Last Update : 29-April-2012, Sunday

 

ગડકરી ફ/જ મોદી

રાજકીય ગપસપ

ડૉ. મુરલી મનોહર જોશીની દીકરીના લગ્નમાં રાજકારણના ટોપના માથા આવ્યા હતા. વડાપ્રધાન મનમોહનસંિહ અને અખિલેશ યાદવ પણ આવ્યા હતા. જોકે બધાની નજર ભાજપના પ્રમુખ નીતીન ગડકરી અને ગુજરાતના મુખ્યપ્રધાન પર હતી. આ બંને વચ્ચે લગભગ અબોલા જેવી સ્થિતિ છે. બંને લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. આ બંને સામ સામે આવશે અને આંખો ચાર થશે તો શું થશે તે પર સૌની નજર હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન નવપરિણિત યુગલને આશીર્વાદ આપીને અન્ય નેતાઓ બેઠા હતા તે તરફ ગયા ત્યારે સામે ગડકરી આવી જાય તેવી સ્થિતિ હતી પરંતુ ફિલ્મોનું કોઈ દ્રશ્ય હોય એમ ગડકરી બીજી તરફ સરકી ગયા હતા. જે મિલન પર સૌની નજર હતી તે મિલન થઈ ના શક્યું. ગડકરી અને મોદી વચ્ચે મતભેદો નથી પણ અબોલા જેવી સ્થિતિ છે. લગ્ન સમયે પણ આ અબોલા તૂટ્યા નથી તે ગંભીર કહી શકાય.

 

જયલલિતાને મોટો હોદ્દો મળશે

 

તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા જ્યોતિષમાં માને છે એ બહુ જાણીતી વાત છે. જયલલિતાએ તેમની સખી શશિકલા સાથે છેડો ફાડ્યો ત્યારે એક જ્યોતિષે કહ્યું હતું કે શશિકલા ફરી જયલલિતાના ટેન્ટમાં આવશે. આ કોઈ રીતે શક્ય નહોતું પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે શશિકલા એક દિવસ બઘું છોડીને જયલલિતા પાસે પાછા આવ્યા હતા અને તેમને આવકારાયા હતા. હવે ભવિષ્ય ભાખનારાઓ એમ કહે છે કે જયલલિતાને કોઈ મોટો હોદ્દો કે ઇનામ મળશે ! જયલલિતા મુખ્ય પ્રધાન છે અને પાંચ વર્ષ સુધી તેમને કોઈ ખસેડવાનું નથી, તો પછી આનાથી બીજો મોટો હોદ્દો શું હોઈ શકે ?! મુખ્યપ્રધાનથી ઉપર વડાપ્રધાનનો હોદ્દો આવે પરંતુ હજુ ચુંટણીઓને તો ઘણી વાર છે. પરંતુ જ્યોતિષ કહે છે કે ગ્રહોની ચાલ ક્યારેય અટકતી નથી... રાહ જુઓ જયલલિતાને મુખ્ય પ્રધાનથી મોટો હોદ્દો ક્યારે મળે છે તેની !!....

 

મોન્ટેકસંિહનો સ્માર્ટ આઈડિયા

 

ગરીબી રેખા અંગેની વ્યાખ્યા કરવામાં માર ખાઈ ગયેલા આયોજન પંચના નાયબ અઘ્યક્ષ મોન્ટેકસંિહ કોઈને કોઈ મુદ્દે સમાચાર માઘ્યમોમાં ચમક્યા કરે છે. મોન્ટેકસંિહની કામ કરવાની સ્ટાઈલ થોડી આઘુનિક છે. તે ઘણું નવું કરવા માગે છે પરંતુ ધારી સફળતા મળી હતી. તાજેતરમાં જાણવા મળેલી વિગત અનુસાર નવેસરથી તૈયાર થયેલા યોજના ભવનમાં બે સ્માર્ટ ટોઈલેટ તૈયાર કરાયા છે. તેમાં અનેક સવલતો છે. પરંતુ મોન્ટેકસંિહના મગજમાં કંઈક નવું જ ચાલતું હતું. તેમણે આ આઘુનિક સ્માર્ટ ટોઈલેટમાં એન્ટ્રી સિસ્ટમ લગાડી હોવાથી સૌનું ઘ્યાન ખેંચાયું છે. આ ટોયલેટના ડોર સ્માર્ટકાર્ડ ઇન્સર્ટ કરવાથી જ ખુલે એવા બનાવાયા છે. જેની પાસે સ્માર્ટ કાર્ડ ના હોય તેણે શું કરવાનું ?? પૂછો મોન્ટેકસંિહને !!

 

ટ્‌વીટ કરવું સહેલું નથી...

 

છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમનસંિહે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ટ્‌વીટર પર પોતાનું એકાઉન્ટ ખોલ્યું ત્યારે બધાને હતું કે હવે છત્તીસગઢના મુખ્યપ્રધાનના વિચારો જાણવા મળશે. છત્તીસગઢના નકલસવાદીઓની પ્રવૃત્તિ અને કલેક્ટરના અપહરણ જેવી ઘટનાઓ અંગે પણ સૌ કંઈક નવું જાણવા રમનસંિહની ટ્‌વીટની રાહ જોતા હતા પરંતુ કંઈ નવું દેખાતું નહોતું. ગયા ઓક્ટોબરમાં ખાતુ ખોલાવનાર રમનસંિહે માત્ર ૧૩ ટ્‌વીટ કરી છે. તે પૈકીની મોટા ભાગની ગ્રીટીંગ્સ બાબતે છે. ટ્‌વીટ કરવું આસાન નથી. રાજકારણીઓ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના રવાડે ચડ્યા છે પરંતુ મોદીએ તો અત્યાર સુધીમાં એક હજારથી વઘુ ટ્‌વીટસ કરી છે. મીસ્ટર રમનસંિહ... ટ્‌વીટ માટે તો સમય અને સેન્સ બંને કામે લગાડવા જોઈએ...

 

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved