Last Update : 29-April-2012, Sunday

 

ક્ષણે ક્ષણમાં જરુરી છે આત્મ નિરીક્ષણ...

દોબારા દોબારા - અલતાફ પટેલ

 

ખુદહી અપની જફાઓં પર ગૌર કરેં,
હમ કહેગેં તો શિકાયત હોગી...ઉસ્માન
એ ભલે પોતાની ભૂલોને રાઈ બરાબર ગણતા હોય પણ એ ખરેખર એટલી ગંભીર સાબીત થઈ ગઈ છે કે તે અનેક વિમાસણમાં ઘેરાઈ ગયા છે. પોતાની હોંશિયારી એમને જ યારી આપતી નથી કેમકે એ હોશંિયારીમાં લગભગ ફીશીયારીજ મહત્વનો ભાગ ભજવી ગઈ. એમની લુચ્ચાઈ ચાઇનીઝ બનાવટ જેવી તકલાદી પ્રત્યક્ષ થઈ. ધાર્યા નહોતા એવા અણધાર્યા પરિણામોએ એમને એવા તો નાસીપાસ કરી દીધા કે પીધા પછી પીનારાની જે કફોડી હાલત થાય છે તેવી જ હાલત એમની થઈ ગઈ. હાલત તો કેવી એમને પોતાની જાત પર નાલત છવાઈ ગઈ. હજુ પણ ચેતી જાય તો ફજેતી થતાં અટકે તેમ છે પણ આંખના પોપચાં એવા બીડાઈ ગયા છે કે અપાર મુશ્કેલીમાં ભીડાઈ ગયા પછી પણ ઉઘડતાં નથી.
તમાચો મારીને લાલ ગાલ રાખવાની ચેષ્ટા એમની તો કમાલની છે. એમની કુટીલતા, વિટંબણા (જફા) બમણા વેગે તેમને એ તરફ ચંિતન (ગૌર) કરવા પ્રેરી રહી છે પણ એમનું જક્કી વલણ ચક્કીની જેમ એમના સમગ્ર અસ્તિત્વને પીસી રહ્યું છે. જો ખરેખર ગંભીરતાથી આત્મ મંથન, આત્મ પરિક્ષણ કરે તો ચોક્કસ સમજાઈ જશે કે રજાઈ ઓઢીને અશ્રુસાર્યા કરવાથી કશું જ વળવાનું નથી. પોતે જ ઉભી કરેલી થોરની વાડ એમને રાડ પાડી પાડીને કાનના પડદા ખોલી રહી છે પણ મડદાની જેમ એમના ઉપર અસર થતી નથી એટલે પરિસ્થિતિ વણસી રહી છે. શાયર એ અંગે ખૂબ ચંિતીત છે પણ એમને કહેવા જાય તો એને ફરીયાદ (શિકાયત) ગણી ઉલ્ટાનું અવગણી ક્રોધિત બને છે.
ખુદ અપને પર ઔર અપનોં પર સીતમ ઢાતે હે બેરુખીસે,
કહેતે હેં ફીર અલતાફ હમમેં અકલમંદી અભી બાકી હે...

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved