Last Update : 29-April-2012, Sunday

 
ભ્રષ્ટાચારી પાખંડી સાઘુ-સંતની અંતિમ સ્થિતિ કેવી થાય ?
 
 

સફેદ અને ભગવાં ઉજળા કપડાં પહેરી આશ્રમ બનાવી ઠગતા બનાવટી પાખંડી સાઘુની અંતિમ ઘડીઓ દુઃખદ બને છે. ખુદાની ઘેર ન્યાય છે જ, અંધેર નથી. સાઘુ હોય કે સંત, પ્રભુનો ન્યાય સરખો મળે છે જ.
પુષ્ટિ માર્ગના મહાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યના જીવનનો પ્રસંગ છે. એક વખત તેઓ ખુલ્લા પગે ભારતની પરિક્રમા કરતાં કરતાં વ્રજમાં જઈ રહ્યા હતા. જંગલમાં પસાર થઈ રહ્યા હતા.
રસ્તાની વચ્ચે એક વિશાળ અજગર પડ્યો હતો. હજારો કીડીઓ તેને ચટકા મારી રહી હતી. અજગરના શરીરમાંથી લોહી નીકળતું હતું.
આ દ્રશ્ય જોઈ પુષ્ટિ સેવકોએ શ્રી વલ્લભાચાર્યજીને પૂછ્‌યું કે પ્રભુ ! આ અજગરની આ કેવી સ્થિતિ છે. આમ કેમ ?
વ્રજમાં પ્રાણી દુઃખી કેમ ? વ્રજ તો ભગવાનનું ધામ છે. શ્રી વલ્લભાચાર્યે કહ્યું કે ભાઈઓ ! રાજા હોય કે ધર્મગુરૂ કર્મની સજા ભોગવવી પડે છે. જેવું કરો તેવું પામો. આ અજગર પૂર્વ જન્મમાં આશ્રમનો મહાધિશ હતો. લોકોને ઉલ્લુ બનાવી ધર્મની વાતો કરી મોટી હવેલી અને આશ્રમો બનાવ્યા. ચારિત્ર્યહીન હતો. આશ્રમમાં રંગરેલીયા મનાવતો હતો.
ધર્માદાના ધનનો દૂર ઉપયોગ કર્યો. મફતનું ખાતો. લોકોને ઉપદેશ આપે પણ આચરણ કરે જ નહિ.
આ અજગર ગયા જન્મનો મહંત-સાઘુ હતો. આજે અજગરની યોનિમાં તે પ્રવેશ્યો છે. ખાલી ગંગાનું આચમન કરવાથી દેહને મોક્ષ મળે ? જન્મના કરેલા કર્મ ભોગવવા જ પડે છે. કર્મના બંધનો ભોગવવા પડે છે ભાઈ ! સાઘુ, સંત કે સામાન્ય માણસ બધા પ્રભુને મન સરખા. સાઘુ કે સંત આ જન્મમાં પાપ કરશે તો તેણે કરેલા કર્મોનું ફળ વહેલું મોડું ભોગવવું પડશે !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved