Last Update : 29-April-2012, Sunday

 

સફળતાના બે નામ ઃ સિકંદર અને વૈશાખનંદન!

ફિલ્લમ ફિલ્લમ

ઘણા વરસો પછી એવો ઉનાળો આવ્યો છે કે જ્યારે ‘આવી ગરમી તો અગાઉ ક્યારેય પડી નથી’ પ્રકારની પરસેવે નિતરતી કોમેન્ટોનો ઉકળાટ અનુભવાતો હોય. ભરઉનાળે વાદળછાયા વાતાવરણ અને છૂટક-છૂટક છાંટાના કારણે સૌ વાતાવરણથી પરેશાન છે, પરંતુ ગરમીને ગાળો આપતા નથી.
ગરમી માટે બચાવી રાખેલી ગાળોની લેતી-દેતી બોલીવુડના સર્જકો-વિવેચકો વચ્ચે થતી હોય તો નવાઈ નહીં. ‘હાઉસફૂલ-ટુ’ને વિવેચકોએ વખોડી નાખી હતી અને સાજીદ ખાને વિવેચકને ચોપડાવી હતી. આ અઠવાડીયે ‘હાઉસફૂલ-ટુ’નું કલેક્શન સો કરોડના આંકને વટાવી ગયું છે એટલે સાજીદનો આત્મવિશ્વાસ ટોચે પહોંચ્યો છે. પરિણામે તેને વિવેચકો અગાઉ કરતા વઘુ વામણા લાગવા લાગ્યા હશે!
ફિલ્મોની સફળતામાં કોઈ લોજીક કામ આવતું નથી અને બધા લોજીક લગાવ્યા પછી પણ ફિલ્મ નિષ્ફળ જતી હોય છે. એટલે મિત્રો-શુભેચ્છકો જેને ‘જીતા વો હી સીકંદર’ કહે છે તેને તેના વિરોધીઓ-દુશ્મનો ‘ફાવ્યો ગધેડો ડાહ્યો’ કહે છે.
આ હિસાબે હાલ સાજીદને ‘સિકંદર’ અને ‘વૈશાખનંદન’ - બન્ને ઉપમા મળતી હોય તો નવાઈ નહીં! સફળતા મળતી હોય તો ‘સિકંદર’ કે ‘વૈશાખનંદન’ કહેવડાવવાનો કોઈને વાંધો નથી હોતો. આ ગણતરીએ ‘વીકી ડોનર’ના સર્જક-કલાકારો પણ પોતાને સિકંદર કે વૈશાખનંદન કહેવડાવવા લાઈનમાં છે.
ખાસ્સી લો-બજેટ અને એકંદરે અજાણ્યા કલાકારો-કસબીઓ સાથેની તદ્દન ઓછી પબ્લીસીટી સાથે રિલીઝ થયેલી ‘વીકી ડોનર’ ડાર્ક હોર્સ સાબિત થઈ છે. ‘હાઉસફૂલ-ટુ’ના સતત વધતા વકરામાં બ્રેક લગાવનાર આ ફિલ્મ વિવેચકો અને દર્શકો-બન્નેને ગમી છે. માત્ર માઉથ પબ્લીસીટીના કારણએ આ ફિલ્મ પોતાની પડતર કરતાં વઘુ મળતર મેળવવાના રસ્તે છે.
થોડા સમય પછી કદાચ એવું પણ બને કે પડતર વિરૂઘ્ધ મળતરના રેશિયોમાં ‘વીકી ડોનર’ કરતાં ‘હાઉસફૂલ ટુ’ પાછળ હાય.
આ ફિલ્મની સાથે રીલિઝ થયેલી ‘હેટ સ્ટોરી’ પણ સીંગલ થિયેટરોમાં અપેક્ષા કરતાં વધારે વકરો મેળવી રહી હોવાનું કહેવાય છે. આ ફિલ્મના ટેલિવીઝન પ્રસારણના હકો વેચાઈ ચૂક્યા હશે તો જે-તે ટીવી ચેનલને ટેન્શન થઈ ગયું હશે.
જે પ્રકારે ‘ડર્ટી પીક્ચર’નું પ્રસારણ અટકાવવામાં આવ્યું છે તે જોતાં આ પ્રકારની બોલ્ડ ફિલ્મોએ હવે માત્ર અને માત્ર ઓફિસ કલેક્શન પર જ મદાર રાખવો પડશે. એટલે બનશે એવું કે આ પ્રકારની મોટાભાગની ફિલ્મોના બજેટમાં પણ કાપ આવશે અને માત્ર અને માત્ર નવા ચહેરા જ આવી ફિલ્મોમાં કામ કરવા તૈયાર થશે.
કોઈપણ પ્રકારનું ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતા હોય તેવા કલાકારો માટે બીગ બેનર ફિલ્મો મેળવવાની શક્યતાઓ દિવસે દિવસે ઘટતી જાય છે. તેમણે ેટલિવીઝનના કોઈ ટેલેન્ટ શૉ કે પછી સુપર-ડુપર હીટ સિરીયલથી પોતાની પહેચાન બનાવવી પડે કે પછી કોઈ સી ગ્રેડની ફિલ્મથી કરયિરની શરૂઆત કરવી પડે. હીરોઈન બનવા ઈચ્છતી કન્યાઓ માટે એકંદરે વધારે તક છે. સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા બનવાથી કે મોડેલ તરીકે ઓળખ બનાવીને ફિલ્મ મેળવી શકાય છે.
એક મુદ્દો એવો પણ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દીકરાઓને ફિલ્મ લાઈનમાં લાવવા માટે સૌ ઉત્સુક હોય છે, પરંતુ પોતાની દીકરીઓને હીરોઈન બનાવવા ઉત્સુક હોય તેવા કલાકાર મા-બાપો એકંદરે ઓછા છે. એટલે હીરોઈન તરીકે ફિલ્મી બેકગ્રાઉન્ડ ના હોય તેવી કન્યાઓ માટે હીરો બનવા માગતા નોનફિલ્મી કલાકારો કરતાં વધારે તક રહેલી છે.
આમ પણ, હીરોઈન તરીકે એક દસકાથી લાંબો સમય ટકવું અઘરું છે એટલે હીરો તરીકે બે-અઢી દાયકાથી ટોચ પર ટકેલા કલાકારોની ભીડ જોવા મળશે, પરંતુ હીરોઈનોના ચહેરા બદલાતા રહે છે. એટલે બોલીવુડમાં હીરોઈનોનું મહત્ત્વ ભલે ના હોય, હીરોઈનની કરિયરનું મહત્ત્વ ઉપલબ્ધ તકોના આધારે વધારે ગણી શકાય.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved