Last Update : 29-April-2012, Sunday

 

મેનેજમેન્ટમાં પરસ્પર વિરોધી વિચારોનું સહઅસ્તિત્વ રહ્યું છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા

સાયન્ટીફીક મેનેજમેન્ટ અને હ્યુમન રીલેશન્સ


મેનેજમેન્ટના ક્ષેત્રમાં જેને સાયન્ટીફીક મેનેજમેન્ટ કહેવાય તેના જનક ફ્રેડરીક ટેલર ગણાય છે. તેમણે ઇ.સ. ૧૯૧૧માં ‘ધ પ્રિન્સીપલ ઓફ સાયન્ટીફીક મેનેજમેન્ટ’ નામનું પુસ્તક લખ્યું. તેમણે ટાઈમ અને મોશન સ્ટડીઝની ટેકનીકો દ્વારા મજૂરોના કામ કરવાની સ્ટેન્ડર્ડ પદ્ધતિ તથા ઓજારોની સ્ટેન્ડર્ડ ડીઝાઈનની સ્થાપના કરી. તેમણે ફેક્ટરીમાં ઉત્પાદનની કાર્યક્ષમતા વધારવા પર જ પોતાનું ઘ્યાન કેન્દ્રિત કર્યું. તેમના પહેલા મજૂરોને કામ કરવાની રીતભાતો અને તેમના હલનચલનની પ્રક્રિયાઓ પર કોઈએ ઘ્યાન આપ્યું નહોતું. વળી મજૂરો અને સુપરવાઈઝરોના નાણાકીય વળતર પર પણ કોઈએ અભ્યાસ કર્યો નહતો. આ બધાનો તેમણે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. કામનું અને ઓજારોનું સ્ટેન્ડર્ડાઈઝેશન કર્યું પરંતુ તેથી કરીને કામને ઘણું કંટાળાજનક બનાવી દીઘું. મજૂરોને યંત્રનો જ ભાગ બનાવી દીધા. મજૂરોની પોતાની રીતે કામ કરવાની સત્તા ઝૂંટવી લીધી. મજૂરો ફ્રેડરિક ટેલરને ધીક્કારવા લાગ્યા. આની સામે એલ્ટન મેચો અને રોથલીસબર્ગર નામના ચંિતકોએ કામદારોને યંત્રના એક ભાગ ગણવાને બદલે તેમને કામ કરવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાની ભલામણ કરી. તેમણે જનરલ ઇલેકટ્રીક કંપનીનો હોર્થોન ફેક્ટરી (શીકાગોમાં આવી છે)માં તેને લગભગ અનેક પ્રયોગો કર્યા. તેમણે પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે ફેક્ટરીમાં કામનું એકમ કોઈ વ્યક્તિ નથી પણ ગુ્રપ છે. વ્યક્તિ જે રીતે અને જેટલું કામ કરે છે તેમાં તેનું ગુ્રપ નિર્ણાયક હોય છે. ગુ્રપના બે પ્રકારો હોય છે. કામ કરવા માટેનું સત્તાવાર (ફોર્મલ) ગુ્રપ અને કામ પરનું બીનસત્તાવાર (ઇન્ફોર્મલ) ગુ્રપ. આ બીનસત્તાવાર ગુ્રપનો નેતા જે પોતે જ એક મજૂર હોય છે તે જ કામના ધોરણો નક્કી કરે છે. હોર્થોન પ્રયોગોને કારણે ફેક્ટરીના કામમાં માનવીય અભિગમ દાખલ થયો. ગુ્રપ વર્ક અને ટીમ વર્ક પર ભાર મુકવામાં આવ્યો. માનવ સંબંધોનું અગત્ય કામ કરવાના સ્થળે વઘ્યું. મોટીવેશન, કોમ્યુનીકેશન, પાર્ટીસીપેશન અને ઇન્ફોર્મલ ડીલરશીપ ના નવા વિચારો મેનેજમેન્ટમાં દાખલ થયા. આ નવી વિચારધારા હ્યુમન રીલેશન્સ ઈન મેનેજમેન્ટ તરીકે ઓળખાઈ. ફ્રેડરીક ટેલરનો કામ માટેનો અભિગમ (એપ્રોચ) એન્જીનીયરીંગ કેન્દ્રી હતો. તેમાં માનવીને લાગણીઓને કોઈ સ્થાન ન હતું. જ્યારે મેનેજમેન્ટના હ્યુમન રીલેશન્સના અભિગમમાં કર્મચારીઓના કામ પરના સામાજીક અને લાગણીવાળા સંબંધોને ઉત્પાદકતા સાથે જોડવામાં આવ્યા હતા. ફ્રેડરીક ટેલરનાં વૈજ્ઞાનિક અભિગમના વિજ્ઞાન એટલે માત્ર માપણી. તેવો વિજ્ઞાન શબ્દનો તેમાં દુરૂપયોગ થતો હતો. માનવીને યંત્રવત્‌ કામ કરાવવું તેને વિજ્ઞાન ગણી ના શકાય. વિજ્ઞાન માત્ર સ્ટેન્ડર્ડાઈઝેશન નથી.
માસ પ્રોડક્શન અને કસ્ટમાઈઝડ પ્રોડક્શન ઃ હેન્રી ફોર્ડે ફ્રેડરીક ટેલરની સાયન્ટીફીક મેનેજમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને કામમાં કન્વેયર બેલ્ટની સીસ્ટમ દાખલ કરીને ઈ.સ. ૧૯૦૦ના પ્રથમ દસકામાં આ કામ તેમણે કર્યું. કામદારે કન્વેયર બેલ્ટની સ્પીડ પ્રમાણે કામ કરવું પડે. સુપરવાઈઝરો ઘણી વખત તેની ઝડપ છૂપી રીતે વધારી દેતા. પરંતુ ફોર્ડે કામદારોને મહેનતાણાનું ઘણું સારું વળતર આપવા માંડ્યું. એસેમ્બલી લાઈન પદ્ધતિનો ઉપયોગ કરીને હેન્રી ફોર્ડે તેમની કારનું ઉત્પાદન અધધ વધારી દીઘું. અમેરિકામાં મોટરગાડીની માલિકીનું લોકશાહીકરણ કરવામાં ફોર્ડનો મોટો ફાળો છે. પરંતુ ફોર્ડે જણાવ્યું કે તમે મારી ફેક્ટરીમાં બનેલી કારનો કોઈ પણ રંગ પસંદ કરી શકો છો. પરંતુ તે કાળો હોવો હોઈએ. એટલે કે નો ચોઈસ. ટૂંકમાં તેમણે કારના રૂપ, રંગ, ડીઝાઈન વગેરેનું સ્ટેન્ડર્ડાઈઝેશન શરૂ કર્યું અને કારના બજારનો વિસ્તાર કર્યો. તેની સામે જનરલ મોટર્સે અનેક બ્રાન્ડની અનેક રૂપ રંગ અને ડીઝાઈનની કાર બજારમાં મુકીને હેન્રી ફોર્ડને હરાવી દીધા. ફોર્ડ કંપની પાછળ પડી ગઈ અને કાર ઉત્પાદનના બીજા નંબરે આવી ગઈ. હવે તો જમાનો કસ્ટમાઈઝેશનનો છે. લોકો પ્રોડક્ટની ખરીદી દ્વારા પોતાના વ્યક્તિત્વનું પ્રદર્શન કરવા લાગે છે. પ્રોડક્ટની ઝાકઝમાળ અને ઊંચી કંિમત તેમને પોતાના વ્યક્તિત્વનું વિસ્તરણ લાગે છે. તેથી તે કસ્ટમાઈઝ્‌ડ એટલે પોતાને માટે ખાસ બનાવેલી પ્રોડક્ટ (જેમકે ડ્રેસ, ઘર, બંગલો, ફર્નીચર, ઘરેણા વગેરે)ની માગણી કરે છે. કોમ્પ્યુટર્સનો ઉત્પાદનમાં ઉપયોગ વઘ્યો છે. તેથી કસ્ટમાઈઝડ ડીઝાઈન અને પ્રોડક્ટ શક્ય બન્યા છે. આમ મેનેજમેન્ટમાં માસ પ્રોડક્શન અને કસ્ટમાઈઝડ પ્રોડક્સન સામસામે ટકરાયા છે.

લો કોસ્ટ સ્ટ્રેટેજી અને પ્રીમીયમ સ્ટ્રેટેજી


ઘણી કંપનીઓ સસ્તા ભાવની વ્યૂહરચના અપનાવી બજાર ભાગ કબજે કરે છે. જ્યારે ઇન્ટેલ કે એપલ કે સોની જેવી કંપનીઓ ઊંચી ગુણવત્તાવાળી અને ઊંચા ભાવવાળી પ્રોડક્ટસ બનાવીને વેચે છે. મારૂતી ૮૦૦ કાર અને મર્સીડીઝ કાર વચ્ચે સરખામણી કરશો તો આ બે વચ્ચેના તફાવતની ખબર પડશે. દરેક કંપનીએ આ નિર્ણય લેવો પડે છે કે તેણે સસ્તો ભાવ રાખીને સ્ચજજ સ્ચંીાિ કબજે કરવું છે કે ઊંચો ભાવ અને ઊંચી ગુણવત્તા રાખીને અમીરો અને ધનવાનોનું બજાર કબજે કરવું છે. ગમે તે એક વ્યૂહરચના અપનાવ્યા પછી તેમાં ફેરફાર કરવા કઠિન હોય છે. કારણ કે એકવાર બજારમાં તમારી પ્રોડક્ટનું નામ સસ્તી અને કિફાયતી ભાવની પ્રોડક્ટ તરીકે જાણીતું થઈ ગયું પછી ગમે ઊંચા ભાવની પ્રોડક્ટ વેચવા જાઓ તો તે વેચાતી નથી. બ્રાન્ડનું ઇમેજ એકવાર બંધાઈ જાય પછી તેને બદલવું મુશ્કેલ છે. દા.ત. લાઈફબોય સાબુને તમે અમીરોની કે અબજોપતિની પસંદગીના સાબુ તરીકે વિકસાવી શકો નહીં.

મલ્ટીનેશનલ કંપની અને ગ્લોબલ કંપની


મલ્ટીનેશનલ કંપની અને ગ્લોબલ કંપની વચ્ચેના તફાવતનો તેમના વ્યવસ્થાતંત્રને તથા પ્રોડક્ટને લગતા હોય છે. મલ્ટીનેશનલ કંપની જુદા જુદા દેશોમાં પોતાની અલગ અલગ વ્યૂહરચના ઘડે છે. દેશ અને કાળ અનુસાર પોતાની પ્રોડક્ટસમાં અને વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરે છે અને તેનું વ્યવસ્થાતંત્ર વિકેન્દ્રીત હોય છે. આની સામે જનરલ ઇલેકટ્રીક, ઇન્ટેલ કે ડેલ કે સોની જેવી કંપનીઓને કે જગતની મોટી મોટી ફાર્માસ્યુટીકલ (દવાઓની) કંપનીઓ જેમકે ફાઈઝર, સીબા, વગેરેને ગ્લોબલ કંપનીઓ ગણી શકાય. તેમનો પ્રોડક્ટની રચના અને સત્તાનું કેન્દ્ર તેમના દેશમાં આવેલા કંપનીના હેડક્વાર્ટર (વડી કચેરી)માં થાય છે. તેમની વ્યૂહરચના પણ જુદા જુદા દેશો માટે જુદી જુદી હોતી નથી પરંતુ બધા દેશો માટે લગભગ એકસરખી હોય છે. ઇન્ટેલની ચીપ કે નોકીયાના સેલફોન જગતમાં બધે ઠેકાણે સરખા હોય છે. એક ઠેકાણે તે સસ્તી અને બીજે ઠેકાણે તે મોંઘી પ્રોડક્ટ તરીકે વેચાતી નથી. આઈબીએમ કે ઝેરોક્ષ પણ ગ્લોબલ કંપનીઓ છે. ભારતની અત્યારે કોઈ કંપની ગ્લોબલ નથી.

ફેમીલી મેનેજમેન્ટ અને પ્રોફેશનલ મેનેજમેન્ટ


ભારતની મોટાભાગની કંપનીઓ કૌટુંબિક માલિકીની હોય છે. આ કંપનીઓમાં મોટાભાગનું શેરહોલ્ડીંગ કુટુંબના વડા અને તેના સભ્યોનું હોય છે. કુટુંબના વડીલ અને સગાવહાલા હોશિયાર હોય કે ના હોય કે માત્ર ચાર ચોપડી ભણ્યા હોય તો પણ તેમને ઊંચા હોદ્દા આપવામાં આવે છે. કુટુંબનો વડીલ મૃત્યુ પામે પછી તેના સંતાનો તે કંપનીઓનો વહીવટ હાથમાં લે છે. ઘણીવાર તેમાં ભાગલા પણ પડી જતા હોય છે. પ્રોફેશનલ મેનેજમેન્ટની પ્રથા હેઠળ કંપનીનો વડો કુટુંબનો સભ્ય હોતો નથી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો પ્રમુખ પણ પ્રોફેશનલ મેનેજર હોય છે. દા.ત. જનરલ ઇલેકટ્રીક કંપનીના પૂર્વ વડા જેક વેલ્શ કોઈ સગપણને કારણે આ કંપનીના ઉચ્ચ હોદ્દા પર લેવામાં નહોતા આવ્યા. અમેરિકા અને ઇંગ્લેન્ડની હજારો કંપનીઓ પ્રોફેશનલ મેનેજરો દ્વારા સંચાલિત હોય છે. કોઈકવાર તેમાં કોઈ કુટુંબનું મોટું શેરહોલ્ડીંગ હોય તો પણ કુટુંબનો વડો કંપનીના સંચાલનમાં દખલગીરી કરતો નથી. હવે ભારતની કૌટુંબિક સંચાલિત કંપનીઓમાં પરિવર્તન આવ્યું છે. તેઓ પોતાની કંપનીઓનો મોટાભાગનો વહીવટ પ્રોફેશનલ મેનેજરોના હાથમાં સોંપી દે છે અને તેઓ કંપનીના રોજબરોજના વહીવટમાં માથું મારતા નથી. માથુ મારી શકે પણ નહી. કારણ કે હવેના ધંધાઓ પુષ્કળ ટેકનીકલ અને બુદ્ધિનીષ્ઠ થઈ ગયા છે. અમદાવાદની બાકી રહી ગયેલી મીલોના માલીકો હવે સમજ્યા છે કે તેમને હવે પ્રોફેશનલ મેનેજરો વિના ચાલે તેમ નથી. તેઓની વ્યૂહરચનાના ઘડતર પાછળ કોઈ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટની સંસ્થાના પ્રોફેસરોનો પણ ફાળો હોય છે. આ પ્રોફેસરો પરદેશમાં જઈને ભણેલા હોય છે. તેઓનું અંગ્રેજીનું વાંચન વિશાળ હોય છે અને અનુભવ વિશાળ હોય છે.

ઠપકા દ્વારા શીસ્તપાલન અને કંપની કલ્ચર દ્વારા શીસ્તપાલન


અમુક કંપનીઓમાં ધાકધમકી કે ઠપકા દ્વારા કર્મચારીઓ પાસે કામ લેવામાં આવે છે. આવા કર્મચારીઓ સતત ભય હેઠળ રહેતા હોય છે અને કંપનીને લાભદાયક સૂચનો કરતા નથી. આની સામે અમુક કંપનીના કલ્ચરના ધોરણો જ એવા હોય છે કે તેના કર્મચારીઓને કંપની માટે કામ કરવાનું ગમે છે. અમેરિકાની ઘણી કંપનીઓએ પોતાનું કલ્ચર જાણી જોઈને રમતિયાળ (પ્લેફુલ) અને હળવું રાખ્યું છે જેથી આવી કંપનીઓમાં ક્રીએટીવીટીનો ધોધ જોવા મળે છે. ભારતની કંપનીઓ શીસ્ત અને નિયમો પર વઘુ પડતો આધાર રાખતી હોવાથી (અડધો કલાક મોડા કેમ આવ્યા ? કંપનીમાં મોડી રાત સુધી કામ કરી વીજળીનો ખર્ચો કેમ વધારો છો ? રીક્ષામાં જવાને બદલે ટેક્સી કેમ લીધી ? થોડી માંદગી હતી તેમાં રજા લેવાની શું જરૂર હતી ? યુનિવર્સિટીમાં ભણાવવા કેમ ગયા ? તમારી આ બાબતમાં કોણે સલાહ પૂછી છે ? કોને પૂછીને તમારી પ્રોફેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધો ? ત્યાં તમે સંશોધન પેપર વાંચ્યું તો કંપનીની પરવાનગી લીધી હતી ? વગેરે) ભારતની કંપનીઓમાં ક્રીએટીવીટીનું પ્રમાણ ઓછું હોય છે કે નહીંવત હોય છે. ભારતે હજી કોઈ બ્રેક થુ્ર પ્રોડક્ટ હજી બનાવી નથી. ભારત નકલ અથવા ઈમીટેશન માટે જાણીતું છે. બ્રેક થુ્ર પ્રોડક્ટ માટે નહીં. કંપનીનું કલ્ચર જ એવું હોય છે કે તેમાં કર્મચારીને કમીટમેન્ટ કરવાનું મન થાય તેવી ભારતમાં કંપનીઓ ઓછી છે. કારણ કે ભારતમાં હજી જોબ સેટીસ્ફેક્શનનો વિચાર ખીલ્યો નથી. ભારતની સરકારી ઓફીસોનું વર્ક કલ્ચર કેટલું રેઢિયાળ છે તે પરથી ઉપરનો મુદ્દો વઘુ સારી રીતે સમજાશે. તેવી જ રીતે મેકડોનાલ્ડ કે પીઝાહટનું ચોખ્ખાઈનું, વિનયનું અને ઝડપી સેવાનું કલ્ચર આપણી રામભરોસે હિન્દુ હોટેલોના કલ્ચરથી જુદું જોવા મળે છે.

શુભચક્ર અને વિષચક્ર (વરચ્યુઅલ સર્કલ એન્ડ વીસીઅસ સર્કલ)


અમુક કંપનીઓ વઘુ સફળ થતાં આરએન્ડડી પાછળ વઘુ ખર્ચો કરે છે અને પોતાના કર્મચારીઓને વઘુ સારો પગાર આપી શકે છે. બહારથી વઘુ ઉત્તમ કર્મચારીઓને ઝડપી શકે છે. તેનાથી કંપનીના વેચાણ અને નફો વધે છે. કંપની અન્ય કંપનીઓને ખરીદીને પોતાનું વૈવિઘ્યકરણ પણ કરી શકે છે. જેથી તેનું બજાર વધે છે. આને શુભચક્ર કહે છે. કેટલીક કંપનીઓ શુભચક્ર હેઠળ કામ કરતી હોય છે તો કેટલીક કંપનીઓ વિષચક્ર હેઠળ કામ કરે છે. ખરાબ પ્રોડક્ટ, નીચું વેચાણ, મોટી ખોટ, સારા માણસો કંપની છોડી દે, ખરાબ વિતરણ વ્યવસ્થા વગેરેનું વિષચક્ર દાખલ થયા પછી કંપનીનું ‘ટર્નએરાઉન્ડ’ મુશ્કેલ બની જાય છે. મેનેજમેન્ટમાં પરસ્પર વિરોધી વિચારોમાંથી કોણ સાચું ? આનો પરિસ્થિતિજન્ય જવાબ છે બન્ને સાચા. જે કંપનીના કામ કરવાની પદ્ધતિ તદ્દન અણઘડ હોય અને કામની માપણી જ થતી ના હોય ત્યાં ફ્રેડરીક ટેલરની સાયન્ટીફીક મેનેજમેન્ટની ટાઈપ એન્ડ મોશન સ્ટડીઝની પદ્ધતિ સારી જ્યારે માનવ સંબંધો વિહોણી પરંતુ ખૂબ જ ઉત્પાદકતાવાળી કંપનીમાં હ્યુમન રીલેશન્સ નેટવર્કની પદ્ધતિ સારી. જ્યાં લોકોમાં ખરીદ શક્તિ હોય અને પુષ્કળ લોકો પ્રોડક્ટ વિના ટળવળતા હોય ત્યાં હેન્રી ફોર્ડની સ્ચજજ ૅર્િગેર્બૌહ ની પદ્ધતિ સારી. જ્યારે ધનિક દેશોમાં અથવા ગરીબ દેશોમાં ધનિકો માટે બેર્જાસૈજીગ ૅર્િગેબા ની વ્યૂહરચના સારી. વિષચક્રમાંથી બહાર નીકળી શુભચક્રમાં પ્રવેશેલી કંપની માટે વિષચક્ર એક લર્નીંગ એક્સપરીયન્સ બની રહે છે અને આફ્રીકાના અનેક દેશો જ્યાં ઉદ્યોગ સાહસિકતાનો અભાવ છે ત્યાં ફેમીલી મેનેજમેન્ટની પદ્ધતિ વઘુ ઉપયોગી છે. નાના નાના ઉદ્યોગો માટે પણ તે સારી પદ્ધતિ છે. જગતમાં મલ્ટીનેશનલ અને ગ્લોબલ એમ બંને કંપનીઓની જરૂર છે જ્યાં દરેક દેશ માટે વિશિષ્ટ પ્રોડક્ટની જરૂર હોય અને તેનું બજાર પણ વિશિષ્ટ હોય ત્યાં મલ્ટીનેશનલ કંપની સારી જ્યારે ઇન્ટેલ કે માઈક્રોસોફ્‌ટ કે નોકીયા જેવી એક સ્ટેન્ડર્ડ પ્રોડક્ટની જગતના બજારને જરૂર હોય ત્યાં ગ્લોબલ કંપની સારું કામ આપે છે. મેનેજમેન્ટના સિદ્ધાંતો સાચા હોય છે પરંતુ તેની મેનેજમેન્ટની પ્રેક્ટીસીઝમાં ઘણું વૈવિઘ્ય જોવા મળે છે. અલબત્ત તેની પાછળના સિદ્ધાંતો સાચા હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved