Last Update : 29-April-2012, Sunday

 

પરિવર્તન સમયે યાદ રાખવા જેવા સાત સૂત્રો કયાં?

એક જ દે ચિનગારી - શશિન્

એક નાવિક પાસે પાંચ યાંત્રિક હોડીઓ હતી છતાં પણ એ પોતાના પુત્રને હલેસાં થકી ચલાવવાની હોડીનું શિક્ષણ આપી રહ્યો હતો. પોતાને અપાતી તાલીમનો વિરોધ કરતાં એના પુત્રે કહ્યું ઃ ‘‘આપણી પાસે પાંચ યાંત્રિક હોડીઓ છે પછી મને હલેસાંવાળી હોડી ચલાવવાનો તમે શું કામ આગ્રહ રાખો છો?’’
પેલા ખલાસીએ કહ્યું ઃ ‘‘દીકરા, જંિદગીમાં કેવું પરિવર્તન, કેવો બદલાવ આવશે તેની ખબર કોઇનેય નથી હોતી. યંત્ર દગો દઇ શકે પણ હાથ દગો દેતા નથી. તારે તમામ પ્રકારનાં પરિવર્તનોની શક્યતાનો વિચાર કરી તૈયાર થવું પડે.’’
એક અમીર પિતા પોતાના પુત્રને સાદગીનું શિક્ષણ સતત આપતા રહેતા. સાદાં વસ્ત્રો, પોતાની પાસે કારનો કાફલો હોવા છતાં નજીકમાં આવેલી સ્કૂલે પગપાળા જવાનો આગ્રહ, મર્યાદિત ખર્ચ માટેનું વલણ, એ બઘું જોઇ તેમનાં શેઠાણી પત્ની કહેતાં ઃ ‘‘બાપડા છોકરાને શું કામ પરેશાન કરો છો? આપણા ઘરમાં રૂપીઆ તો વાપર્યા ખૂટે એમ નથી. દીકરાને જીંદગી માણવા દો! તમે બેઠા છો પછી એને શી ચંિતા?’’
અને શેઠ ઉત્તર આપતા ઃ ‘‘તમારી ભૂલ થાય છે શેઠાણી, જવાબદારી ઉપાડવાની તૈયારી વગરનું યૌવન તકલાદી કહેવાય. સમયનું પરિવર્તન માણસની ઈચ્છા પૂછીને બારણે ટકોરા નથી મારતું. જે પ્રતિકૂળતા માટે સજ્જ એ જ અનુકૂળતાના આશીર્વાદ મેળવી શકે. મારે મારા દીકરાને લક્ષ્મીના હાથનું પરાધીન રમકડું નથી બનાવવો. પરિવર્તનનો પાઠ પચાવ્યા સિવાયનો પુત્ર કાં તો પ્રમાદી બને છે અથવા વિલાસી.’’
મહિનામાં શુકલ પક્ષ પછી કૃષ્ણપક્ષ કે અંધારીઆનો ક્રમ આવે જ છે. માણસે જંિદગીનું આયોજન પણ અજવાળીઆ અને અંધારીઆની શક્યતાઓને ખ્યાલમાં રાખીને જ કરવું જોઇએ. જે ઉગે છે, તેણે આથમવાની અને ખિલે છે તેણે કરમાવાનો સિદ્ધાંત સ્મરણમાં રાખવો જોઇએ. પાનખર વસંતનો પીછો કરવા તત્પર જ હોય છે કારણ કે પરિવર્તન પ્રકૃતિનો અનિવાર્ય ક્રમ છે. આજે જેમનાં હાથમાં સત્તાનાં સૂત્રો છે, એમણે એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે શિખર નિવાસ કાયમી નથી હોતો. મૈથિલીશરણ ગુપ્તજીએ આ વાત સુંદર રીતે કાવ્યપંક્તિઓમાં રજૂ કરી છે.
‘‘સંસારમાં કિસ કા સમય હૈ,
એક-સા રહતા સદા,
હૈ નિશિ (રાત) દિવા (દિવસ) સી ચૂમતી
સર્વત્ર વિપદા સદા.
જો આજ રાજા બન રહા હૈ,
રંક કલ હોતા વહી,
જો આજ ઉત્સવ-મગ્ન હૈ,
કલ શોધ સે રોહા વહી.
કહેવાય છે કે રાવણને લાખ પુત્રો હતા અને સવા લાખ દૌહિત્રો (પુત્રીના
પુત્રો) હતા, છતાં તે રાવણના ઘરમાં કોઇ દીવા-બત્તી કરનારું ન રહ્યું. ઈકબાલ કહે છે-
‘‘જિન કે હંગામોંસે થે આબાદ વીરાને કભી
શહર ઉન કે મિટ ગયે, આબાદિયાં વન હો ગઇ.’’
પ્રત્યેક ખંડેરને પોતાનો ઈતિહાસ પણ હોય છે પલટાનારું ભવિષ્ય પણ. બાર વર્ષે ઉકરડાના દિવસો પણ બદલાય છે, એટલે માણસે પોતાના જીવનને જડતાના ચોકઠામાં વિચારવાને બદલે ઉજ્જવળ જીવનની સંભાવનાના પ્રકાશની દ્રષ્ટિએ નિહાળવું જોઇએ.
સુખ પીછેહઠ કરી શકે, પણ દુઃખને પીછેહઠની આદત નથી!
અમારી ગામઠી શાળાના ગુરૂ રામશંકર એક અઘરી ઉક્તિ કહેતા, જે તે સમયે દિમાગમાં નહોતી ઉતરતી. એ પંક્તિઓ હતી -
‘‘હતો હાથમાં હેમનો હોકો
પડી ઠાઠડીઓમાં એમની પોકો.’’
આજે એ વાત બરાબર સમજાય છે. એક જમાનામાં હેમ એટલે કે સોનાનો હોકો એ અમીરીના ઠાઠનો વિષય ગણાતો. એવા અમીરો પણ મોતને ભેટ્યા એમની શબવાહિની પાછળ લોકો પોક મૂકીને રડ્યા. આ છે જીવનનું પરિવર્તન, આ છે વાસ્તવિકતા. પણ એનો અર્થ એ નથી કે અમંગળ કે મૃત્યુની શક્યતાનો વિચાર કરી સાહસનું પૂર્ણવિરામ મૂકી દેવું. પરિવર્તનનો પેગામ એક જ છે કે ‘સબ દિન જાત ન એક સમાન’. મતલબ કે એક સરખા દિવસો કોઇના ગયા નથી અને જવાના નથી! એટલે બદલાએલા સંજોગો, બદલાએલી પરિસ્થિતિ અને બદલાએલા વાતાવરણનો શોકમગ્ન, દુઃખમગ્ન કે સંતાપમગ્ન થયા વગર સ્વીકાર કરવો જોઇએ.
અહીં શ્રી ભાણજી સોમૈયાએ મનુષ્યના સમ્યક્‌ વિકાસની આધારશિલા તરીકે માનવમનને મૂલવતાં નેપોલીઅન બોનાપાર્ટના જીવનનો એક મર્મસ્પર્શી પ્રસંગ નોંઘ્યો છે. એક સમય જેની ધાક અને હાકથી લોકો ઘૂ્રજતા હતા, એ નેપોલિયન વિશ્વવિખ્યાત વોટર્લૂના યુદ્ધમાં પરાજિત થયો અને તેને સેન્ટ હેલેના ટાપૂના કારાવાસમાં કેદ કરવામાં આવ્યો. તે વખતે નેપોલીઅન હોજરીના કેન્સરનો રોગી હતો અને એક વહેલી સવારે નેપોલીઅન ડૉકટર સાથે એક સાંકડી કેડીમાંથી પસાર થતા હતા.
તે વખતે ઘાસનો ભારો માથે ઉપાડીને એક સ્ત્રી સામેથી આવી રહી હતી. તે સ્ત્રીને જોઇને ડૉકટરે કહ્યું ઃ ‘‘એ બાઇ, બાજુએ હટી જા, મહાસમ્રાટ નેપોલીઅન બોનાપાર્ટ આવી રહ્યો છે.’’ ડૉકટરના શબ્દો સાંભળી નેપોલીઅન તેમને એક ખૂણામાં લઇ ગયા અને તે સ્ત્રીને જવા માટેનો રસ્તો કરી આપ્યા બાદ ડૉકટરને તેણે કહ્યું ઃ ‘‘ડૉકટર, અત્યારે હું સમ્રાટ નથી, હું યુદ્ધ કેદી છું. એક સમયે કેડી તો શું, મારા કહેવાથી પહાડ પણ હટી જતા. આજે આપણે જ બાજુએ હટી જવું પડે. સમ્રાટના દિવસો ચાલ્યા ગયા છે.’’
આજે જેલમાં પણ મહેલની સગવડો ઝંખતા ને ભોગવતા આરોપી રાજકારણીઓ નેપોલીઅનની આ વાત યાદ રાખે તો?
આજે જે વ્યર્થ અને નિરર્થક લાગે છે, એ કાલે સાર્થક અને સારપૂર્ણ લાગી શકે, આજે જે જ્ઞાન મનાય છે, કાલે એ અજ્ઞાનની યાદીમાં પણ મૂકાઇ શકે! આજે જે શેતાન મનાય છે, કોઇ કરામત કે પરિવર્તનથી સાઘુનું સન્માન પણ પામી શકે! વર્ષો બદલાય છે, સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, સભ્યતા અને સંસ્કૃતિ બદલાય છે, જીવનનાં મૂલ્યો અને માપદંડો બદલાય છે, લાગણી બદલાય છે, પ્રેમ બદલાય છે, મૈત્રી બદલાય છે, શત્રુ બદલાઇને મિત્ર બને છે, પ્રેમ તિરસ્કારમાં પરિણત થાય છે અને તિરસ્કૃત વળી પાછો પ્રેમપાત્ર બની જાય છે કારણ કે સૃષ્ટિમાં સઘળું પરિવર્તનશીલ છે. જ્યોર્જ મેરિડિથે પરિવર્તનની વ્યાખ્યા આપતાં એટલે જ કહ્યું હતું કે ચેઈન્જ, ધ સ્ટ્રોંગેસ્ટ સન ઓફ લાઇફ મતલબ કે પરિવર્તન તો જંિદગીનો સૌથી બળવાન પુત્ર છે. એટલે આપણે પરિવર્તનનો પેગામ સાંભળી જીવનમાં આવતાં પરિવર્તનોનું સ્વાગત કરીએ.
૧. પરિવર્તન આવે ત્યારે ક્રુદ્ધ, ક્ષુબ્ધ, વિક્ષુબ્ધ બનવાને બદલે વઘુ શુદ્ધ અને નમ્ર બનીએ.
૨. પરિવર્તનની નિયતિ પણ પરિવર્તન જ છે. પરિવર્તન પલટાવા માટે જ જન્મે છે. એટલે ઓટ પૂરી થવાના સમયની પ્રતીક્ષા કરી ભરતીનાં મોજાંનો આશાવાદ સેવીએ.
૩. પરિવર્તનની ક્ષણોમાં નકારાત્મક અભિગમ ધરાવવાને બદલે સહિષ્ણુતા, ક્ષમાભાવ અને અનુકૂલનના ગુણોને જીવનમાં પ્રાધાન્ય આપો.
૪. પરિવર્તન અભિશાપરૂપ બનશે, એવી શંકા-કુશંકાનો પરિત્યાગ એ પરિવર્તન સામે ઝૂઝવાનો શ્રેયસ્કર માર્ગ છે.
૫. પરિવર્તન ક્ષણિક સુખ આપે એનાથી ફૂલાવું નહીં અને પરિવર્તન ક્ષણિક પ્રતિકૂળતા, દુઃખ કે વેદના પહોંચાડે એનાથી વિચલિત ન થવું. પરિવર્તનને સાંસારિક જીવનની એક ગતિ માનવાથી મન શાન્ત રહેશે.
૬. સગા- સંબંધી- મિત્ર- પડોશી ઉપરી અધિકારી વગેરેના વાણી- વર્તન- વ્યવહાર, રીત-ભાત, સહયોગ તત્પરતા, વફાદારી વગેરેમાં પરિવર્તન આવે ત્યારે એમના દોષોની યાદીનું સ્મરણ કરવાને બદલે એમના ઉપકાર, એમની સાથે વિતાવેલ કોઇ યાદગાર પળને યાદ કરવાથી અસંતોષની આગ આપોઆપ ઠરી જશે.
૭. જૂની વ્યવસ્થા બદલાવાની જ છે અને નવી સ્થાન લેવાની છે, એ સનાતન સત્યનો સ્વીકાર કરવાતી કશું છોડ્યાનો કે ગુમાવ્યાનો પરિતાપ નહીં રહે પાનખરમાં પણ વસંતમાં વિશ્વાસ હેમખેમ રાખવો એનું નામ મર્દાનગી.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved