Last Update : 29-April-2012, Sunday

 

વાસ્ક્યુલર ડીસીઝ (લોહીની નળીઓના રોગ) એટલે શું ?

ફિટનેસ - મુકુંદ મહેતા

 

માનવ શરીર એક ‘સેલ્ફ કન્ટેઇન્ડ ફલેટ’ જેવું છે. ફલેટમાં પાણી આવનારી નળીઓ છે અને વપરાએલું તેમજ ગંદુ પાણી બહાર કાઢી નાખવાની ડ્રેઇનેજ લાઈન પણ છે. આજ રીતે શરીરના દરેક અંગોના કોષોને લોહી પહોંચાડનારી નળીઓ છે જેને ‘આર્ટરી’ કહે છે અને કોષોમાં વપરાયા પછી રહેલું અશુદ્ધ લોહી સાફ કરવા લઈ જનારી નળીઓ જેને ‘વેઈન્સ’ કહે છે. બીજી રીતે જણાવું તો હૃદયમાંથી કોષોમાં લઈ જનારી નળીઓ ‘આર્ટરી’ અને કોષોમાંથી વપરાએલું અશુદ્ધ લોહી હૃદય તરફ સાફ કરવા લઈ જનારી નળીઓ એટલે ‘વેઇન્સ, આર્ટરીને’ ધમની અને ‘વેઇન્સ’ને શીરા એ નામથી ઓળખાય છે. વાસ્કયુલર ડીસીઝ અથવા લોહીની નળીઓના રોગ એટલે કોઈપણ રોગ જે લોહીના પરિભ્રમણમાં વિક્ષેપ પાડે. આ રોગ (૧) આર્ટરી (૨) વેઇન્સ (૩) લીમ્ફની નળીઓ અને બીજા બધા જ રોગો જે લોહીના પરિભ્રમણમાં વિક્ષેપ પાડે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે લોહીની નળીઓ આર્ટરી-વેઇન્સ તો આખા શરીરમાં ફેલાએલી છે અને તેને લીધે આ નળીઓના રોગથી જે તે ભાગમાં આ નળીઓ જતી કે આવતી હોય તે બધા જ ભાગમાં ગરબડ ઉભી થાય. દા.ત. હૃદયને લોહી પહોંચાડનારી નળીઓ કોરોનરી આર્ટરી બ્લોક (કોલેસ્ટ્રોલના ગઠ્ઠા) થાય તો હાર્ટ એટેક આવ્યો કહેવાય. જો મગજ ને લોહી પહોંચાડનારી નળીઓમાં બ્લોક હોય તો તેને ‘બ્રેઈન એટેક’ અથવા ‘સ્ટ્રોક’ કહેવાય. જો પગને લોહી પહોંચાડનારી આર્ટરીમાં બ્લોક હોય તો ‘લેગ એટેક’ કહેવાય.

વાસ્કયુલર ડીસીઝના પ્રકાર

૧. કોરોનરી આર્ટરીમાં બ્લોક હોય એટલે હૃદયને પૂરતું લોહી ના મળે જેથી છાતીમાં દુઃખાવો થાય (એન્જાઈના) અને હાર્ટએટેક આવે.

૨. કેરોટીડ આર્ટરી જે મગજને લોહી પહોંચાડે છે તેમાં એટલે કે બન્ને બાજુની કેરોરીડ આર્ટરી અથવા તો એકબાજાુની આર્ટરીમાં બ્લોક હોય તો તેને ટ્રાન્સીઅન્ટ ઇશ્વેમીક એટેક (ટી.આઇ.એ.) અથવા બ્રેઈન એટેક કહેવાય.

૩. એક અથવા બન્ને પગની આર્ટરીમાં બ્લોક થાય ત્યારે પગમા સ્નાયુને લોહીના મળે ત્યારે પગમાં ક્રેમ્પ્સ (નસ-સ્નાયુ-ચઢી જાય અથવા ખેંચાય સખત દુઃખાવો થાય, ઉભા થવાય નહીં, ચાલી ના શકાય, પગની ચામડીનો રંગ બદલાઈ જાય, ચામડી પર ચાંદા પડે ચમાકા પડે, સખત થાક લાગે અને જો પગના બધા જ ભાગને લોહી ના મળે તો પગ કાળો થઈ જાય ગેન્ગ્રીન થઈ જાય અને પગ કાપવો પણ પડે આને ‘લેગ એટેક’ કહેવાય.

૪. કિડનીને લોહી પહોંચાડનારી નળીઓ (રીનલ આર્ટરી)માં બ્લોક હોય તેને ‘‘રીનલ સ્ટીનોસીસ’’ કહેવાય એટલે કે કિડનીને લોહી ના મળે આ વખતે બ્લડ પ્રેશર ખૂબ વધી જાય (અનકૅટ્રોલ્ડ હાયપર ટેન્શન) જેની અસરથી ‘કન્જેસ્ટીવ કાર્ડીઆક ફૅલ્યૉર’ (હૃદય કામ કરતું બંધ થઈ જાય.) થાય જેનાથી મૃત્યુ થાય. કોઈવાર આને લીધે કિડની પણ કામ કરતી બંધ થઈ જાય.

૫. એન્યુરીઝમ એટલે કે કોઈવાર શરીરના ગમે તે ભાગમાં લોહી પહોંચાડનારી મોટી-નાની અને ખૂબ નાની (ઝીણી) લોહીની નળીઓમાં ઉંમરને કારણે અથવા જન્મથી નળીની દિવાલ કોઈ ઠેકાણે પાતળી હોય ત્યાં લોહીના દબાણને કારણે નળીનો ભાગ ઉપસી આવે (ગોળો થઈ જાય) ૮૦ ટકા કિસ્સામાં, હૃદયમાંથી નીકળતી મુખ્ય નળી ‘એઓરટા’માં એન્યુરીઝમ થાય જેને ‘એઓર્ટીક એન્યુરીઝમ’ કહેવાય આવું ‘એન્યુરીઝમ’ છાતીના ભાગમાં હોય તેને ‘‘થોરાસીક એઑર્ટીક એન્યુરીઝમ’’ કહેવાય આવા ‘એઓર્ટા’ના એન્યુરીઝમ પેટના (એબ્ડોમન) ભાગમાં કિડનીની ઉપરની આર્ટરી કિડનીની નીચેની આર્ટરી અને બન્ને કિડનીના જંકશન આગળ મુખ્ય રીનલ આર્ટરીમાં પણ હોય જેને અનુક્રમે ૧. સુપ્રાટીનલ એન્યુરીઝમ ૨. ઇન્ફ્રારીનલ એન્યુરીઝમ અને ૩. જક્ષ્ટા રીનલ એન્યુરીઝમ કહેવાય આ બધા જ પ્રકારના નાના કે મોટા એન્યુરીઝમમાં નાના એન્યુરીઝમ મોટે ભાગે કોઈ તકલીફ નથી કરતાં પણ ૧. મોટા એન્યુરીઝમમાં ચરબી અને કેલ્શ્યમનો ગઠ્ઠો (પ્લેક) થાય ૨. આ ક્લોટ (થ્રોમ્બસ) છુટો પડી લોહીના પ્રવાહ સાથે શરીરમાં ફરવા માંડે ૩. એન્યુરીઝમનું કદ વધે અને કોઈ બીજા ભાગને દબાવે જેને લીધે દુખાવો થાય. ૪. કોઈકવાર આ એન્યુરીઝમની દિવાલ પાતળી હોવાથી તે તુટી જાય (રપ્ચર) અને આને લીધે દરદીનું મૃત્યુ પણ થાય.

૬. રીનલ આર્ટરી ડીસીઝ આગળ નં. ૪માં જણાવ્યા પ્રમાણે રીનલ આર્ટરીના રોગ આર્ટરીના એથેરો સ્કલરોસીસને કારણે થાય છે અથવા વારસાગત ‘ફાઇબ્રોમસ્કયુલર ડીસ્પ્લે ઝીઆ’ નામની ખામીને કારણે બાળકોમાં થાય છે.

૭. રેનોડઝ ડીસીઝ લોહીની નળીઓ જે હાથ અને પગની આંગળીઓ અને અંગુઠાને લોહી પૂરું પાડે છે તે નળીઓ કોઇવાર બહારના ખૂબ ઠંડા વાતાવરણને કારણે એકદમ સંકોચાઈ જાય છે. કોઈવાર વ્યક્તિ ખૂબ એક્સાઇટ (ઉત્તેજીત) થઈ જાય ત્યારે પણ સંકોચાઈ જાય આને કારણે કોઈવાર હાથ અને પગની આંગળીઓ ઠંડી પડી જાય અને આંગળીઓ બિલકુલ સફેદ થઈ જાય અને બીલકુલ સંવેદન વગરની (જાુઠી પડી) થઈ જાય. કોઈકવાર આ રોગ ‘લ્યુયસ’ રૂમેટોઇડ આર્થાઈટીસ, સ્કલેરોડઝમા જેવા રોગ સાથે પણ હોય છે.

૮. બર્જર ડીસીઝ આ રોગ મોટે ભાગે તમાકુનો ઉપયોગ ખાવામાં અને પીવામાં (ગુટકા અને સિગારેટ) કરનારાને થાય છે. આ રોગમાં હાથ અને પગની આંગળીઓ, હાથ, પગની નળીઓમાં કલોટ થવાને કારણે થાય છે. આમા ખૂબ દુઃખાવો થાય અને કોઈવાર હાથ અને પગ કાપવા પણ પડે.

૯. પેટીફ્રલ વીનસડીસીઝ - વૅટીકોર્મ વેઇન્સ વેઈન (શીરા) એટલે જે નળીઓ અશુદ્ધ લોહી હૃદય તરફ લઈ જાય છે. પાતળી પોલી નળીઓમાં વચ્ચે વચ્ચે થોડા અંતરે વાલ્વ હોય છે. જ્યારે સ્નાયુ સંકોચાય ત્યારે આ નળીઓ દબાય અને લોહી ઉપર જાય આ વખતે વાલ્વ ખુલ્લા હોય. જ્યારે સ્નાયુ ઢીલા થાય ત્યારે વાલ્વ બંધ થાય અને ઉપર ચડેલું લોહી નીચે ઉતરી ના જાય કોઈ વખત ઉંમરને કારણે વાલ્વ ઢીલા થયા હોય કે ખરાબ થયા હોય ત્યારે ઉપર ગએલું લોહી પાછુ નીચે આવે. આવે વખતે નળીઓ ફૂલી જાય અને ચામડીની સપાટી ઉપર દેખાય અને ‘વેટીકોઝ વેઇન્સે’ કહેવાય. મોટા ભાગે ડૉક્ટરો, નર્સ, સેલ્સમેન, પોલીસ, સૈનીક વગેરેને આ રોગ થવાની શક્યતા વધારે છે.

૧૦. વીનસ કલોટસ વેઇનમાં લોહી ગંઠાઇ જવાની પરિસ્થિતિ ૧. લાંબો વખત સુધી દરદી પથારીમાં પડ્યા રહે. ૨. ચેપ કે ઈજાથી વેઈનને નુકશાન થાય ત્યારે ૩. વેઈનના વાલ્વને નુકશાન થયું હોય. ૪. ગર્ભાવસ્થા વખતે ખાસ થાય.

૧૧. ડીપવેઇન થ્રોમ્બોસીસી શરીરની ચામડીથઈ ઘણી ઊંડી જગાએ વેઇનમાં ‘ક્લોર થયો હોય.’

૧૨. પલ્મોનરી એમ્બોલીઝમ લોહીની નળીઓ (વેઇન્સ)માં થએલો કલોટ છુટો પડીને ફેફસામાં જાય અને તાત્કાલિક સારવાર ના કરવામાં આવે તો મૃત્યુ થાય.

૧૩. લીમ્ફેડીમા શરીરમાં લીમ્ફેટીક સિસ્ટમ એટલે લીમ્ફેટીક્વેસલ્સ અને લીમ્ફનોડઝ કહેવાય. આ લીમ્ફીટીક સિસ્ટમ તમારું રક્ષણ શરીરને નુકસાન કરનારા તત્વોથી કરે છે અને એ રીતે તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમને મદદ કરે છે. લીમ્ફેટીક વેસલ્સ આખા શરીરમાં લોહીની નળીઓ માફક ફેલાએલા છે. જ્યારે હાથ અને પગના લીમ્ફેટીક નળીઓમાં પ્રવાહી જમા થાય તેને લીમ્ફેડીમા કહેવાય પ્રવાહી જમા થવાનું કારણ કોઈ વખત લીમ્ફનોડ હોય નહીં અથવા તેને નુકશાન થયું હોય અથવા કાઢી નાખેલી હોય.

વાસ્કયુલર ડીસીઝના લક્ષણો ઃ

કોઈપણ મોટા અથવા નાના અવયવને લોહી પૂરુ પાડતી (આર્ટરી) અને અશુદ્ધ લોહી પાછુ લઈ જતી (વેઇન્સ)માં લોહી જામી જવાથી અથવા ચરબીના ગઠ્ઠા બનવાથી પૂરતું લોહી મળે નહીં અને વેઇનમાં વાલ્વની ખામીને કારણે લોહી રોકાઈ જાય ત્યારે તે અવયવને તકલીફ પડે. જ્યારે કિડનીમાં બ્લોકને કારણે લોહી ના મળે ત્યારે કિડની ફેઈલ થઈ જાય કિડનીને લોહી આપનારી નળીઓ ખરાબ થવાનું કારણ ડાયાબીટીસનું પ્રમાણ વધી ગયું હોય આજ રીતે છાતીનો દુઃખાવો (એન્જાઇના) અને ત્યાર પછી હાર્ટ એટેક આવે છે તેનું કારણ પણ જે કાબુમાં લાવી શકાતું નથી એવું જૂનું લોહીનું દબાણ (ક્રોનીક બ્લડ પ્રેશર) અને હૃદયને લોહી પહોંચાડનારી નળીઓમાં બ્લોક હોય ત્યારે થાય છે. આજ પ્રમાણે મગજને લોહી પહોંચાડનારી નળીઓમાં બ્લોક હોય ત્યારે થાય છે. આજ પ્રમાણે મગજને લોહી પહોંચાડનારી કેરોટીડ આર્ટરીનું સ્ટીનોસીસ (સંકોચાવું) હોય ત્યારે મગજનો એટેક (બ્રેઇન એટેક) અથવા ટી.આઇ.એ. (ટ્રાન્સીઅન્ટ ઇશ્વેમીક એટેક) કહેવાય. પગમાં લોહીની નળીઓના બ્લોકને લીધે અથવા વાલ્વની ખામીને લીધે લોહી ના મળે ત્યારે લેગ એટેક કહેવાય. આ ઉપર જણાવેલા ત્રણે પ્રકારમાં

૧. કિડની કામ ન કરે પેશાબ બંધ થઈ જાય, સોજા આવે વજન વધે, ખૂબ ઊંઘ આવે અને તાત્કાલીક ઉપાય ના કરવામાં આવે તો શરીરમાં ટૉક્સીન વધે અને મૃત્યુ થાય

૨. હાર્ટને લોહી ના મળે તો હાર્ટ એટેક આવે. ખૂબ દુઃખાવો છાતીમાં થાય તેનો ફેલાવો ડાબા હાથ, ડાબા પડખા, ડાબા લમણા સુધી જાય. તાત્કાલીક સારવાર ના મળે તો મૃત્યુ થાય.

૩. બ્રેઇનને લોહી ના મળે ત્યારે થોડીવાર દેખાતું બંધ થઈ જાય. એક અથવા બન્ને પગ અને હાથ ખોટા પડી ગયા હોય તેવું લાગે ચક્કર આવે અને સમયસર સારવાર થાય નહીં તો લકવો (પેરાલીસીસ) થઈ જાય અથવા વ્યક્તિ બેભાન થઈ મૃત્યુ પામે.

૪. લેગએટેકમાં પગની ચામડી કાળી પડી જાય અસહ્ય દુઃખાવો થાય, સોજા આવે ચામડી ઉપર ચાંદા પડે અને વધારે વખત આવી પરિસ્થિતિ રહે તો પણ કાપવો પડે.
ટૂંકમાં જે અવયવમાં લોહી ના પહોંચતું હોય તે અવયવને લગતી બધી તકલીફો કે લક્ષણ થાય.
આ જ રીતે વેઇનમાં પણ બ્લોક થાય ત્યારે જે અંગમાં બ્લોક થયો હોય ત્યાંના લક્ષણો થાય. દા.ત. ડીપ વેઇન થ્રોમ્બોસીસ જેમાં લાંબો વખત પથારીમાં સુવાથી વેઇનમાં લોહી જામી જાય અથવા લાંબો વખત મુસાફરી કરી હોય અને એક જ સ્થિતિમાં પગ રહે ત્યારે પણ આવું થાય. હાડકાને ઇજા થઈ હોય, લાંબો વખત બર્થ કંટ્રોલની ગોળીઓ લીધી હોય, ઇસ્ટ્રોજન થેરેપી લીધી હોય, શરીરમાંથી પાણી ઓછું થયું હોય, ગર્ભાવસ્થા વખતે નશો દબાય ત્યારે આ પ્રમાણે થાય દર્દીને પગ ખૂબ દુઃખે ઉભા થાઓ ત્યારે ચાલો ત્યારે ખૂબ દુઃખે. કોઈકવાર ક્લોટ છૂટો પડીને ફેફસાની નળીઓમાં જાય તો ‘પલ્મોનરી એમ્બોલીઝમ’ નામની તકલીફ થાય જેમાં શ્વાસ ચડે, છાતીમાં દુઃખે, ગળફામાં લોહી આવે.
વાસ્ક્યુલર ડીસીઝનું નિદાન કેવી રીતે થાય ઃ
નિદાન કરવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે જે અવયવ કે અંગને લોહી ના મળે તેની ફરીયાદ હોય છે. આમ છતાં દર્દીની વિગતો (હીસ્ટ્રી), ફરીયાદ અને લક્ષણો પરથી નિદાન થઈ શકે કે કયા અંગની તકલીફ છે. આ સિવાય મગજ માટે ‘સેરીબ્રલ એન્જીઓગ્રાફી’ (કેરોટીડ એન્જીઓગ્રામ) કરવામાં આવે અથવા કેરોટીડ અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવે છે. કોઇવાર સી.ટી. સ્કેનથી મગજની તકલીફનું નીદાન થાય છે. ડોપલર અલ્ટ્રા સાઉન્ડ ટેસ્ટથી સેરેબ્રોવાસ્કયુલર અને પેરી ફ્રલ વાસ્કયુલર ડિસીઝ પણ નક્કી થઈ શકે એમ.આર.આઈ. (મેગ્નેટીક રેઝોનન્સ ઇમેજ) તપાસ લગભગ બધા જ પ્રકારના વાસ્કયુલર ડીસીઝ માટેની શ્રેષ્ઠ તપાસ છે. પેરીફ્રલ વાસ્કયુલર ડીસીઝ માટે એન્કલ બ્રેકીઅલ, પ્રેશર ઇન્ડેક્ષ (એબીપીઆઇ/એ.બી.આઇ.)ની તપાસથી તમને પગને લોહી પહોંચાડનારી નળીઓમાં પ્રેશર કેટલું ઓછું થયું તે જાણવા મળે છે. જો એ.બી.પી.આઇ.નો આંકડો ૦.૮ થી નીચે હોય તો પેરીફ્રલ વાસ્કયુલર ડીસીઝ છે. એમ નક્કી થાય છે. આજ પ્રમાણે હાર્ટના રોગ (સેરીબ્રોવાસ્ક્યુલર ડીસીઝ)માં કાર્ડીઓ ગ્રામ, ટ્રેડમીલ, ડોપલર, ઇકો કાર્ડીઓ ગ્રામ અને એન્જીઓ ગ્રાફીથી હાર્ટની નળીઓમાં ક્યાં અને કેટલા બ્લોક છે તે ખબર પડે. કિડની માટે પણ રીનલ એન્જીઓગ્રામ અને સી.ટી. સ્કેન તેમજ એમ.આર.આઇ.થી નિદાન થાય. વાસ્કયુલર ડીસીઝની સારવાર કેવી રીતે થાય

વાસ્ક્યુલર સર્જનમાં પણ ચાર સ્પેશ્યાલીસ્ટ પ્રમાણે ભાગ છે.

૧. કાર્ડીઓ વાસ્કયુલર સર્જન જે હૃદય અંગેની તકલીફોની સારવાર કરે.

૨. કિડનીના સર્જન (નેફ્રો સર્જન)

૩. મગજના (ન્યુરો સર્જન) અને

૪. ખરા વાસ્કયુલર સર્જન જે ઉપરના ત્રણ સિવાય પગના, હાથના સર્જનને કહેવાય.

 

વાસ્ક્યુલર ડીસીઝ માટે થોડી વધારાની વાતો

 

૧. હૃદય રોગ (કાર્ડીઓ વાસ્કયુલર ડીસીઝ), મગજનો રોગ (સેરીબ્રો વાસ્કુયલર) કિડનીનો રોગ (રીનલ વાસ્કયુલર ડીસીઝ) - આ ત્રણે રોગ વાસ્કયુલર ડીસીઝ કહેવાય પણ તે દરેકનું નિદાન અને સારવાર જુદી જુદી હોય.

 

૨. હાથ અને પગ - ખાસ કરીને પગના વાસ્કયુલર ડીસીઝમાં પગની આર્ટરીમાં ક્લોટ થાય અથવા અને ‘ડીપવેઇન થ્રોમ્બોસીસ’ થાય ત્યારે ખાસ રીતે નિદાન કરવું જોઈએ અને સારવાર વાસ્કયુલર સર્જન પાસે કરાવવી જોઈએ.

 

૩. આપણા દેશમાં અંદાજે ૨૦ લાખ વ્યક્તિઓ વાસ્ક્યુલર ડીસીઝથી પીડાય છે.

 

૪. વાસ્ક્યુલર ડીસીઝ જે હૃદયની બહાર હોય તેમાં પણ મૂળ કારણ એથેરોસ્કલરોસીસ (નળીઓ સખત થવી), આર્ટરીઓ સ્કલરોસીસ (નળીમાં કલોટ હોવા) છે.

 

૫. જેમાં માનવી મૃત્યુ જ પામે તેવા ખરાબ (ડેડલી) વાસ્કયુલર ડીસીઝમાં ૧. કેરોટીડ આર્ટરી ડીસીઝ ૨. પેરીફ્રલ આર્ટરી ડીસીઝ (પી.એ.ડી.) ૩. એઓર્ટીક એન્યુરીઝમ - આ ત્રણ ગણાય છે.

 

૬. વાસ્ક્યુલર ડીસીઝ થવાની શક્યતા વધારેમાં વધારે (૮૦ ટકા) ૧. ડાયાબીટીસ ૨. બી.પી. ૩. સિગરેટ તમાકુનો ઉપયોગ ૪. લોહીમાં કોલેસ્ટ્રોલનું વધારે પ્રમાણ અને ૫. વારસાગત છે માટે આવી વ્યક્તિઓએ ‘અગમચેતીએ સાવચેતી’ નિયમ પ્રમાણે દર વર્ષે તપાસ કરાવી થોડી પણ તકલીફ હોય તો સારવાર કરવી જોઈએ.

 

૭. વાસ્ક્યુલર ડીસીઝમાં સર્જીકલ સારવારમાં

૧. બાયપાસ ગ્રાફટીંગ અને અથવા સ્ટેન્ટીંમ

૨. કેરોટીડ એન્ડાટરકટોમી

૩. બલુન એન્જીઓ પ્લાસ્ટી

૪. આઇ.વી.સી. ફીલ્ટર પ્લેસમેન્ટ

૫. હેન્ડ એસીસ્ટેટ લેપ્રોસ્કોપીક સર્જરી (એચ.એ.એલ.એસ.)

૬. સ્ટ્રીપીંગ ઑફ સેફેનસ વેઇન - આટલી રીતે થાય.

૭. વેટીકોસ વેઈન પણ વાસ્કયુલર ડીસીઝ ગણાય છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved