Last Update : 29-April-2012, Sunday

 

ભગવાને મને વાંઝિયો રાખ્યો હોત તો સારું થાત

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

પેથાભાઈ એમના એક મિત્ર લીલાધરને ત્યાં ગયા હતા. મિત્રના હાથમાં એકાદ વર્ષનો માંડ એવો બાબો હતો. પેથાભાઈ આવ્યા એટલે કહે ઃ આ અમારો ધૈરેવા. અત્યારથી જ એવો સ્માર્ટ છે. બોલો, ટેબલ પર મોબાઈલ પડ્યો હોય તે ય ઊંચકીને કાને લગાડે છે. એમ કહીને બદમાશ એવું લાડથી કહીને એના ગાલ પર જોરદાર એવી બચ્ચી ભરી કે બાબો હલી ઊઠ્યો.
લીલાધરની બાજાુમાંય એમના એક સંબંધી ચા પીતા હતા. તે કહે ઃ ‘દીકરો જન્મે એટલે જાહોજલાલી...’
‘સાચી વાત હોં !’ લીલાધરે કહીને વળી પાછા ધૈરેશના કપાળે બચ્ચી ભરી લીધી. ધૈરેશ બચ્ચીઓથી અકળાઈને છૂટવા માટે ખેંચતાણ કરતો હતો, પણ પપ્પામાં પ્રાણીભાવ (છહૈસચન ૈંહજૌહબા) જોર કરતો હતો. બાબાએ છેવટે છેલ્લો, દરેક બાળકનો ઉપાય-રુદનનો અજમાવ્યો.
લીલાધરનાં પત્ની સમતાબહેન કહે ઃ ‘હવે એને છૂટો મૂકોને !’
‘પણ મને એવો વળગ્યો છે !’ લીલાધરે બચાવ કર્યો.
પેથાભાઈ હસ્યા - કોણ કોને વળગ્યું છે એ ય એક સવાલ છે.
લીલાધરે છેલ્લે ફરીવાર એમના જાડા હોઠ ફરીવાર એના નાજાુક હોઠ પર ભીંસ્યા અને એને છૂટો મૂક્યો.
લીલાધર જરાવાર અંદરના રૂમમાં ગયા એટલે એમના સંબંધી કહે ઃ ‘અત્યારે બાપા એના બાબાને માઈલ્ડ બચકાં ભરે છે, પણ દીકરાને મોટો થાવા દો.’ પરણવા દો. પછી બાપાને વાઈલ્ડ ‘બચકું’ ભરીને એ ધોળે દહાડે તારા દેખાડશે.
પેથાભાઈ એમની કટાક્ષવાણી પર જરા હસ્યા. ‘દીકરો મોટો થઈને ગમે તેવો પાકે અને માબાપ ઘોરનિરાશામાં દીકરાના ત્રાસથી એમ પણ પોકારી ઊઠે કે ભગવાન કોઈને દીકરા ના આપશો.’
પણ વળી પાછો પોતરો જન્મે એટલે દાદાદાદી ખુશખુશાલ થઈ જાય. એના લાડકોડમાં કોઈ મના નહિ.
પેથાભાઈ મિત્રને ત્યાં અડધોએક કલાક બેઠા એટલામાં તો એની મમ્મીએ ય એને કેટલીય વાર ચૂમ્યો. દીકરો ત્રાસી જાય રડી ઊઠે, પણ માને ય પશુ ભાવ ઊભરાય પ્રાણીઓમાં બચ્ચાંને વહાલથી કરડવાની વૃત્તિ હોય છે. એ એનાં બચ્ચાંને બચકાં ભરીને લાડ કરે છે. પણ પ્રાણીમાંથી વિકાસ થતાં મનુષ્ય અવતર્યો તે પછી બચકાંનું સૂક્ષ્મ સ્વરૂપ બચ્ચીરૂપે આવ્યું.
દીકરાને એટલાં બધાં અછોવાનાં માબાપે કર્યા કે દીકરો તો ઠીક પેથાભાઈ પણ ઊબઈ ગયા.
જશોદા જેમ એના બાળકનૈયાની લીલા બીજી ગોપીઓ સમક્ષ વર્ણાવ્યા કરે તેમ લીલાધરનાં પત્ની ય જાણે જશોદાબનીને ગોપીઓ સમક્ષ નહિ, પણ આવનારા સંબંધી સમક્ષ દીકરાની બાળ લીલાઓ વર્ણવવા માંડ્યા. દીકરાએ મારી ખાધી એ વાત તો પ્રાધાન્ય ભોગવે જ, પણ એણે લાત મારીને દૂધ ઢોળી નાખ્યું, એકવાર હાથમાં જીવતો મંકોડો પકડ્યો, દાંત આવતાં વાર એના પપ્પાની આંગળીએ બચકું ભરી દીઘું - આવી લીલાઓ સાંભળીને પેથાભાઈનું પેટ ધરાઈ ગયું કે નહિ, એમના શ્રવણ ધન્યે થયા કે નહિ એ તો એ જાણે. પણ એમને ઉપરાછાપરી બેત્રણ બગાસાં જરૂર આવી ગયાં.
લીલાધરનાં પત્ની અંદર જઈને શરબત લઈ આવ્યા ત્યાં સુધીમાં તો લીલાધરે બાળકને ચૂમીઓથી ભીંજવી નાંખ્યો. પેથાભાઈને થયું કે લાડલા દીકરા પર પણ આવો પ્રેમનો અત્યાચાર ના હોવો જોઈએ.
પેથાભાઈ અને લીલાધરના સ્નેહી બંને સાથે ઊઠ્યા. બહાર નીકળતાં જ પેલા સ્નેહી કહે ઃ ‘લીલાધરને તો જાણે નવાઈનો દીકરો આવ્યો છે. બીજાને ત્યાં દીકરા જન્મતા જ નહિ હોય ! બાબાનાં વખાણ મેં તો કલાક સુધી સાંભળ્યા. તમે નસીબદાર કે મોડા આવ્યા. પુત્રઘેલછાની ય હદ હોય અને મળવા આવનાર મહેમાન પર આવો અત્યાચાર કરવાનો ?’’
પેથાભાઈ કહે ઃ ‘કેટલાંકને એવી કટેવ હોય છે. કોઈ મળવા જાય ત્યારે એની વાત સાંભળવાને બદલે એ જ વક્તા બની જાય. એક મિત્રને ત્યાં હું લગ્ન પછી હરખ કરવા ગયેલો. એમણે તો લગ્નના આલ્બમમાં એકે એક ફોટો બતાવીને તેની ઝીણી ઝીણી વિગતો કહીને મને થકવી નાખ્યો. મેં ના છૂટકે વખાણ તો કર્યા પણ આલ્બમના ફોટા પૂરા થયા એટલે તક ઝડપીને મેં કહ્યું, ‘ફોટા બહુ સરસ છે. મઝા પડી. હવે હું જોઉં !’’
‘અરે, એમ ઉતાવળે ક્યાં ઊઠ્યા ? લગ્નના ફોટાનું બીજાું આલ્બમ જોયું તો બાકી છે..બેસો, બેસો.’
મારે જાૂઠાણાનો આશ્રય લેવો પડ્યો ઃ ‘અર્જન્ટ કામ છે તે ઊભો થઈ જ ગયો.’
પેથાભાઈ પેલા ભાઈથી છૂટા પડ્યા. એમને એમના જ ન્યાતિલાનો એક પ્રસંગ યાદ આવ્યો. એ ખૂબ પૈસાદાર હતા. જમીન જયાદાત હતી. એમને ત્યાં પરણ્યા પછી દસબાર વરસે દીકરો આવ્યો. એ ઓળઘોળ થઈ ગયા ભગવાને મોટી મહેર કરી એમ માનીને તેમણે સગા સંબંધીને પેંડા તો વહેંચ્યા જ પણ મિજબાની ય આપી.
ઘણી રાહ જોવડાવ્યા પછી પુત્ર જન્મ થયો એટલે માબાપ બંને હરખ પદુડા થઈ ગયા. દીકરાને એવા લાડકોડથી ઉછેર્યો કે પાણીને બદલે શરબત પણ પિવડાએ. અને બાળકની જાત ટેવ પડી એટલે ટળે નહંિ.
એકવાર શરબત ખલાસ હતું એટલે છાશ એની સામે ધરી. લાડલાએ લાત મારીને છાના ઢોળી નાખી અને ઘર ગજવતો ભેંકડો તાણ્યો બાપા તાબડતોબ શરબતનો બાટલો લઈ આવ્યા.
પેથાભાઈ એમના ન્યાતિલા ઉપરાંત ખાસ સંબંધી પણ નોકરી ધંધાને કારણે એ શહેરમાં વસ્યા. એટલે બંનેને મળવાનું બન્યું નહંિ.
દીકરાનાં લગ્ન માટેની કંકોત્રી મળી ત્યારે એમને આશ્ચર્ય થયું. જશુભાઈનો જયેશ લગ્નની ઉંમરે ય પહોંચી ગયો !
લગ્નમાં તો એ જઈ શક્યા નહોતા પણ લગ્ન પછી આઠદસ વરસે એમના ગામમાં જવાનો પ્રસંગ થયો.
એ એમને મળવા ગયા. જશુભાઈના ઘરમાં ધમાધમ ચાલતી હતી. જયંતીને શહેરની ભણેલી કન્યા મળી હતી. અને જયંતી પર પરણીને આવતાં વાર જ તેણે કામરુદેશની કામિનીની માફક કામણ કરી દીઘું હતું. આવું તો હવે છાશવારે ઘણાંને ત્યાં જાતું જ હોય છે. લાડકોડથી ઊછરેલો લોચોપોચો, પરણીને છેલછબીલો લાડીનો થઈ જાય છે માબાપોય અને એમાંય ખાસ તો મા-મમ્મી છોકરાનાં લગ્ન લેતાં ગભરાતી હોય છે કે હવે શી દશા થશે ? કેવી નીકળશે ?
જશુભાઈની સામે મર્યાદા તોડીને જયંતી દીકરો બેફામ બોલતો હતો એની વહુ નિરાંતે તમાશો જોતી હતી. વચમાં વચમાં ઇંધણા નાખ્યા કરતી હતી.
ભારે કકળાટ, અપશબ્દોની નવાજેશ કરીને જયંતી એની વહુને લઈને બહાર નીકળી ગયો.
જશુભાઈ બહુ નિરાશ હતા. એમનાં પત્ની ય રડું રડું થઈ ગયાં હતાં પેથાભાઈને દીકરાનાં કરતૂક વર્ણવતાં એ ખૂબ ઉશ્કેરાઈ ગયા. ‘પેથાભાઈ’ મારી જમીન તેણે વગર પૂછ્‌યે ગીરે મૂકી દીધી. બહુ ઝઘડા કરીને ઉછીના પૈસે બાઈક લઈ આવ્યો. અમને તો દુશ્મન જ માને છે કહે છે કે માબાપ આવાં હોતાં હશે ?
ખૂબ નિરાશ થઈને જશુભાઈ ઉશ્કેરાટમાં બોલી પડ્યા ઃ પેથાભાઈ હું દીકરો દીકરો કરતો હતો, પણ હવે કહું છું કે ભગવાને મને વાંઝિયો રાખ્યો હોત તો સારું થા !
પ્રોફેસર પ્યારેલાલ સાથે એકવાર પેથાભાઈએ વાતચીતમાં માબાપ દીકરાને લાડ કરાવવામાં કેવા ઘેલાં બની જાય છે તેની વાત કરી.
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘હજી સુધી માબાપોને દીકરાનો મેનિયા રહ્યો છે દીકરી હવે નથી જોઈતી એમ નહિ, પણ એકવાર પુત્રનાં પગલાં પડે પછી ભલે દીકરી આવે.’
નાનકડા બાળકને લાડ કરવામાં એમના પ્રેમનો વહાલનો ટાંચય તૂટી જાય છે. પણ એ જ વહાલ ઘણીવાર આગળ જતાં વખ બની જાય છે.
પુત્ર જન્મનો આનંદ હોય જ. પણ મમ્મી-પપ્પાના લાડ-કોડને છૂટો દોર આપી દે તો એની ભૂલ એમને દીકરો મોટો થઈ ગયા પછી ઘણીવાર ભોગવવી પડે છે.
ભણેલાં મમ્મી-પપ્પાઓ પણ દીકરાનો પડ્યો બોલ ઝીલી લેવામાં કૃતાર્થતા માને છે. કેટલાંક શિક્ષિતો એમ દલીલ કરે છે કે દીકરાને વહાલ એ તો એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે - રોકાણ છે. આગળ જતાં એનું સારું એવું વ્યાજ મળશે પણ પેથાભાઈ ઘણીવાર ય બેંક ફડચામાં જતી રહે છે !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved