Last Update : 29-April-2012, Sunday

 

વહિદા રહેમાનથી માંડી નારાયણ મૂર્તિ, રતન ટાટા અને અમિતાભ બચ્ચન
રાષ્ટ્રપતિ કંઈ પદ્મશ્રી જેવું બિરૂદ નથી

હોરાઇઝન - ભવેન કચ્છી

- ડૉ.રાજેન્દ્ર પ્રસાદથી માંડી પ્રતિભા પાટીલ ઃનામ બડે ઔર દર્શન ખોટે
- બ્રાન્ડ એમ્બેસેડરમાં રાષ્ટ્રપતિની તલાશ કરવાનો ટ્રેન્ડ છેલ્લે તો જાતિ કે ધર્મ આધારિત કાર્ડ જ હાવી રહેશે

સમાજવાદી પક્ષે હવે પછીના રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ કલામને ફરી વખત તક આપવી જોઈએ તેવી વાત વહેતી કરી ત્યારે દિલ્હીના દરબારની ગોસિપ સર્કિટમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની જેમ વીતેલા જમાનાની ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાનનું નામ પણ વહેતુ થતાં બધાને આશ્ચર્ય થયું. રાજકારણમાં બઘુ જ શક્ય છે.
તેવામાં રાષ્ટ્રીય જનતા દળના લાલુ યાદવે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી જ તેમના કાર્યકાળ દરમિયાન સૌમ્ય અને ઉદાહરણીય પૂરવાર થયા હોઈ તેમને પ્રમોટ કરવાની માંગ પ્રબળ બનાવી છે.
આ ત્રણેય પ્રતિભાઓ તેમની શ્રેણીમાં ખૂબજ આદરણીય છે. તેમાં બેમત નથી પણ, બંને પક્ષો અંદરખાનેથી કોંગ્રેસ મુસ્લીમોને તુષ્ટીકરણ કરવાના નામે આવા ઉમેદવારોને ચૂંટીને એકલા જ જશ ના ખાટી જાય તેવી મુરાદ ધરાવે છે.
ભાજપના નેજા હેઠળની એનડીએ સરકાર સૌપ્રથમ સંપૂર્ણપણે બિનરાજકારણી કે નિશ્ચિત વિચારધારા વગરના ડૉ. કલામને રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન કરાવીને નવા આદર્શ ચીલાનો જશ ખાટી ગઇ હતી. તે વખતે પણ રાજકારણના પંચાતિયાઓએ મર્મભેદ વીંધતા હોય તેમ પર્દાફાશ કર્યો હતો કે ભાજપની જે કટ્ટર હંિદુ તરફી ઈમેજ છે તેને સમતોલ બનાવવા એક કાંકરે બે પક્ષી વંિધતા વિજ્ઞાન, દ્રષ્ટા અને ‘એમ’ ફેક્ટરના અદ્‌ભૂત સમન્વય જેવા ડૉ. કલામ પર કળશ ઢોળ્યો હતો. આઝાદ ભારતની સૌથી કલંકિત ઘટના સમાન ૧૯૭૫ની કટોકટી વખતે સ્વ. ઈન્દિરાજીએ મુકેલા વટહુકમ પર ‘રબર સ્ટેમ્પ’ લગાવનાર ફખરૂદ્દીન અલી એહમદ હોય કે ‘‘ઈંદિરાજી કહે તો હાથમાં ઝાડુ પકડીને જાહેરમાં કચરો પણ વાળું’’ જેવી ઉક્તિના ઉપાસક ઝૈલસંિઘ હોય તેઓની રાષ્ટ્રપતિ તરીકેની નિયુક્તિમાં કહ્યાગરા રહેવાની પૂર્વશરત અને ધર્મ પ્રેરિત સમુદાયને ખુશ કરવાની વ્યૂહરચના સ્પષ્ટ હતી. ઝાકિર હુસેન પણ તે જ ધોરણે રાષ્ટ્રપતિ બન્યા હતા.
તે રીતે જોઈએ તો વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ દેશની મહિલાઓ અને વિશેષ જાતિ આધારિત કોમ્બોનો કિમિયો હતો. આઝાદ ભારતના રાષ્ટ્રપતિઓ પર નજર નાંખીએ તો ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને ડૉ. રાધાક્રિષ્નન અને તે પછી ડૉ. કલામ હોદ્દાને અનુરૂપ મૌલિક અને આગવી પ્રતિભા ઉભી કરી શક્યા હતા. વી.વી. ગીરીનું રાજકિય બેકગ્રાઉન્ડ નહીં પણ, કામદાર નેતા તરીકેની પહેચાન હતી.
પ્રતિભા પાટીલ આઝાદ ભારતના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા પણ તેમણે ભારતીય મહિલાઓના ઉત્થાન માટે કોઈ તેના પદચિહ્નો છોડી મુકતું કામ નથી કર્યું. ભારતની મહિલા કઈ હદે સુશાસન, કુનેહ અને આઘુનિક દ્રષ્ટા છે તેવું વિશ્વને બતાવવાની તેમને ભરપુર તક હતી. તેમના રાષ્ટ્રપતિ કાળ દરમ્યાન દેશમાં જે પણ ઐતિહાસિક કૌભાંડોની હારમાળા જોવા મળી, ભ્રષ્ટાચાર સામેના આંદોલનો થયા, સ્વીસ બેંકમાં કાળા નાણાને પરત લાવવા બાબતનો વિવાદ પણ જાગ્યો હતો. સાંસદોની ગેરશિસ્તે પણ માઝા મુકી છે. આતંકવાદી હુમલા, અફઝલ ગુરુ-કસાબને ફાંસી જેવા પ્રશ્નોની વણઝાર જોવા મળી છે. મોંઘવારી, પેટ્રોલના ભાવથી પણ પ્રજા ભીંસમાં મૂકાઈ ચૂકી છે. એક તરફ પૂતળા જેવા મૌન વડાપ્રધાન તો તેમની સાથે તમામ પ્રશ્નો સામે ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને ફરનાર કરોડોના ખર્ચ સાથે વિદેશ પ્રવાસમાં વ્યસ્ત રહેનાર રાષ્ટ્રપતિની જુગલબંધી આઝાદ ભારતના સૌથી કંગાળ અને ‘નોન ગવર્નન્સ’ વર્ષો કહી શકાય.
અમેરિકાના કોર્પોરેટ જુથે ભારતની શાસન વ્યવસ્થા અંગે તારણ કાઢતા કહ્યું કે ભારતમાં બીઝનેસ કરવો અઘરો છે. ભારત સાથે કોઈ વ્યૂહાત્મક મંત્રણા પણ શક્ય નથી કેમ કે ભારતમાં કેન્દ્ર સરકાર કે શાસનમાં શૂન્યાવકાશ અને તેના કરતાં પણ વિશેષ અનિર્ણયાત્મકતાની, સ્થગિતતાની સ્થિતિ પ્રવર્તે છે. વહિવટ અને નિર્ણયોમાં ભારતની રાજ્ય સરકારો વધુ ગતિશિલ અને ઘ્યેયલક્ષી છે.
અમેરિકાના સંગઠનનો આ રીપોર્ટ લોકતંત્ર અને લોકશાહી શાસન વ્યવસ્થાની રીતે લાલબત્તી સમાન છે. બરાબર આ જ અરસામાં આપણા સૈન્ય વડા વી.કે. સંિહનો વડાપ્રધાન મનમોહન સંિઘ પરનો પત્ર લીક થયો હતો જેમાં જણાવાયું હતું કે ‘‘આપણા શસ્ત્રો આઉટડેટેડ, ભંગાર હાલતમાં છે. આપણે દેશના સંદર્ભમાં સજ્જ અને સુરક્ષીત નથી.’’
આવી ભુમિકા વચ્ચે તમામ પક્ષોએ જ જાતિ, જ્ઞાતિ કે મહિલાઓની વોટ બેંકને વશ કરવાની વૃત્તિ છોડીને કુશળ, વિચક્ષણ અને દેશની ગરિમાને શોભે તેવા રાષ્ટ્રપતિને અભિષેક કરાવવો જોઈએ.
રાષ્ટ્રપતિ માટે આપેલી સત્તાનો વટભેર ઉપયોગ કરે તેવો ઉમેદવાર જોઈએ પછી ભલે તેની પહેચાન સેલિબ્રિટી જેવી ના હોય.
સત્તાધીશ પક્ષના ‘રબર સ્ટેમ્પ’ બનવાની ખાતરી મેળવીને નિયુક્તિ થઈ હોય પણ વખત આવ્યે દેશના હિતમાં આવો સમજૂતિનો વચનભંગ કરે તેવા રાષ્ટ્રપતિની જરૂર છે. રાષ્ટ્રપતિ ક્રાંતિકારી નહીં હોય તો પણ ચાલશે કમસે કમ કર્તવ્યનિષ્ઠ તો હોઈ શકે ને?
૨૧મી સદીના રાષ્ટ્રપતિએ સાંસદ અને પ્રજાને અગાઉ ના લેવાયેલ નિર્ણયો લઈને કે તેની સત્તા વાપરીને સરપ્રાઈઝ આપવાની જરૂર છે. ભલે સાંસદોમાં કડવા બનવું પડે. રાજીનામાનું દબાણ થાય.
રાષ્ટ્રપતિએ લીધેલા કઠોર નિર્ણયો બદલ સંસદની કામગીરીમાં હોબાળો મચે, ઠપ્પ થાય ત્યારે માનવું કે દેશમાં નવો સંચાર થવાની શરૂઆત થઈ છે.
ઉદાહરણ તરીકે હામીદ અનસારી જેવા ભલાભોળા લાગતા (સાંસદોને માટે તદ્દન બિનહાનિકારક) ઉપરાષ્ટ્રપતિને તેમની આ જ લાયકાતના આધારે રાષ્ટ્રપતિ બનાવાય અને તેઓ સાંસદોને ખોટા પાડતા નિડર અને નવો જ ચિલો ચાતરતા નિર્ણયો લેવા માંડે તેવી સરપ્રાઈઝની જે પણ રાષ્ટ્રપતિ આપે તેવી આશા રાખવી જોઈએ.
ભારતની સૌથી મોટી કરૂણતા એ છે કે રાષ્ટ્રપતિ એટલે એક જમાનામાં મેટ્રો શહેરના ‘શેરીફ’ હતા તેવી જ તેમની દેશના ‘શેરીફ’ જેવી ભૂમિકા છે તેવી ખુદ રાષ્ટ્રપતિના દિમાગમાં ઘર કરી ગયેલી વ્યાખ્યા છે. જાણે દેશના મેયર! ઉદ્ધાટનમાં જવાનું, ડેલિગેશનોમાં વિદેશ પ્રવાસ કરવાનો, આંખ આડા કાન કરવા કે મંજૂરી આપવી ખરેખર એ રાષ્ટ્રપતિ ધારે તો તેની પાસે અલ્ટીમેટ સત્તાઓ છે. રાષ્ટ્રપતિ તરીકે ડૉ. કલામે દેશની નવી પેઢીમાં ભારે પ્રેરણા અને જોમ રેડ્યું હતું તે મંજૂર. વિશ્વમાં પણ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી માટે માન ઉભું થયું હતું. ‘ઈન્ડિયા રાઈઝંિગ’ અને ‘ફીલ ગુડ ફેક્ટર’નો તે જમાનો હતો.
કલામ સાહેબે ચોક્કસ ઉદારણીય અને પ્રણેતા સમાન પ્રદાન આપ્યું પણ આવું તો તે એક વિજ્ઞાની તરીકે પણ કરી શક્યા હોત. આ માટે તેમને રાષ્ટ્રપતિ બનવાની અનિવાર્યતા નહોતી. ડૉ. કલામે કેટલાક નિડર ઠરાવો અને નિર્ણયોમાં તેમની ઠોસ ભુમિકા ભજવવી અપેક્ષિત હતી. આમ છતાં ભારતના અને હોદ્દાની શોભામાં અભિવૃઘ્ધિ કરી ગયા. કલામ સાહેબથી ઉભી થયેલી આશા મેડમ પાટીલમાં ‘જૈસે થે’માં ફેરવાઈ ગઈ.
રાષ્ટ્રપતિ એટલે શોભાના ગાંઠીયા તેવું આપણે સૌએ સ્વીકારી લીઘું છે. રાષ્ટ્રપતિના પદની મહત્તા કે સત્તા મોટાભાગના રાષ્ટ્રપતિઓએ ભોગવી નહીં હોઈ હવે તમે જોઈ શકો છો કે આપણે કોર્પોરેટ, ફિલ્મ કે ટેકનોક્રેટમાં રાષ્ટ્રપતિની તલાશ કરીએ છીએ. આપણા ગવર્નર, રાજદૂતો, બ્યુરોકેટ્‌સ જે તે સરકારના પપેટ જેવા જ રહ્યા હોઈ આપણી નજર સામે કોઈ પીઢ, ઠરેલ અને મુત્સદ્દી સ્ટેટસમેન જોવા નથી મળતા. ન્યાયતંત્ર, પોલીસ, સૈન્ય કે વહિવટી શાખામાં ન્યુઝમાં ઉછળતા નામો છે પણ ગૌરવ કરતા વિવાદ કે સેલિબ્રીટી જેવી ઈમેજ વઘુ હોય છે. આજ કારણે રાષ્ટ્રપતિ જાણે પદ્મશ્રીનો ખિતાબ હોય તે રીતે આપણે તેની તલાશ કરીએ છીએ. જુદા જુદા ક્ષેત્રોમાં આવી હસ્તીઓ દેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચાલી શકે.
ખરેખર, રાષ્ટ્રપતિએ કંઈક નક્કર જ કરવાનું હોય તો બંધારણીય જ્ઞાન, સત્તા અંગેની સભાનતા અને ઐતિહાસિક પરિવર્તન લાવવાની તીવ્ર ખ્વાઈશ સાથે હોદ્દો સંભાળવો જોઈએ. માત્ર તવારીખમાં તેનું નામ અંકિત રહે અને અંગત અલ્ટીમેટ સિઘ્ધીના ગૌરવની રીતે ના જોવું જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved