Last Update : 29-April-2012, Sunday

 

જીવનના વિદ્યાર્થીઓની પ્રાર્થના....

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

જીવન-જ્યોત જગાવો
જીવન-જ્યોત જગાવો પ્રભુ હે! જીવન જ્યોત જગાવો
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો;
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો;
અમને રડવડતાં શિખવાડો! ...પ્રભુ હે!
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરવો;
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો;
અમને ઝળહળતાં શિખવાડો! પ્રભુ હે!
ઊગતાં અમ મનમાં ફૂલડાંને રસથી સભર બનાવો;
જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો;
અમને મઘમઘતાં શિખવાડો! પ્રભુ હે!
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો;
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો;
અમને ગરજંતા શિખવાડો! પ્રભુ હે!
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો
સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો
અમને સ્થળ-સ્થળમાં વરસાવો! પ્રભુ હે!
- ‘સુંદરમ્‌’
આપણે બહુ બહુ તો કોડિયું થઈ શકીએ, કોડીયાની દિવેટ થઈ શકીએ. દીવામાં પૂરવાનું તેલ કે ઘી થઈ શકીએ, પણ અજવાળું પ્રગટ કરવાની જવાબદારી તો ઈશ્વરની જ રહેવાની! એટલેજ આપણે ત્યાં એવું કહેવાયું છે કે આપણે તો એનાં ‘નિમિત્ત’ છીએ. આપણે તો એનાં ‘વાંજિત્ર’ છીએ જેના પર એમની આંગળીઓ ફરે છે અને જીવનમાં અજવાળું પથરાય છે. જીવનજ્યોત એટલે એવું શાશ્વત અજવાળું જેને અંધકાર અને સવાર સાથે લેવાદેવા નથી. એ એની આસપાસ આપબળે પોતાનું અસ્તિત્ત્વ પ્રગટ કરે છે. આપણી નાનકડી આંગળીઓમાં જે જોર પૂરે છે. નાનકડાં પગને રસ્તો કાઢતાં શિખવાડે છે અને ક્યારેક સુખ અને દુઃખ બંનેની ચરમસીમાએ રડતા શીખવાડે છે એ ઈશ્વરનું આભાર માનતું આ કાવ્ય છે જેને આજીવન ‘જીવન’ શીખવું છે જે જીવનનાં સાચા અર્થમાં વિદ્યાર્થીઓ છે એવા લોકો માટેનું આ કાવ્ય છે.
એકબાજુ કવિ એવી અજવાળાની જ્યોતની વાત કરે છે જેને ભરપૂર જીવવા માટે લેવાદેવા છે અને એકબાજુ કવિ જાણે કે હૃદયનાં ઉદ્‌ગારની સાથે પડકારની પરાકાષ્ઠા અને સંવેદનાની સરહદ ઓળંગવાની વાત કરે છે.
અજવાળું હોય એટલે બઘું દેખાય પણ ચિક્કાર અંધાર હોય, દીવો પ્રગટયો ન હોય ત્યારે પણ આંખોનાં તેજમાંથી અંધાર જોઈ શકાય એટલી આવડત ઈશ્વર પાસેથી માંગવી જોઈએ. હોડી અને જહાજ હોય તો તરી શકીએ પણ આપણા હાથમાં બળ ભેગું કરીને દરિયો તરવામાં વધારે મજા અને જાત મહેનતનું સુખ છે. સાચા હાથનું ઝળહળવું ઈશ્વરને આભારી છે. અમારા મનમાં જે ફૂલો-તરંગો ઉત્પન્ન થાય છે એને હે ઈશ્વર તમે રસથી સભર કરો એવાં જીવનનાં રંગો ઉમેરીને તમારી પીંછીના પારસમણિ સ્પર્શથી અમને જીવંત બનાવો. આ બઘું કરો એટલું પૂરતું નથી સાથે સાથે અમને મઘમઘતા શિખવાડો. સુગંધ વેરતા આવડી જાય તો પાંખડીઓ વગર ફૂલ વગર આપણે જ આપણી જાતમાં ઊગવાનું શીખી જઈશું.
હૃદય નાનું છે પણ એની વિશાળતા અમાપ છે. હૈયું ભલે નાનકડાં ઝરણાં જેવું હોય પણ એનો સ્વભાવ સાગરની ભરતી-ઓટનો રહેવાનો. આ બઘું ઈશ્વરને આભારી છે. ક્યારેક ચૂપ બન્યા સિવાય કે પછી મૌન બનીને સામનો કરતાં શિખવું જોઈએ. દરિયાનું મોજું કિનારે ઘર બનાવતા બાળકની હથેળીઓને થકવી નથી શકતું. એને કારણે જ બાળકે રેતીમાં બનાવેલું ઘર એમનેમ રહી જતું હોય છે. દરિયાની સરકી જતી રેતીને પણ ઘર બનીને ચોંટી રહેવાનો આનંદ આવે છે.
જીવનની નાની-નાની વાદળીઓ આભમાં બંધાય છે અને પછી એમાંથી જે વરસે છે એ સ્નેહ શક્તિ અને બલિદાન છે. જીવનની આ ત્રણેય અગત્યની બાબતો પૃથ્વીનાં કણેકણમાં વરસવી જોઈએ. ‘‘પંિડે તે બ્રહ્માંડે’’વાળી વાતને કવિ પોતાનાથી શરૂ કરીને પોતાનાથી જ પૂરી કરે છે. કવિ સુંદરમ્‌ની આ પ્રાર્થના અટકી ગયેલા જીવનને, રૂટીનથી કંટાળી ગયેલા જીવનને ‘રી-ચાર્જ’ કરે છે... જેને જીવનની પ્રત્યેક પળને રોમેરોમથી માણવી છે એવા લોકોને હકાર પ્રગટ કરતું આ કાવ્ય છે...

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved