Last Update : 29-April-2012, Sunday

 
૧૭-૫-૨૦૧૨થી વૃષભ રાશિમાં ગુરૂનું ગોચરભ્રમણ

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

શ્રી જગદ્‌ ગુરૂ શંકરાચાર્યએ એમના ‘કાવ્યશતક’ નામના બહુ મુલ્યવાન ગ્રંથમાં શ્રી ગુરૂ મહિમાનું ગાન કરતાં લખ્યું છે કે ‘સદ્‌ગુરૂની તુલના ત્રણેય લોકમાં કોઇપણ વસ્તુ સાથે કરી શકાતી નથી. પારસમણીને સાચો માનીએ તો કહી શકાય કે એના સ્પર્શથી કેવળ તે લોખંડને સોનું બનાવે છે, પણ તે કદી લોખંડને પોતા જેવો પારસમણિ બનાવી શકતો નથી. બીજી બાજુ પૂર્ણ ગુરૂ પોતાના શરણાર્થી શિષ્યને પોતાના જેવા જ મહાન બનાવી પૂર્ણ ઈશ્વર તરફ દોરી જાય છે. માટે જ ગુરૂ અદ્વિતિય છે. અરે શ્રી ગુરૂ તો પરમાત્માનું પૂર્ણરૂપ છે.’
ૂસૂર્યમંડળના સાતેય ગ્રહો ચંદ્ર, બુધ, મંગળ, શનિ, શુક્ર અને સૂર્ય કરતાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂનું સ્થાન અનોખું છે. ગુરૂને ગ્રહમંડળનો સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. તે ભાગ્યે જ કોઇપણ સ્થાનમાં અશુભ ફળ આપે છે. ગ્રહ મંડળનો આ સૌથી શુભ ગ્રહ ગુરૂ તા. ૧૭મી મે, ૨૦૧૨થી લગભગ એક વર્ષ માટે શુક્રના ઘરની વૃષભ રાશિમાં તેનું ગોચર ભ્રમણ કરશે.
પૃથ્વીથી લગભગ અડતાલીસ કરોડ તેંત્રીસ લાખ કિલોમીટર દૂર રહેલા ગુરૂનું મોડી રાત્રે આકાશમાં દર્શન પણ સુંદર અને રમણીય હોય છે. ૬૪ ચંદ્રો ધરાવતાં વિવેક અને ડહાપણના ગ્રહ ગુરૂને અંગ્રેજીમાં વેંઁૈં્‌ઈઇ, ફારસીમાં શુહરમઝાદ, દશાતીરમાં સ્નાશીર, અરબીમાં ઝોહલ, સંસ્કૃતમાં મંદ અને બૃહસ્પતિના નામથી ઓળખાય છે. ગુરૂની સૂર્યની પ્રદક્ષિણાનો સમય લગભગ ૧૨ વર્ષનો છે. સામાન્ય રીતે ગુરૂ એક રાશિમાં લગભગ ૧૨ મહિના એટલે એક વર્ષ માટે પરિભ્રમણ કરે છે.
શક્તિશાળી- કલ્યાણકારી અને નવસર્જન કરનારા ગુરૂનો મહિમા જ્યોતિષશાસ્ત્રનાં પ્રાચીન અને અર્વાચીન જ્યોતિષવિદોએ ગાયો છે. શુભ સૂર્ય આત્મબળ આપે છે, બુધ બુઘ્ધિ કૌશલ્ય આપે છે. શનિ કર્મને પુરૂ કરવા આકરી મહેનત કર્મઠતા આપે છે, અને મંગળ કાર્યમાં જોશ જોમ પૂરૂં પાડી મંઝીલ સુધી પહોંચવાની ગતિ- શક્તિ આપે છે. જ્યારે ડહાપણનો અને વિવેકનો ગ્રહ ગુરૂ માનવીને સાચી સમજણ આપી જીવનનું સાચું રહસ્ય સમજાવે છે અને તે પણ સલુકાઇ અને શાંતિથી. ગુરૂ ધૈર્ય- ધીરજ આપે છે. ગ્રહ મંડળનો આ સૌથી શુભ ગ્રહ ગુરૂ જાતકમાં સાચી સમજ વિવેક પ્રગટાવી બીજા બધા જ શુભ ગ્રહોના બળને વઘુ શુભ બનાવી તેને યોગ્ય દિશા તરફ દોરે છે. અશુભ નકારાત્મક બળોને- ગ્રહોને નિર્મળ બનાવી શાંતિ- ડહાપણ અને વિવેકના બળથી દૂર કરી તેને શુભ- લાભદાયક પરિસ્થિતિ તરફ દોરી જાય છે.
ગુરૂપ્રધાન જાતકો ભાગ્યે જ સત્તાની ટોચ ઉપર પહોંચી જાય છે કે ધંધા ઉદ્યોગ દ્વારા કરોડો રૂપિયા કમાઇ જાય છે પણ અન્ય જાતકોના પ્રમાણમાં ગુરૂપ્રધાન જાતકો સુખી- સંતોષી- ઘર્ષણ વગરનું આનંદમય જીવન જીવતા હોય છે. પોતાની સાત્વિકતા- આચરણ- જ્ઞાન- ડહાપણ અને વિવેક દ્વારા લાખ્ખો લોકોના જીવનમાં શાંત- સ્થાયી- આનંદદાયી પરિવર્તન લાવનારા સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણ પરમહંસ- ગુરૂ નાનક- આદિ શંકરાચાર્ય- ઘ્યાનયોગી મઘુસુદનદાસજી જેવા ઘણાં પ્રાતઃ વંદનીય મહાપુરૂષોની કુંડળીમાં ગુરૂ સ્વગ્રહી કે બળવાન યોગકર્તા થઇને બેઠેલો હોય છે.
કાળપુરૂષની મેષ લગ્નની કુંડળીમાં નવમા- ભાગ્ય સ્થાન અને બારમા સ્થાનનો માલિક ગણાય છે. ગુરૂ ધન અને મીન રાશિમાં સ્વગ્રહી થાય છે અને ચંદ્રના ઘરની કર્ક રાશિમાં ઉંચત્વ પામે છે. મનનાં કારક ચંદ્ર જોડે ડહાપણ- વિવેકનો ગ્રહ ગુરૂ સ્વાભાવિક રીતે જ પોતાનું શુભત્વ પૂરેપૂરૂં પ્રગટ કરે છે. આજ ગુરૂ ક્રૂર ગ્રહ શનિની મકર રાશિમાં નીચત્વ ધારણ કરે છે. પૂર્વ જન્મના સંચય એવા પાંચમાં સ્થાનનો ગુરૂ કારક છે.
જાતકની જન્મકુંડળીમાં શુભ ગુરૂ લગ્નમાં- ત્રીજા સ્થાનમાં- પાંચમા સ્થાનમાં- ભાગ્યમાં અને અગીયારમા સ્થાનમાં ઘણો શુભ ગણાયો છે. આ સ્થાનનો ગુરૂ જાતકને જીવનમાં ઘણો આગળ લઇ જાય છે અને તેની દશા- અંતરદશામાં તેને ઘણા લાભો હાંસલ થાય છે.
સામાન્ય જાતકની કુંડળીમાં પણ જ્યારે ગુરૂ આઠમે- બારમે કે ચોથે ધન- મીન- કે કર્ક રાશિમાં હોય તો કુંડળીમાં બીજા ગ્રહો થોડા નબળા હોય તો પણ આ જાતકો ધાર્મિક- ધાની- પરંપરાવાદી અને ઈશ્વર કે ગુરૂની કૃપા મેળવવા ભાગ્યશાળી બને છે.
જન્મકુંડળીમાં ગુરૂ જ્યાં દ્રષ્ટિ કરે તે સ્થાન કે ગ્રહોનું બળ વધારે છે. જન્મકુંડળીમાં ગુરૂ જ્યાં બેઠો હોય તે સ્થાનની હાનિ કરે છે કે તેનું ફળ ઘટાડો છે એવી સામાન્ય માન્યતા છે, માટે જ સ્વગ્રહી કે ઉચ્ચનો કર્કનો ગુરૂ આઠમા મૃત્યુ સ્થાનમાં આવતાં મૃત્યુનો નાશ કરી મોક્ષ અપાવનારો ગણ્યો છે.
સોનાને પણ સુગંધી ન હોવાનો દોષ લાગ્યો છે એમ ઘણીવાર જાતકની કુંડળીમાં બળવાન ગુરૂ હોય તો આવા ગુરૂ પ્રધાન જાતકો થોડા મિથ્યાભિમાનથી પીડાતા હોય છે બીજા કરતાં પોતે વધારે જ્ઞાની- બુઘ્ધિશાળી છે તેવો સૂક્ષ્મ અહંકાર આ જાતકોમાં જોવા મળે છે. ગુરૂના આ અહંકારમાં તોછડાઇ કે ઉશ્કેરાટ નહીં પણ સુક્ષ્મ અહંકાર અને બીજાને તુચ્છ સમજવાની ભાવના હોય છે. હવે પછીના લેખમાં તા. ૧૭-૫-૨૦૧૨થી ગ્રહમંડળના આ સૌથી શુભ ગ્રહ ગુરૂનું વૃષભ રાશિમાં ભ્રમણ મેષથી મીન રાશિને કેવું શુભાશુભ ફળ આપશે તે જોઇશું.

 

- તા. ૧૭-૫-૨૦૧૨થી ગુરૂનું વૃષભ રાશિમાં ભ્રમણ શરૂ થતાં તુલાના શનિ ઉપરથી તેની દ્રષ્ટિ દૂર થશે અને તુલાનો શનિના નકારાત્મક પાસામાં વધારો થશે.
- આપણા દેશની વાત કરીએ તો મેથી ડિસેમ્બર સુધીનો સમય રાજકારણમાં તંગદિલીવાળો પસાર થાય. મોંઘવારીમાં અસહ્ય વધારો થાય. શાસક પક્ષ માટે કસોટી, મુશ્કેલીનો સમય ગણાય.
- મિથુન ચંદ્ર ધરાવતાં શ્રીમતિ સોનિયા ગાંધી માટે કસોટીવાળો સમય, અંગત સ્વાસ્થ્યમાં ગરબડ સંભવે.
- જન્મકુંડળીમાં વૃશ્ચિક રાશિમાં શુક્ર- સૂર્ય- બુધ ધરાવતાં મુલાયમસંિહ યાદવ માટે શુભ સમય- દેશના રાજકારણમાં અગત્યનો ભાગ ભજવે. તેમની મહત્તાનો સ્વીકાર થાય.
- વૃષભ લગ્ન ધરાવતાં સલમાન ખાન માટે વૃષભના ગુરૂનો સમય શુભ પુરવાર થાય.
- સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે આ સમય તકલીફવાળો- તબીયતમાં ગરબડ વધે.
- વૃષભ અને મિથુનના ગુરૂનું ભ્રમણ ખાસ કરીને ૨૦૧૩નું વર્ષ ભારતીય જનતા પક્ષ માટે નોંધપાત્ર નીવડે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved