબઘ્ધ થયેલા રોક સોંગ જેવી છે! મતલબ ધીમી બળતી અને વઘુ લહેજત આપતી થ્રીલર! જેમાં પ્રૌઢ પણ ચબરાક જાસૂસ સ્માઈલી બ્રિટિશ ઈન્ટેલીજન્ટ સર્વિસમાં ધૂસેલા રશિયન એજન્ટને શોધવા નીકળે છે, અને એની સાથે જ પ્રેક્ષક પણ જોડાઈ જાય છે, નાના નાના નિરીક્ષણોથી પુરાવા શોધવા! અને દાયકાઓ પહેલાનું ઘૂળિયું, ભૂખરૂં, ઘુમાડિયું લંડન જોવા!
(૩) ડિસ્પિકેબલ મી ઃ એનિમેશન ફિલ્મના પરદેશથી ઢગલા થાય એ જ સારૂં છે, કારણ કે, ઢંગની બાળકો માટેની ફિલ્મ્સ ત્યાં જ બને છે. એમાંથી એક જોઈ કાઢવી હોય વેકેેેશનમાં તો ‘ચંદ્ર-ચોર’ (જી હા, લિટરલી!) થવા માંગતા એક ગુ્ર નામના બદમાશના ત્રણ અનાથ બાળકીઓની માસૂમ મહોબ્બત દ્વારા થતા હૃદય પરિવર્તનની આ કમાલ કોમેડી માણવા જેવી છે. એ સ્પેશ્યલી આ હિન્દી ફિલ્મ જેવા પ્લોટમાં પ્લસ થતી સાયન્ટિફિક એકશનના ધમાલ એનિમેશનને લીધે! હવે તો એની સિક્વલ પણ બની રહી છે.
(૪) ઃ બાત બન જાયે ઃ જરૂર ન હોય એવી (વાંચો, અમિતાભની) ફિલ્મોની રિમેક બન્યા કરે, એના કરતા તો આ ૧૯૮૬ની ફિલ્મની વઘુ ધમ્માલ રિમેક (ઉત્પલ દત્તના સ્થાને તો પરેશ રાવલ સિવાય બીજું કોણ હોય?) બાસુ ચેટરજીને બદલે પ્રિયદર્શન બનાવી શકે તેમ છે. પૈસાદાર હોવા છતાં ઘણા સામ્યવાદી પ્રકૃતિના ચંિતકશ્રેષ્ઠોની જેમ અમીરીથી ચીડાતી હીરોઈન ઝિન્નતને ધરાર કોઈ ગરીબ જ મૂરતિયા સાથે મેરેજ કરવા છે. કાકા ઉત્પલ દત્ત ‘ગરીબ’ ને ગોતવા કછોટો વાળી મેદાને પડે છે, પણ જે ગરીબ હાથમાં આવે એ અમીર થઈ જાય! અમોલ પાલેકર, શક્તિ કપૂર, મિથુન, સંજીવ કુમાર, રાજ બબ્બર, જલાલ આગા જેવી ઘુરંધર સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ વેકેશન સ્માઈલી આપશે!
(૫) ફ્રાઈટ નાઈટ ઃ પરફેકટ હોરર એન્ટરટેઈનર ઈમરાન હાશ્મી જેવા દીવાના કોલિન ફેરલની સુપર સ્ટાઇલિશ વિલનગીરી સામે બાથ ભીડતા બે ટીનએજર્સ અને ચીલંિગ થ્રીલંિગ પકડદાવ! ભૂત, ભૂતાવળની સાથે ભૂવો તો હોય જ અને આખી ફિલ્મમાં નવો અંદાજ એ ભૂવાના પાત્રનો જ છે! થોસ્ટ એકસ્પર્ટ હોવાનો માર્કેટંિગ માટે દાવો કરતાં એક હાથચાલાકીવાળા કોમિક જાદૂગર માથે સાચ્ચે જ એક વેમ્પાયર સામે બાથ ભીડવાનું ભગીરથ કામ આવી પડે છે! ફાસ્ટ પેસ્ડ એકશન ઉપરાંત કેટ વિન્સલેટના યુવા અવતાર જેવી હીરોઇન ઇમોજેન યુટ્‌સની પાછળ તો શેતાન પણ લટ્ટુ થઇ જાય છે.
(૬) સુપર ૮ઃ ૧૯૭૯ના ઉનાળામાં થોડા કિશોર વયના કલાસમેટ્‌સ સુપર એઇટ હેન્ડ હેન્ડલ્ડ પ્રોજેકટરના ત્યારના પોપ્યુલર ફોર્મેટમાં ફિલ્મ બનાવવાની કોશિશ કરે છે, અને એ જ વખતે રેલ્વે લાઇન પર બનેલી એક ભયાનક ભેદી ઘટના પણ કેમેરામાં ઝડપાઇ જાય છે! એમની જ બાયોલોજી ટીચરને સંડોવતુ એ રાષ્ટ્રીય રહસ્ય શું છે? ફ્રેન્ડશિપ, લવ, એડવેન્ચર, સાયન્સની સાથોસાથ એલિયન ઇન્વેઝનનું એકશન પણ સેન્સેટિવલી બયાન કરતી આ ફિલ્મ એનિડ બ્લાઇટનની ફેમસ ફાઇવ (કે આપણા ‘તીન તોખાર’)ના રસિયાઓએ માણવા જેવી છે.
(૭) ડેકસ્ટરઃ સ્ટાર વર્લ્ડ પર (હિન્દીમાં તો બધાને ‘બડે’ જ અચ્છે લગતે હૈ, બીજું કયાં જોવાનું રહ્યું છે!) આવતી આ ટીવી સિરિયલમાં એક એવો જાંબાઝ નાયક છે, જે મર્ડર કરીને છુટી ગયેલા કિલર્સ, અપરાધ કરીને છૂટી ગયેલા ક્રિમિનલ્સની સામે જાતે જ ઇન્વેસ્ટિગેશન કરી, પુરાવા એકઠા બચપણથી એનામાં રહેલી ‘ખૂનની ભૂખ’ સંતોષવા (જે એના પાલક પોલિસ અફસર પિતાએ કડક ટ્રેનંિગથી ગુનેગારોને ટાર્ગેટ કરવા તરફ વાળી છે!) એને પકડાયા વિના ખતમ કરી નાખે છે. ઇન્ટરેસ્ટંિગ છે ને? એકસાઇટંિગ પણ છે જ.
(૮) ધ બિગ બેંગ થિયરીઃ અગેઇન સ્ટાર વર્લ્ડ! સોમથી શુક્ર રાત્રે ૮-૩૦ વાગે. સ્માર્ટ સ્માઇલ્સનું હુલ્લડ! અઢળક એવોર્ડસ જીતી ચૂકેલા આ શોમાં પાંચ મુખ્ય પાત્રો છે, જે યંગલંિગો (યુવાનોની ભાષા, યુસી?)માં નર્ડ, ગીક છે. યાને કે ચશ્મીસ ઢબ્બૂજી ટાઇપ વેદિયા પંતુજીઓ! આ યુવક- યુવતીઓ સાયન્ટીસ્ટસ છે. (એક વળી વેઇટ્રેસ છે) અને દુનિયાના સીધાસાદા કારોબારની એમને ખબર પડતી નથી. અને રિલેશનમાં કે સોશ્યલ કર્ટસીમાં ય ગરબડગોટાળા કરે છે! એમાં વળી બીજા પાત્રો ઉમેરાય છે અને પછી રમૂજી સંવાદોની અને હળવી સિચ્યુએશન્સની રમઝટ! એક પાત્ર ભારતીય કુણાલ નય્યરે ભજવેલું રાજેશનું ય ખાસ્સું લોકપ્રિય છે, અને એની બહેન પ્રિયા (આરતી) પણ ઉમેરાઇ છે! ગો ફોર મેડ હયુમર!
(૯) લિજેન્ડ ઓફ ઝેલ્ડા- સ્કાયવર્ડ સ્વોર્ડ ઃ જાપાનની નિન્ટેન્ડો કંપની ગેમ સીરિઝનું આ લેટેસ્ટ વર્ઝન છે યાર, સિરિયલ નથી. ગેમંિગના શોખીનોની ભાષામાં આ ‘ફાઇનલ ફેન્ટેસી’ જેવી કોમ્બેટગેઇમ છે. જેમાં હંિમત, તાકાત અને ડહાપણની દેવીઓએ એકઠાં મળીને રચેલા એક શકિતશાળી ટ્રાઇફોર્સ બનાવે છે, જેની સુરક્ષા પ્રિન્સેસ ઝેલ્ડા કરે છે, અને આખું સાહસ લિન્ક બનીને હાયરૂલ નામના આગવા બ્રહ્માંડમાં રમવાનું છે.
(૧૦) અનચાર્ટેડ ઃ ગોલ્ડન એબીસઃ પનામાના એક પ્રાચીન દેવાલયોમાં. હી. નાથાન ડ્રેક મિત્રમાંથી હરીફ બનેલા જેસન હાન્તે સાથે ખોદકામ કરવા આવેલ દાન્તેની દોસ્ત ચેઝ ડ્રેકને પોતે શોધેલો એક અવશેષ બતાવે છે, અને ઘણાં શેતાની ઇરાદાઓની ડ્રેકને ખબર પડે છે, અને શરૂ થાય છે ટકાટક લોકેશન પર ચકાચક ફાઇટસની ગેઇમરાઇડ!
(C) વેકેશનલિસન ઃ
(૧) લંકાઃ આ ભૂલાઇ ગયેલી (મનોજ- રિયા બાજપાઇની) ફિલ્મનું સંગીત ભૂલાય એમ જ નથી! એકથી વઘુ સંગીતકારોના સહિયારા પ્રયાસનું પરિણામ પ્રયાગ સંગમ જેવું આહલાદક છે. સોનુ નિગમે ગાયેલું ‘આપ કી આહટ’ કે ‘બેરહમ હૈ હમ’ (કેકે) બંને કાનોથી પીવાયા પછી ધીરે ધીરે ચડે એવા છે. સુનિધિના લચીલા અવાજમાં ‘હાય રામા’ એવરેજ ગણો તો ય ૠષભ શ્રીવાસ્તવનું ઇલ્તીજા રોકંિગ ફીલંિગ જ આપે છે. અને તોશી સાબરીનું તૂ હી તૂં સુફીયાના આશિકાના અંદાજની ઉડાન છે! પણ શિરમોર છે ગૌરવ દાગોન્કરે કમ્પોઝ કરેલ અને શ્રેયા ઘોષાલે ગાયેલું ‘શીત લહર હૈ, ભીગે સે પર, થોડી સી ઘૂપ માંગી હૈ!’ અદ્દભૂત કવિતા, અવર્ણનીય ઘૂન! સીમા સૈનીના લખેલા શબ્દો તો સાંભળો, ઉપ્સ... વાંચોઃ તિનકા તિનકા રાત કા ઉધેડો, દિન આઝાદ હૈ કેહ દો ના, ભીતર ભીતર કિતની ઉમસ હૈ (બફારો) હૈ, થોડી સાંસે દે દો ના! મધરાતના સાંભળો તો નસોમાં વહેવા લાગે!
(૨) ટેન્ગલ્ડ ઃ આ મસ્તમજાની ડિઝની ફિલ્મ પર તો આખો લેખ લખી નાખેલો. પણ વાત તો છે એના સેપરેટલી માણવા જેવા એટલા જ મદીલાનશીલા સાઉન્ડ ટ્રેકની! મ્યુઝિકલમહર્ષિ ગણાતા વેટરન એલન મસ્કીનનો સ્કોર જાણે કોઇ ખોવાયેલી દુનિયામાં ખેંચી જાય છે! જવાન થયેલી દીકરી બહાર જશે, તો ઉડી જશે એના ભયથી ભડકતી માતાની મેનિપ્યુલેટિવ મથામણનું ‘મધર નોઝ ધ બેસ્ટ’ હોય કે પછી- દરેક માણસને, ગમે એવા કદરૂપા કે ડરામણા ઇન્સાનને પણ એક રૂપાળું સપનું તો હોય જ છે, એ બયાન કરતું ફૂટ ટેપંિગ ‘આઇ હેવ ગોટ એ ડ્રીમ!’ તો એક કુંવારી કન્યાના કામણગારા શમણાંના થનગનાટને ઝીલતું ‘વ્હેન માય લાઇફ બિગિન’ તો નિતાંત (યાને અપ ટુ એન્ડ) ખૂબસુરત કવિતા છે. એકલી છોકરી વ્હેલી ઉઠી ઘરકામ, વાસીદુ કરે, થોડું ગાય, થોડું ગુંથે, રાંધે, રમે, કશુંક વાંચે, કશુંક ચીતરે અને વિચારે કયારે મારી જીંદગી આ રોજના રૂટિનમાંથી આઝાદ થઇને શરૂ થશે? એન્ડ ટોપ ઓફ ઓલ- સુપરહિટ ‘આઇ સી લાઇટ’ એક એક લીટીમાંથી ટપકતો મઘુર રોમાન્સ, જેમાં બહારની રોશની જોતાં જોતાં બે મુગ્ધ પ્રેમીઓ એકબીજાની લાગણીઓની પહેચાન કરે છે!
(૩) એક દીવાના થાઃ ‘રહેના હૈ તેરે દિલ મેં’ જેવી માઇન્ડબ્લોઇંગ મ્યુઝિકલ આપનાર ગૌતમ મેનનની પ્રતીક બબ્બર, એની જેકસનવાળી આ તામિલ બ્લોકબસ્ટરની રિમેક (મૂળ ફિલ્મના પોએટિક ટ્રેજીક અંતને ઓડિયન્સ ફ્રેન્ડલી કર્યો હોવા છતાં) ન ચાલી. પણ એના રહેમાની ગીતો એક વાર મોબાઇલમાં પણ ચાલવું શરૂ કરો તો દિમાગમાં ય અટકે તેમ નથી! બેસ્ટ ઓફ ધ બેસ્ટ તો આલ્ફાન્ઝો જોસેફનું ‘એરોમાલે’ (મતલબ માય બિલવ્ડ, પ્રિયતના કે પ્રિયતમ!) છે જ. એનું માત્ર એક જ શબ્દને બાગેશ્રીમાં બહેલાવીને શ્રેયાએ ગાયેલું ફિમેલ વર્ઝન તો ઉનાળાની ગરમીમાં આઇસ કયુબ્સની ઠંડક આપે તેમ છે! હોસાનાના ફાસ્ટ પેસ્ડ મ્યુઝિક કરતાં વઘુ ઝડપથી રગેરગમાં બળતરા પેદા કરે એવું એ. આર. રહેમાને પોતે ગાયેલું ‘કયા હૈ મહોબ્બત’ છે અને ‘દોસ્ત હૈ હમ તો’ જયાં દિલોના ધડકનની કહાની જ બયાન કરે છે. શરમંિદા, જોહરા જબીં અને ફૂલોં જૈસી પણ દીવાના બનાવી દે તેવા.
(૪) અવર ડેઝ લાઇવ (૨૦૦૯)ઃ અલગ અલગ સંિગર્સ સાથે મળીને કરેલી મ્યુઝિકના મેજીશ્યન કોન્સર્ટ / સ્ટુડિયો આલ્બમનું આ સંિગર કોલ સાથેના પરફોર્મન્સવાળુ છે. જેમાં પરફોર્મન્સની સાથે જ ઇરોટિક ડાન્સ એક કાળા વસ્ત્રોમાં સજજ ગોરી તરજની સાથે તરવરાટ જોડીને કરે છે, અને છતાંય સંગીત તમારા રક્તને વઘુ ઉત્તેજીત કરે છે. અ ગ્રેટ વિડિયો ફ્રોમ આઉટ ઓફ ધ વર્લ્ડ!
(૫) ડાન્સ ઇટ અગેઇન ઃ માર્ક એન્થની સાથેના દાંપત્યની સમાપ્તિ, પછી હવે જેન્નેકસ્ટ મળે તો આઉટડેટેડ થયેલી જે. લો. યાને જેનિફર લોપેઝ ફરી પિટબુલ સાથે મળીને પોતાની કિલર કર્વ્ઝ ધરાવતી કાયાની માયાવી મોહિની પાથરવા આવી પહોંચી છે, અને ગુ્રપ ઓર્ગી જેવા ઉત્તેજક દ્રશ્યોને લીધે ‘ડર્ટીં પિકચર’ પણ ટીવીમાં ન બતાવતા (પણ ડર્ટી એકટ કરવામાં ન શરમાતા) આ ચોખલિયા દેશમાં એ ઇન્ટરનેટ પર જ જોવાની છે, પર્પલ બ્લ્યુ ડ્રેસમાં થિરકતી જે.લો.ને! એએએએહ!
(૬) માર્તિકા’ઝ કિચનઃ આ ગીતનો ય એક જમાનો હતો, કોણ માનશે? મૂળ કયુબાની આ અમેરિકન પોપસંિગર ’૯૦ના દાયકામાં એમટીવી પર આ ચંચળ ચેનચાળાથી ભરપૂર વિડિયોથી છવાઇ ગઇ હતી. પણ એના રણકદાર બ્રોન્ઝ વોઇસ સાથે આ સોંગ પણ એવું જ ધમાલિયું છે!
આ બઘું લાઇવ માણવા lanetjv.wordpress.com પર કિલક કરો, અને વેકેશનવિહાર? એ માટે જસ્ટ વેઇટ કરો!
ફાસ્ટ ફોરવર્ડ ઃ
વેકેશનમાં (પૂરો થઇ જાય એ પહેલાં માણવા જેવો) કોમેડી શો?
‘નિર્મલ દરબાર’!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved