Last Update : 29-April-2012, Sunday

 
 

સત્યના હાથમાં એક સાઘ્યની જેમ જીવવું એ પણ એક પ્રકારનું સદ્‌નસીબ છે

સ્પાર્ક - વત્સલ વસાણી

 

સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આર્કિમિડીઝને કોણ નથી જાણતું ? ભૂમિતિના અનેક સિદ્ધાંતો એણે આપ્યા. સ્ક્રૂ, ગરગડી અને લીવર સેવા સાદા છતાં યુગ પરિવર્તક યંત્રો સમાજને એના દ્વારા મળ્યા. સિસિલીના સાયરાક્સ શહેરમાં એ જન્મેલો એના પિતા પણ ખગોળશાસ્ત્રના જાણકાર હતા.
આર્કિમિડીજ સ્વભાવથી ઘૂની હતો. ભૂમિતિના સિદ્ધાન્તોની શોધમાં એ એટલો જ ખોવાયેલો રહેતો કે દિવસો સુધી નાહ્યા વિના જ પોતાના કામમાં મશગૂલ રહેતો. ગ્રીસના એ વખતના સમ્રાટે એને સુરક્ષા સલાહકાર બનાવેલો એટલે ઘણીવાર તો રાજાના સૈનિકો ઉંચકીને એને સ્નાનાગારમાં લઈ જતા અને નહાતી વખતે પણ એ યુદ્ધના ઉપકરણો અને ભૂમિતિના સિદ્ધાંતો શોધવામાં જ મશગુલ રહેતો. રોમન સમ્રાટ માર્સેલસના સૈન્ય સામે રક્ષણ આપવા આર્કિમિડીજે અનેક હથિયારોની શોધ સાથે રક્ષા પ્રણાલિ વિકસીત કરી.
એકવાર સમ્રાટ હીરોએ મુકુટ ઘડવા માટે સોનીને કેટલુંક સોનું આપ્યું. રાજમુકુટ તૈયાર થઈને આવી ગયો. રાજાને એનો આકાર, નકશીકલા અને સજાવટ ગમી. મુકુટ ખૂબ કંિમતી હતો પણ ન જાણે કેમ રાજાના મનમાં શંકા જન્મી કે જેટલું સોનું આપેલું એ બઘું એણે વાપર્યું કે કેમ ? અંદર કોઈ હલકી ધાતુની ભેળસેળ તો નહીં કરી હોય ને ? વચ્ચેના ભાગમાં બઘું નક્કર હશે કે કોઈ ચાલાકી કરી કેટલુંક સોનું પોતે તફડાવી લીઘું હશે ? અંદરના ભાગમાં શું હશે એ તો ઉપરથી કહી શકાય નહીં. ભેળસેળ જાણવી હોય તો મુકુટ તોડવો પડે પણ એના નકશી કામની કળા એટલી મનમોહક હતી કે રાજા એને તોડ્યા વિના જ પોતાની શંકા છે કે નહીં તે જાણવા માગતો હતો. ઘણાની સલાહ લીધી પણ કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યું નહીં. છેવટે વૈજ્ઞાનિક બુદ્ધિ ધરાવતા પોતાના રક્ષા સલાહકારનું સ્મરણ થયું અને આ કામ એને સોંપ્યું. સંતોષકારક સમાધાન માટે એક અવધિ પણ આપી. આર્કિમીડીઝે એ અવધિ પૂરી થતાં પહેલાં જ સાચો ઉત્તર આપવાનો હતો. એ ચંિતામાં પડી ગયો મુકુટને તોડ્યા વિના એની અંદર અન્ય કોઈ ધાતુની ભેળસેળ છે કે નહીં તે દાખલા દલીલ સાથે સિદ્ધ કરવાનું હતું સમ્રાટે સોંપેલ કામ સાથે એની પ્રતિષ્ઠા પણ હોડમાં મુકાયેલી હતી. રાજા હઠીલો અને જીદ્દી હતો સમાધાન ગળે ન ઉતરે તો કંઈ પણ કરી શકે.
રોજ સવાર પડે અને સમ્રાટનો સંદેશો આવતો કે શું થયું ? ક્યારે મારા સવાલનો ઉત્તર મળશે ? વિચારી વિચારીને, પ્રયોગો કરીને આર્કિમિડીઝ થાકી ગયેલો. એને કંઈ સૂઝતું ન હતું. એક દિવસ સવારે બાથટબમાં એ નગ્ન અવસ્થામાં નાહી રહ્યો હતો. પાણીમાં પડ્યા પડ્યા એ એટલો રીલેક્સ થઈ ગયો કે મનું બઘું જ તાણ ક્યાંક ગુમ થઈ ગયું અને અચાનક પોતાના વજનથી બાથટબનું પાણી છલકાતું જોઈને એક ઝબકારાની જેમ જવાબ અંદર આવી ગયો ! એ ભૂલી જ ગયા કે પોતે નગ્ન છે અને બાથટબમાં પડ્યો પડ્યો નાહી રહ્યો છે કપડા પહેર્યા વિના જ ઊઠીને એ ભાગ્યો ‘ઇરેકા... ! ઇરેકા...!’ (સમાધાન મળી ગયું... સમાધાન મળી ગયું...) એમ કહેતો કહેતો એ રોડ પર આવી ગયો અને રાજદરબાર તરફ દોડવા લાગ્યો. ક્ષણાર્ધ માટે દેહભાવ ભૂલાઈ ગયો. આનંદનો અતિરેક શરીરની નગ્નતાથી ઉપરનો કોઈ અલૌકિક અનુભવ આપી રહ્યો હતો. સમાધાન મળતાની સાથે જ મનમાં જે તાણ હતું તે શાંત થઈ ગયું. સમસ્યાને કારણે જે વમળો પેદા થયેલા તે શમી ગયા. સમાધાનથી શાંતિ મળી અને અંદર જે આનંદ જન્મ્યો તેને અભિવ્યક્ત કરવા માટે એ દોડી ગયો.
એક નાનકડી સમસ્યાનું સમાધાન વ્યક્તિને આટલો આનંદ આપી શકે અને દેહભાન ભુલાવી શકે તો જીવનની જે સૌથી મોટી સમસ્યા- સ્વયંની ઓળખાણ-ની છે તેનું સમાધાન થાય ત્યારે કેટલો આનંદ પ્રગટતો હશે ?
આર્કિમિડીજ જેવી વ્યક્તિને આનંદની એક વિશેષ પળમાં જે પોતાની નગ્નતાનો ખ્યાલ આવતો ન હોય તો મહાવીરને તો (કૈવલ્ય જ્ઞાનનો) મહાઆનંદ પ્રાપ્ત થયેલો. જીવનની પરમસિદ્ધિને એમણે મેળવી લીધેલી. પછી નગ્નતાનો ખ્યાલ એમના મનમાં ક્યાંથી આવે ? દેહભાવથી પર એ નવજાત શિશુ જેવા બની ગયેલા.
સડક પર નગ્ન સ્થિતિમાં દોડી ગયેલા એ માણસ માત્ર ‘આર્કિમિડીજ’ ન હતો. આર્કિમિડિજ તો એ રીતે જઈ પણ ન શકે કશુંક એવું બનેલું જેનાથી આ ચમત્કાર થયો. બાથટબમાં પડ્યા પડ્યા આર્કિમિડિજને ઘ્યાન લાગી ગયું. તાણની તીવ્ર સ્થિતિમાંથી એકાએક રિલેક્સ થયો. અહંકાર ક્ષણભર માટે ઓગળી ગયો. સ્વયંની ઓઢી લીધેલી ઓળખાણ એ ઘડીભર ભૂલી ગયો. ‘ઇરેકા..! ઇરેકા...’ કહેતો એ દોડવા લાગ્યો. લોકોએ રોકીને પૂછ્‌યું કે આ તમે ક્યાં જાવ છો ? કપડા પહેર્યા વિના જ ?... ત્યારે અચાનક એને ખ્યાલ આવ્યો કે અરે ! આ હું શું કરી રહ્યો છું ? નગ્નતાનો ખ્યાલ આવતા જ તે ઘર તરફ દોડી ગયો.
આર્કિમિડિજને તો માત્ર ઝલક મળેલી જ્યારે મહાવીરની સ્થિતિ અચલ અને અખંડ હતી. દેહભાવથી બહાર નીકળી એ આત્મભાવમાં ભળી ગયેલા. પોતે શરીર નહીં પણ શુદ્ધ ચેતના છે એવો એમને અનુભવ થયેલો.
સત્ય કે સમાધાન જ્યારે પણ ઉતરે છે ત્યારે વ્યક્તિનો અહંકાર એકદમ તરલ અને નહીંવત્‌ બની જાય છે અને પરમ સત્ય તો ત્યારે જ આપણા દ્વાર પર આવે જ્યારે આપણે વિશેષ થઈ જઈએ. અંદરનો અહંકાર બળીને ખાખ થઈ જાય ત્યારે જ સત્યનો સૂર્યોદય થાય છે. જગત પર જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા સત્યનો સૂર્યોદય થયો છે ત્યારે વ્યક્તિરૂપે એણે વિદાય લેવી પડે છે અને સમગ્ર સાથે ભળીને જ શેષજીવન જીવવું પડે છે. સંતો તો ત્યાં સુધી કહે છે કે વ્યક્તિનો અહંકાર નિશેષ થાય તો જ સત્યનું અવતરણ શક્ય બને. અહંકાર સંિહાસન ખાલી કરે ત્યારે જ પરમ સત્યના પગલા ત્યાં પડે છે. જેટલા પ્રમાણમાં અહંકાર ઘટે એટલા પ્રમાણમાં આપણા દ્વારા પણ સત્યની અભિવ્યક્તિ શરુ થાય છે. જગતમાં જ્યારે જ્યારે અને જેમના દ્વારા પણ સત્ય પ્રગટ થયું છે ત્યારે એ વ્યક્તિએ પોતાનું બુંદરૂપ છોડીને મહાસાગરમાં મળી જવું પડયું છ બુંદ સમુદ્રમાં મળે પછી એણે સમુદ્રની ભાષામાં જ બોલવું પડે છે. કેમ કે સ્વયંનું અલગ અસ્તિત્વ તો હવે છે નહીં. જગત પર સત્યની અભિવ્યક્તિ બે રીતે થાય છે. એક તો વ્યક્તિ સ્વયં સત્ય બની જાય અને સત્યની ઉદ્ધોષણા કરે એક બીજી રીતે પણ જગત પણ જગત પર સત્યની અભિવ્યક્તિ થતી રહે છે પણ એ રીતમાં વ્યક્તિ પાસે સ્વયંનું કોઈ સત્ય નથી હોતું એણે માત્ર પોલી વાંસળીની જેમ વાહક બનવું પડે છે. સ્વર કોઈ બીજાના (પરમના) હોય અને એના માઘ્યમથી વહ્યા કરે સ્વયંને ખાલી કરી પોલી વાંસળી બની જવું એ સત્યમય થવાની દિશામાં એક નાનકડું કદમ છે.
ક્યારેક કોઈ કવિની કાવ્ય પંક્તિઓમાં ઉપનિષદની ઝલક મળી જાય તો માનવું કે એટલી ક્ષણો પૂરતી એ વ્યક્તિ પોલી વાંસળી જેવી વાહક બની ગઈ છે. કોઈ શિલ્પકાર અસંભવ લાગે એવું કોઈ શિલ્પ બનાવે કે કોઈ સંગીતકાર વાતાવરણ બદલાઈ જાય, શ્રોતાગણ મંત્રમુગ્ધ બની જાય એવું સંગીત છેડે તો માનવું કે એ વ્યક્તિ એટલી હદે પોલી વાંસળી જેવી (માત્ર વાહક કે સાધનરૂપ) બની ગઈ છે સત્યના હાથમાં એક સાધનની જેમ જીવવું એ પણ એક પ્રકારનું સદ્‌નસીબ છે કોઈ ભાગ્યશાળીને જ આવું નસીબ પ્રાપ્ત થાય છે.
ક્રાન્તિબીજ
ગણતરી બહાર જીવ્યો છું.
ગજાની બહાર જીવ્યો છું.
સતત તરસ્યો છું, સાચુ છે.
સતત વરસ્યો છું, સાચું છે.
સતત એકેક ટીપામાં
હું મુશળધાર વરસ્યો છું !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved