Last Update : 29-April-2012, Sunday

 

યુ-ટયુબ હવે કમાવી આપશે

નેટોલોજી

વીડીયો શેરંિગ વેબ સાઈટ હવે તેના યુઝર્સને પૈસા કમાવી આપવા ઇચ્છે છે. જે લોકો એ પોતાનું ઓરીજીનલ વર્ક અપલોડ કર્યું હોય એ લોકો તેની કંિમત ઉપજાવી શકે એવો પ્લાન તૈયાર થઇ રહ્યો છે. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન અને અમેરિકામાં શરૂ કરાશે ત્યારબાદ તે ભારતમાં પણ અમલી બનાવાશે. આ પ્લાન હેઠળ યુ ટયુબ એડવર્ટીઝમેન્ટ શેરીંગમાં વીડીયો અપલોડ કરનાર સાથે જોડાશે. જો કે તેમાં વીડીયો કેટલા લોકો જુવે છે અને કેટલી હીટસ વાગે છે તે પર આધાર રખાશે. યુ ટયુબ સાથે જોડોલી પાર્ટનર કોમ્યુનિટી વર્ષે દહાડે એક લાખ ડોલર કમાય છે. અહીં પ્રશ્ન એ છે કે વીડીયો ડાઉનલોડ કરનાર દરેક ઇચ્છે છે કે તે પૈસા મેળવે પરંતુ તેની વીડીયો કોઇ જોનાર ના હોય તો પૈસા કયાંથી કમાય ?
યુ-ટયુબનો વપરાશ મોટા પાયે થઇ રહ્યો છે કોઇપણ વ્યકિત તેને મનગમતો વીડીયો અપલોડ કરી શકે છે. ઘણાં લાખ્ખો હીટસ મેળવે છે તો ઘણાંને કોઇ જોતું નથી. સારી વીડીયો અથવા તો લોક ભોગ્ય કન્ટેન્ટસ વાળા વીડીયોને વઘુ હીટસ મળે છે. અને તે કમાવી પણ આપે છે. યુ ટયુબનો પ્લાનીંગ આવકાર્ય છે.
ઇ-મેલ મોકલતાં પહેલાં એક વાર વાંચી લો...
સોશ્યલ નેટવર્કીંગનો વ્યાપ ભલે વઘ્યો હોય અને લોકો તેના પર કોમ્યુનિકેશન કરતા થયા હોય પરંતુ ઇ-મેલનો વ્યાપ હજુ અકબંધ છે. ઘણાં લખે છે કે ઇ-મેલનો મૃત્યુ ઘંટ વાગશે પરંતુ તે માટે વર્ષો લાગશે. જો કે હજુ પણ ઇ-મેલ સિસ્ટમના પરફેકટ ઉપયોગ થતો નથી. ઇ-મેલ એટીકેટ અંગે પણ લોકો ખુબ અજાણ હોય છે. સોશ્યલ નેટવર્કીંગ પરનું કોમ્યુનિકેશન અને ઇ-મેલમાં ઘણો ફર્ક છે. અહીં ઇ-મેલના મૃત્યુઘંટનો તો વિચારજ અસ્થાને છે. લોકો ઇ-મેલનો યોગ્ય ઉપયોગ હજુ નથી કરતાં. તે રીપ્લાઇંગ ઓલ નો ઉપયોગ કરે છે પરંતુ તેમના લીસ્ટમાં કોણ-કોણ છે તેની દરકાર નથી કરતા. ઇમેલ એટીકેટ અંગેની ઘણી વેબસાઇટ છે. જો તમે ઇ-મેલમાં એકથી વઘુ પોઇંટ ચર્ચવા માગતા હો તો દરેકનો અલગ ઇ-મેલ કરો. ઇ-મેલ જોનારા પૈકી મોટા ભાગના પ્રથમ મુદ્દા પર નજર નાખે છે અને ત્યાર પછીના ભાગને બહુ જોતા નથી. ઇ-મેલ એટીકેટમાં મહત્વની વાત એ પણ છે કે તમને મળેલો કોઇ માર્કેટીંગનો કે બીન જરૂરી ઇ-મેલને ફોરવર્ડ ના કરો.
જયારે મોટી ઉંમરના લોકોને ટીનેજર્સના મેલ મળે છે ત્યારે તે ભાગ્યે જ સમજી શકે છે કેમ કે ટીનેજર્સ ટૂંકમાં લખે છે અને શોર્ટ શબ્દો વાપરે છે.
ઇ-મેલ મોકલનારા પોતાનું લખેલું બીજી વાર વાંચવાની પ્રેકટીસ નથી પાડતા. બિઝનેસ ઇ-મેલમાં આ બાબતે ઘ્યાન રખાય છે પરંતુ નોન-બિજનેશ ઇ-મેલમાં ફરીથી વાંચવાની કોઇ ગંભીર રીતે લેતું નથી.
ઇ-મેલ બોક્સમાં આવેલા મેલનો ઘણાં લોકો એજ દિવસે જવાબ આપે છે જયારે ઘણાં લોકો બોક્સમાંના મેલ એજ દિવસે સાફસૂફ કરી નાખે છે. હવે જયારે ઇ-મેલની સવલત આપતી કંપનીઓ અનલીમીટેડ સ્પેસ આપતી થઇ છે ત્યારે લોકો પણ બોક્સમાં હજારો પડયા રહેવા દે છે.
ખરેખર તો તો આવા મેલ પસ્તી સમાન હોય છે. જેમાં ઉપયોગી મેલ શોધવા માટે સમય બગાડવો પડે છે. ઘણાં લોકો ઇ-મેલ બોક્સમાં આવેલી ફોલ્ડરની સિસ્ટમનો ઉપયોગ કરતા નથી. આ સિસ્ટમ ઉપયોગી મેલને સાચીવ રાખે છે.
હવે પછી ઇ-મેલ સેન્ડ કરતાં પહેલાં તેને ફરી વાંચી જવાની ટેવ જરૂરથી પાડજો.
ભારતીયોને નેટનું ઘેલું
તાજેતરમાં બહાર પડેલા એક અભ્યાસ અનુસાર ઓન લાઇન બેસતા ભારતીયોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એવરેજ ભારતીય ૮.૪ કલાક જેટલો સમય ઇન્ટરનેટ પર બેસે છે. એટલે કે વ્યકિત જેટલો સમય જાગતો હોય છે તેના અડધા ઉપરાંતનો સમય ઇન્ટરનેટ પર બેસે છે. અભ્યાસ અનુસાર સોશ્યલ નેટવર્ક પર અઠવાડીયામાં ૬.૧ કલાક સુધી બેસે છે. ઘણાં સર્ફીંગ કરનારા પોતાના અંગેની ફાયનાન્સીયલ ઇન્ફોર્મેશન કે બેંક એકાઉન્ટ ચેક કરવા કલાકો સુધી બેસી રહે છે. જે લોકો શેરબજારના ઓન લાઇન ટ્રેડીંગ કે ઇ-કોમર્સ સાથે સંકળાયેલા હોય છે. ઓન લાઇન ટ્રેડીંગ કરનારા તો બજાર ખુલતાં જ સામે ગોઠવાઇ જાય છે અને બજાર બંધ થતા સુધી નેટ સામે બેસી રહે છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટ પર પણ લોકો કલાકો બેસી રહે છે. ભારતના લોકોને પણ હવે નેટનું ઘેલું લાગ્યું છે એમ કહી શકાય.

૪g કે ૩g


વાયરલેસ સ્પીડ અંગે ટવીટર પર એક સરસ જોક ચાલે છે.. અરે ! ભાઈ મને જો ૩ય્ ડોન્ગલમાં ૨ય્ ની સ્પીડ ખૂબ સારી રીતે મળે છે ! મૂળ વાત એ છે કે આપણે હજુ ૩ય્ સ્પીડનો બરાબર ઉપયોગ નથી કરી શકયા ત્યાં તો ૪ય્ સ્પીડની વાતો કરવા લાગ્યા છીએ. ૪ય્ નો ઉપયોગ કરવા માટે તમારે તે અંગેની ટેકનોલોજી વસાવવી પડશે પરંતુ ૩ય્ માટે તો આપણી પાસે તમામ સવલતો છે બજારમાં ઇન્ટરનેટ સ્પીડ આપતાં ઘણાં નેટવર્ક ે પરંતુ તે ૩ય્ ની સ્પીડ આપી શકતા નથી. ઘણી વાર સ્પીડ ફાળવતી કંપનીઓ એવા ખુલાસા કરે છે કે એક સાથે ઘણાં લોકો ઉપયોગ કરતા હોઈ સ્પીડને માર પડે છે. જો કે ટેકનીકલ રીતે આ ખુલાસો ખોટો છે. ૩ય્/૪ય્ ની વાયરલેસ ટેકનોલોજીમાં પણ સ્પીડ સ્લો પડી જાય એમ નબે છે. આપણે ૪ય સ્પીડ માટે થનગની રહ્યા છે પરંતુ ૩ ય નો ઉપયોગ વ્યવસ્થિત રીતે હજુ મેળવી શકયા નથી.
૪ય આવતાં આવશે પરંતુ ૩ય્ નું શું ?!

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved