Last Update : 29-April-2012, Sunday

 
હેન્ડલૂમ જીન્સ, બનાનાફાઈબર સાડી, સોયા ફાઇબર શર્ટ...
‘ગ્રીન’ ફાઇબરમાંથી કાપડ તૈયાર કરતા ભારતીય વણકરો
 
 

તમારા હૃદયમાં પર્યાવરણની ફિકર હોય અને તમારા ખિસ્સામાં નાણાં ખણખણતા હોય તો તમને ‘ગ્રીન’ ફાઇબરમાંથી બનેલા વસ્ત્રો ખરીદવા પરવડી શકશે. હેન્ડલુમ જીન્સ, બનાના ફાઇબર સાડી, સોયા ફાઇબર શર્ટ, બામ્બુ ફાઇબર ટોપ્સ વગેરેને તમારા વોર્ડરોબમાં તમે સ્થાન આપી શકશો. દેશભરની ઘણી કંપનીઓ અને સહકારી મંડળીઓ કુદરતી રેષાઓનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરવાના પ્રયોગો કરી રહ્યા છે. કુદરતી રેષાંઓને કોટન અથવા સિલ્ક સાથે ભેળવીને રેડી-ટુ-વેર ક્લોથ્સ અને ફર્નિશંિગ્સ બનાવવાના પ્રયાસો જારી છે. ચેન્નઇ નજીક આવેલા અનાકપુથુરના વરણકરોએ બનાવી છે બનાના ફાઇબર સાડી (કેળાના રેષામાંથી તૈયાર કરવામાં આવેલી સાડી).
અનકાપુથુર જ્યુટ વીવર્સ એસોસિયેશનના પ્રમુખ સી. શેખરે જણાવ્યું હતું કે, જથ્થાબંધ માર્કેટમાંથી કેળાંના રેષાં માટે મોટાપાયે કાચા માલને ખરીદવામાં આવ્યો હતો. બ્લીચંિગ પ્રક્રિયા દ્વારા તેને સાફ કરી તેમાંથી ચીકાશ દૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ રેષાંને હળવેથી છૂંટાં પાડીને વણાટકામ કરવામાં આવ્યું હતું જેથી કાપડ તૈયાર થાય.
આ આખી પ્રક્રિયા વિશે જાણીને આનંદ અને ગર્વ થવો સહજ છે તથા આવા ઇકો-ફ્રેન્ડલી કાપડમાંથી બનેલા વસ્ત્રો ખરીદવા મન લલચાય તે પણ સ્વભાવિક છે. જોકે આ કાપડની કંિમત ઘણી વધારે છે એટલે તે સહુના ખિસ્સાને પરવડી શકશે કે કેમ તે એક સમસ્યા છે. કોટન અથવા સિલ્કના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી બનાના ફાઇબર સાડીની કંિમત લગભગ રૂા. ૪૫૦૦ અને શર્ટની રૂા. ૯૦૦-૨૩૦૦ જેટલી છે. અનકાપુથુરના વણકરોએ કેળાં ઉપરાંત શણ, લીલી ચા, સી ગ્રાસ જેવા ૨૫ જેટલાં કુદરતી રેષાંઓમાંથી સાડી બનાવી છે અને આ માટે ગયા વરસે તેનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. ‘ગ્રીન ફાઇબર’નો ઉત્પાદન ખર્ચ વધારે આવતો હોવાથી તેની લોકપ્રિયતામાં અવરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે. અને ઉત્પાદકો આ ખર્ચ ઘટાડવાનો જ પ્રયાસ કરી રહ્યા છે. બેંગ્લોરની એક જાણીતી કંપનીએ મિલ્ક ફાઇબરમાંથી કપડું બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તે ખૂબ મોંઘો સાબિત થયો છે. મિલ ઉત્પાદિત ડેનિમ કરતાં હેન્ડલૂમ ડેનિમની કંિમત ત્રણ ગણી વધારે હોય છે. ડેનિમ ક્લબ ઇન્ડિયાએ (ડીસીઆઇ) હેન્ડલુમ ડેનિમમાંથી શર્ટ, જેકેટ, ફોર્મલ કોટ, ડ્રેસ અને જોધપુરી બનાવ્યા છે. હકીકતમાં હાથશાળ પર ડેનિમનું વણાટકામ કરવામાં વઘુ સમય અને મહેનત લાગતી હોવાથી તેની કંિમત વધારે છે. એક વણકર એક દિવસમાં સાડાત્રણથી ચાર મીટર ડેનિમ જ વણી શકે છે. જ્યારે ઓટોમેટિક લુમમાં લગભગ ૫૦૦ મીટર ડેનિમ એક દિવસમાં તૈયાર થઈ જાય છે. ડીસીઆઇનું ડેનિમ રાજસ્થાનના બિજનોરના વણકરો તૈયાર કરે છે. થોડા સમય અગાઉ આ વણકરો બેરોજગાર બની ગયા હતા. કારણ કે હાથ વણાટના કાપડની માગ જ નહોતી. તે સમયે ડીસીઆઇએ તેમનો હાથ ઝાલ્યો હતો. ત્યાં યાર્નથી લઈને ફેબ્રિક સુધીનું બઘું જ હાથથી બનાવવામાં આવે છે. મિલ ઉત્પાદિત ડેનિમ કરતાં હાથશાળ ઉત્પાદિત ડેનિમ વઘુ મુલાયમ, આકર્ષક અને લો કાર્બન ફ્રૂટ પ્રિન્ટ ધરાવતું હોય છે.
કેટલાક ફેશન ડિઝાઇનરોએ હેન્ડલૂમ ડેનિમમાંથી ડિઝાઇનર વસ્ત્રો તૈયાર કરવા ડીસીઆઇ સાથે હાથ મિલાવ્યો છે. જોકે આ વસ્ત્રોની કંિમત રૂા. ૪૪૦૦થી ૧૫,૦૦૦ જેટલી હોય છે. જ્યારે મિલ ઉત્પાદિત ડેનિમમાંથી તૈયાર થયેલી જીન્સ રૂા. ૮૦૦માં મળે છે. આમ છતાં હવે વિદેશમાંથી આ વિશે તપાસ થઈ રહી છે અને ઘરેલું બજારમાં તેની માગ વધવાની આશા સુદ્ધા વ્યક્ત થઈ રહી છે.

ચીન અવકાશયાનમાં મોકલશે મહિલા એસ્ટ્રોનોટ

જૂનથી ઓગસ્ટ વચ્ચે લોન્ચ થનારા પોતાના સ્પેસ મિશનમાં ચીન આ વખતે મહિલા અસ્ટ્રોનટને મોકલવાનું છે.આ માટે પરિણીત તથા માતા બની ચૂકેલી અને દાંતમાં સડો ન હોય તેવી મહિલાને પસંદ કરવામાં આવશે.
‘શેન્ઝહાઉ-૯’ મિશન માટે પસંદ થનારી આ મહિલાઓ ચીનની પ્રથમ મહિલા એસ્ટ્રોનટ બનશે.કુલ સાત ઉમેદવારોમાંથી ત્રણ ચીની એસ્ટ્રોનટ જે ‘ટાઇકોનટ’તરીકે પણ ઓળખાય છે તેને સ્પેસ મિશન માટે પસંદ કરવામાં આવશે એવી માહિતી ચાઇના એરો સ્પેસ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશનના સ્પેસ ક્રાફટ સિસ્ટમના ડેપ્યુટી ડિઝાઇનર લી વાઇએ કહ્યું હતું. ‘શેન્ઝહાઉ-૯’ને ચીનના પ્રયોગાત્મક સ્પેસ સ્ટેશન ‘ટીઆન્ગોન્ગ-૧’ જે હાલમાં પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે તેની સાથે જોડવામાં આવશે. ફાઇટર પાઇલટ્‌સમાંથી ‘શેન્ઝહાઉ-૯’ માટે સાત ઉમેદવારને ચૂંટવામાં આવ્યા છે.જયારે બીજા ૫૪ એસ્ટ્રોનટ,૧૫ મહિલા અને ૩૦ પુરુષોને બેક-અપ તરીકે પસંદ કરવામાં આવશે. મિશનના લોન્ચંિગ અગાઉ બે મહિલા એસ્ટ્રોનટની માહિતી બહાર પાડવામાં આવશે . આ બે મહિલા પરિણીત અને માતા બની ચૂકી હશે એવું ચીનના સ્પેસ ઇન્ટરનેશનલ મેગેઝીનમાં જણાવાયું છે. અવકાશયાનમાં જનારાના શરીર પરહોવા જોઇએ કે તેના શરીરમાંથી ગંધ પણ ન આવવી જોઇએ.તેમના દાંતમાં સડો સુઘ્ધાં ન હોવો જોઇએ નહિ તો અવકાશમાંમોટી સમસ્યા થઇ શકે છે.જખમ ખુલ્લો થઇને રક્ત સ્ત્રાવ થઇ શકે છે .તે જ પ્રમાણે સાંકડી જગ્યામાં શારીરિક ગંધથી અકળામણ થઇ શકે છે.જો કે પુરુષ એસ્ટ્રોનટ કરતાં મહિલા વઘુ તેજ, સંવેદનશીલ અને સંવાદ ક્ષમતા ધરાવતી હોય છે.મહિલા તેના સ્પેસ સાથીદાર સાથે ઝડપથી હળીભળી જાય છે.વળી મહિલાઓ સ્પેસ સાથીદાર સાથે ઝડપથી હળીભળી જતી હોવાથી લાંબા અંતરના મિશન માટે આ ગુણ મહત્તવનો ગણાય છે.પરિણીત અને માતા બની ચૂકેલી મહિલા એસ્ટ્રોનટ માનસિક અને શારીરિક રીતે પણ પરિપકવ હોય છે.એમ મેગેઝીનના તંત્રી પેંગ ઝીહાઉએ કહ્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved