Last Update : 29-April-2012, Sunday

 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

* તમામ સાહિત્યકારોમાંથી સૌથી શ્રેષ્ઠ વક્તા કોણ છે ?
- તમારે ફક્ત મને લગતા સવાલો નહિ પૂછવા જોઈએ.
(મઘુકર જે. સ્વામી, અમદાવાદ)

 

* તમે અન્ય હાસ્યલેખકોના લેખો વાંચો છો ?
- શું કામ વાંચું ? મને એ લોકો માટે કોઈ ફરિયાદ નથી.
(ગીરિશ જે. પટેલ, સુરત)

 

* અમારું આખું ગુ્રપ તમને આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક ગણે છે.... તમે ગણો છો ?
- આ કોલમ હાસ્યાસ્પદ જવાબો માટે છે.. હાસ્યાસ્પદ સવાલો માટે નહિ !
(વિશાખા ભટ્ટ અને અન્ય ૧૬, અમદાવાદ)

 

* શિલ્પા શેટ્ટીના વાળ, ઐશ્વર્યાની આંખો અને કેટરિના કૈફના હોઠ... એ ત્રણેમાંથી તમને વઘુ શું ગમે ?
- મને કોઈ કોકટેઈલ કરી આપશો ?
(સુધાકર મકારીયા, વડોદરા)

 

* હંિદી ફિલ્મોની સૌથી લાંબી એક્ટ્રેસ કઈ ?
- એની તપાસ માટે આપણે કેટલાકને ‘ઉપર’ મોકલ્યા છે.
(શિવમ ગો. પટેલ, અમદાવાદ)

 

* પરિણીત હોવા છતાં નર-નારીઓ બહાર પ્રેમ-સંબંધો શું કામ બાંધતા હશે ?
- ઘરે શ્રેષ્ઠ પર્ફોમન્સ બતાવવા માટે બહાર રીહર્સલો જરૂરી છે.
(સુનંદા જી. પટેલ, સુરત)

 

* મારી ઇચ્છા છે કે, તમે ફૂટપાથ ઉપર ખૂમચો લઈને કેળા-ચીકુ વેચવા ઊભા રહો.
- ૩૫ વર્ષ પહેલા ‘બુધવારની બપોરે’ શરૂ કરી, ત્યારથી ઘણા દોસ્તો તમારા જેવી મહત્વકાંક્ષા રાખીને બેઠા છે.
(પ્રકાશ શાહ, અમદાવાદ)

 

* તમે કોઈ પૂરા કદની જાડી ભમભોલ સ્ત્રી નીચે કચડાઈ ગયા હો તો શું કરો ?
- મારા ભાગના શ્વાસ લેવાની એને રીકવેસ્ટ કરું.
(લીલાવતી સુમતિનાથ, સુરત)

 

* જય વસાવડા તમારા હંમેશા વખાણ કરતા હોય છે...
- એ માણસે વિશ્વ સાહિત્ય બહુ વાંચ્યું છે.
(પરેશ લાલભાઈ શાહ, રાજકોટ)

 

* બધા જ હાસ્યલેખકો બહુ બોરંિગ લખે છે... અમારે એમના લેખો બામની શીશી લઈને વાંચવા પડે છે.
- તમે કદાચ મારા સિવાયના હાસ્યલેખકોની વાત કરતા લાગો છો... મારા કેસમાં તો એ શીશી ય કામમાં આવે એમ નથી.
(શ્રીમતી કેતના કશ્યપ ત્રિવેદી, અમદાવાદ)

 

* પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક તમને ચુંબન કરે તો ?
- તો ભારત-પાકિસ્તાન વચ્ચે સુમેળભર્યા સંબંધોની એ શરૂઆત કહેવાશે.
(દિનેશ વખોલીયા, નડિયાદ)

 

* અશોકજી, શોપંિગ-મોલમાં આવતી કેટલી સ્ત્રીઓ મેઈક-અપ વગર પણ સુંદર લાગતી હશે ?
- એકવાર જોવા દે, તો ખબર પડે !
(મિનોલી કસબવાલા સુરત)

 

* આપણા એકે ય નેતાનું સ્ટેચ્યુ મેડમ તુસાડઝના મ્યુઝીયમમાં કેમ મૂકાતું નથી ?
- લોકો એને પાછળથી બગાડી જાય !
(જે. એન. ઠક્કર, મુંબઈ)

 

* આતંકવાદીઓ તમારી પત્નીનું અપહરણ કરીને, એને છોડાવવાના ૫૦-લાખ માંગે તો ?
- અઠવાડિયું રાહ જોવી પડે....! એને પાછી લઈ આવવાના પાંચ કરોડ મોકલાવશે !
(જનાર્દન કેશવ મોંગળે, વડોદરા)

 

* તમારા જેવા સફળ હાસ્યલેખક બનવા માટે કઈ ઉંમર અને કેટલો અનુભવ જોઈએ ?
- ઉંમર... ૧૮-થી ૨૫-સુધીની... સાથે ૪૨-વર્ષનો અનુભવ.
(લોકેશ હરખચંદ શાહ, સુરત)

 

* સાંભળ્યું છે, તમે તમારા શો એક્ઝેટ ટાઈમે જ શરૂ કરો છો ?
- હા, પણ હજી તો શ્રોતાઓ આવતા હોય છે ત્યાં, પહેલા આવી ગયેલાઓ જવા ય માંડે છે !
(ચૈતાલી રાજ પટેલ, અમદાવાદ)

 

* ગુજરાતી સાહિત્યને સુધારી કેવી રીતે શકાય ?
- સોરી... આપણે ત્યાં હથિયારબંધી છે.
(મમતા અને સુરેશ કોન્ટ્રાક્ટર, જામનગર)

 

* કેટરિના કૈફ આટલી સુંદર છે તો, એની મમ્મીની ઉંમર શું હશે ?
- હું છ વર્ષનો થયો, ત્યારથી મમ્મીઓમાં રસ લેતો નથી.
(સિદ્ધાર્થ લીલાચંદ, સુરત)

 

* તમે બીજી વાર લગ્ન કરો ખરા ?
- ના. પરફેક્શનને સુધારી શકાય નહિ.
(દિશા મોહનલાલ પટેલ, અમદાવાદ)

 

* ભારતના બે મશહુર કુંવારાઓ કોણ ?
- સની લિયોન અને રાહુલ ગાંધી.
(પોખરાજ મ. પંડિત, અમદાવાદ)

 

* જૂના જમાનાની હીરોઈન નંદા હજી સુધી કેમ પરણી નથી ?
- એને મંગળ નડતો હતો ને મને શનિ.
(વિનયકાંત મહેશચંદ્ર શાહ, અમદાવાદ)

 

* શું શક્તિસંિહ ગોહિલને કોઈ એક્સિડેન્ટ થયો છે ?
- ના. એમણે લગ્ન નથી કર્યા.
(પ્રભાત મંગળદાસ, ગાંધીનગર)

 

* ૫૦-ની ઉંમર પછી પુરૂષો પતી કેમ જાય છે ?
- ઘરમાં જ.
(જયેશ પટ્ટાવાલા, સુરત)

 

* શું તમે એવા જ સવાલોના જવાબો આપો છો, જે તમને સમજાય છે ?
- આનો જવાબ તમને નહિ સમજાય !
(કવિતા જે. શાહ, વલસાડ)

 

* શું તમે હકીભાભી માટે ‘તાજમહલ’ બંધાવશો ?
- અમારામાં ૧૪-૧૪ ડીલિવરીઓ સુધી રાહો ના જોવાય ! બા ખીજાય !!
(ક્રિષ્ના મઘુસુદન જાની, રાજકોટ)

 

* આજકાલ તમે જોયેલી કઈ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નાટક અને શ્રેષ્ઠ પુસ્તક જોઈને ખૂબ ખુશી થઈ ?
- ફિલ્મ ‘કહાની’, નાટક સૌમ્ય જોશીનું ‘વેલકમ જીંદગી’ અને મારી પાસબુક.
(જયોતિ પટેલ, મહેસાણા)

 

* જીવન જીવવાનો સૌથી સલામત રસ્તો કયો ?
- ગાંધી રોડ.
(અશોક કે. પરીખ, અમદાવાદ)

 

* મેરેલિન મનરો અને એલિઝાબેથ ટેલરની સુંદરતાના આટલા બધા વખાય થાય છે, તો શું એમના પછી બીજી કોઈ સુંદર સ્ત્રી આવી જ નથી ?
- હાલમાં તો અમારી પાસે સ્ટોકમાં એક માત્ર માયાવતિ પડ્યા છે... એમનાથી કામ ચલાવી લો.
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved