Last Update : 29-April-2012, Sunday

 

યુગપ્રવર્તંક યોગેશ્વર

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે જ જગતની ઉત્ક્રાંતિનો ઉદય થયો.
એની મુદ્રામાં યુગનો પ્રતાપ પરખાયો, એના આગમન સાથે વિજનતામાં વસ્તી જાગી.
પરાક્રમી પૂર્ણ પુરુષના ભાલે ભાગ્યદેવીએ ઊગતા સૂર્ય કિરણનું તિલક તાણ્યું. પુરુષોત્તમના પદસંચારે પ્રકૃતિ પુલકિત બની.
ચૈતન્યના ચાર ખાલી ખૂણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે ભરાઈ ગયા.
અચ્યુતે અર્ધમનું ઉન્મુલન અને ધર્મનું સંસ્થાપન કર્યું.
અણુએ અણુઉમાં રધુવીરની નીતિમત્તા, બૃહસ્પતિની બુદ્ધિ, ત્રિપુરારિની તેજસ્વિતા, વશિષ્ઠની યોગનિષ્ઠા, સનતકુમારની સુન્દરતા, કમળપત્રની કોમળતા અને ભાગીરથીની પવિત્રતા હતી.
તેથી જ તેમની અપ્રતિમ આકૃતિમાં ઇશ્વરીય વિભુ્રતિનાં દુનિયાએ દર્શન કર્યાં.
અનુપમ સૌંદર્યથી સમગ્ર વિશ્વ મોહમય થયું.
તેમના અમોઘ બળ અને પરાક્રમના પ્રતાપી પડછંદાથી જગત આશ્ચર્યચકિત થઈ ગયું.
સાઘુજીવનની શ્રેષ્ઠતા સ્થાપવામાં શ્રીકૃષ્ણની સાત્ત્તિક સુગંધ સર્વત્ર છવાઈ ગઈ.
ભક્તોનું રક્ષણ કર્યું.
દુષ્ટોને દંડ દીધો.
બ્રહ્માનો કેફ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ગાળ્યો, મદાંધ શાસકોને ઘૂળમાં રગદોળ્યા !
દામોદરે પ્રજાને મુક્તિદેવીનાં દ્વાર દેખાડ્યાં !
સુદામાના તાંદુલ સ્વીકારનાર,
વિદુરની ભાજી ભાવથી આરોગનાર,
ગોપીઓના સરલ સ્નેહમાં સરતા, ગોપીજન વલ્લભના હૃદય મર્મને કોણ નહિ સમજે ?
યોગેશ્વર સંસારમાં હોવા છતાં જલકમલવત ! પાણીથી પ્રફુલ્લતું પંકજ જેમ પાણીથી પર, એમ સંસારસાગરના મોજા પર નાચતો નટવર પણ પર.
કુરુક્ષેત્રના રણમેદાનમાં પાર્થને દિવ્યતા દેખાડી ક્ષણમાં શ્સ્ત્રોનું સંદોહન ખેંચી અદ્‌ભુત તત્ત્વદર્શન કરાવી, ગીતામાં ભગવાને ગાયું કે પ્રકૃતિ વિશ્વનો ગુરુ છે. જગતની જન્મદાત્રી છે. ભૌતિક જગતમાં દેખાતાં દયા અને સૌંન્દર્ય પ્રકૃતિમય છે.
‘પાર્થને કહો ચઢાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ’ કહેનારા, ગીતાના જ્ઞાન દ્વારા પંથને પરાક્રમ તરફ પ્રેરતા પરમાત્માની પરાક્રમની પરંપરાનો પણ પાર નથી.
ક્રુર કંસને હણ્યો.
મગધના મગરૂર જરાસંઘને મહાત કર્યો.
વિદર્ભના શિશુપાળના સમ્રાટપદને જડમૂળમાંથી ઉખેડી નાખ્યું.
વિષધર કાળીનાગને નાથ્યે.
દ્વારકા પર આક્રમણ કરનાર કાલયવનને ભસ્મીભૂત કર્યો !
કબાલ્ય નામના હાથીને હણીને હરિએ અમાપ શક્તિનું સૃષ્ટિને ભાન કરાવ્યું. કૌરવોની રાજસભામાં કરેલી મંત્રણાનો વૃત્તાંત વાસુદેવે પાંડવોને પહોંચાડ્યો ત્યારે રાજનીતિ વિધાનનું છૂપું રૂપ છતરાયું થયું.
કૃષ્ણે શ્રેયકર સલાહ દ્વારા કર્ણના મર્મભાગને છેદ્યો, પરિણામે કૌરવ પક્ષના રણયોદ્ધાઓમાં અર્જુનનો વિજય નક્કી જ છે એવો ભાવ જન્મ્યો. દુર્યોધનની સેના ઐક્ય ગુમાવી બેઠી.
નયવિદ્યાનસ શ્રીકૃષ્ણ પરમાત્માનો આ પ્રથમ પરચો હતો.
કૃષ્ણના નામનું માહાત્મ્ય અલૌકિક છે.
પ્રણવ વેદોક્ત છે, કૃષ્ણ વેદાતીત છે.
આ સકલ સૃષ્ટિના યુગપ્રવર્તક તરીકે અવતરેલા યોગેશ્વરને લૌકહૈયાં નટખટ નંદકિશોર તરીકે પિછાને છે.
ગોપાલન.
સંગઠન.
સેવા
શૃંગાર, ધર્મ અને કર્મની કેડી

કંડારનાર કિરતાર !

માનુનીનાં માન મુકાવનારો મોહન !
વ્રજનારીના હૈયામાં વેદના વધારનારો વૃજવિહારી.
મધરાતે મોરલીના મીઠા સૂર છેડી રાધાને ઝબકીને જગાડનારો જગમોહન.
ધેનુ ચરાવતોં ધનંજય.
ટચલી આંગળીએ ગોવર્ધન તોળતો ગિરધારી, અનેક રૂપ છતાં એક.
અર્જુનનો સારથિ થઈ શોભતો.
અઢાર અક્ષોહિણી સૈન્ય વચ્ચે ગીતાનો ગાનાર ગોવંિદ.
સંકટ સમયે સુદર્શન કરગ્રહી સંહાર કરનારો ચક્રધારી.
કૃષ્ણે જ્યારે બંસરીમાં શ્વાસને સરતો મૂક્યો ત્યારે સમગ્ર સૃષ્ટિ તેના પાદપંકજને ચૂની રહી !
સર્વ પ્રેમની સમાનતાની ભાવનાને પ્રજ્જવલિત કરવા વાંસળીના સૂર છેડ્યા તેથી સમગ્ર સંસારના સર્વકાલીન ઉદ્વારક બની રહ્યા.
ગુર્જરી દ્વારેકશ શ્રીકૃષ્ણ શૃંગારોજ્જવલ નાટકનો નટવર છે.
તેની રાસલીલામાં પ્રેમની પૂર્ણિમા પ્રકાશે છે. રાસ રચીને તેમણે લોકોને શાશ્વત અનંત બ્રહ્માના પ્રેમમાં દોર્યા.
અસભ્ય સ્વરૂપનો પ્રેમ તે કામ છે.
વિશુદ્ધ અને ગંભીર સ્વરૂપનો પ્રેમ તે પ્રેમ છે.
અમૃતથી પણ અધિક શક્તિ પ્રેમમાં છે.
રાધા સાથેના સ્નેહમાંથી સાબિતી આપી છે.
યુગ વંદનીય વ્રજવિહારીના સાનિઘ્યમાંથી રાધાજીનો પ્રભાવ પણ પ્રકટ થયો.
જગતમાં વિવિધ પ્રકારની પ્રકાશવંતી છાયા છે તે સર્વ રાધાની આભા છે.
પૃથ્વીના પડ પર જે વિસ્મય જેવું જણાય છે તે જનાર્દનની લીલા છે.
ભક્ત પ્રહલાદને ઉગારવા નૃસંિહ રૂપ ધરતો સંિહ !
નરસંિહ મહેતાની હૂંડી સ્વીકારવા શેઠનું રૂપ ધરનારો શામળિયો.
ગોમતી સંગમ તીરે સુવર્ણ સમૃદ્ધિથી દ્વારકાને શણગારનારો દ્વારકાધીશ.
કાલંિદીના કાંઠે રાધાજીને રાસની રમણે ચઢાવનારો રાધારમણ !
કદમ્બ વૃક્ષનો છાંયો.
વાંસળીમાંથી વહેતાં વહાલપનાં વેણ.
વિજન વનની વાટ.
યમુનાનો ઘાટ.
પ્રકૃતિ અને પૂર્ણ પુરુષોત્તમનું મિલન.
રાધાનાં રિસામણાં !
મોહનનાં મનામણાં.
મુરલીના મધમીઠા સૂર નુપુરના ઝંકાર !
સલૂણા શ્યામની શોભા.
રાધાજીની ઊઠતી આભા.
એમાંથી ઊપસ્યું રાધાના રંગભર્યા જીવનનું દિવ્ય દર્શન.
સારીએ સૃષ્ટિ અને નભ, ઝાલ, મૃદંગ, ડભ, ઝાંઝ અને મોરલીના સૂર નટવર સંગ નર્તન કરવા લાગે ત્યારે રાસસરિતાઓ વહે તે જ સહજ બને.
જ્યાં વિઘ્ધત વાણી વહી છે ત્યાં સર્વ ભય અને સંશય નષ્ટ થયા છે.
આવો યુગાચાર્ય એક વખતે કાનુડો હતો ત્યારે.
વૃંદાવનની રળિયામણી કુંજોમાં રાસ રચાતો. કામણગારા કનૈયાના કામણે વીધાતી રાધા રસ ઘેલી રાધા, મુરલીના તાનમાં રતિભીના શ્યામના ગાનમાં ગુલતાન થઈ થૈ થૈ નાચી ઊઠતી.
સર્વનો રસિયો, સર્વનો માનીતો.
સૌ ભોગનો ભોગી છતાં અટલ યોગી !

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved