Last Update : 29-April-2012, Sunday

 

ચેતના અને મનની
રહસ્યમય શક્તિ- અતીન્દ્રિય બોધ અને પૂર્વાભાસ

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

મહાન ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઈન કહે છે કે જિજ્ઞાસા, પ્રશિક્ષણ, ચંિતન અને અનુભવના આધારે જે જાણવામાં આવે છે એટલું જ ‘જ્ઞાન’ નથી. એમાં ‘ચેતના’ના એક વિલક્ષણ સ્તરને પણ ઉમેરવું પડે એમ છે જેને ‘અંતજ્ઞાન’ કહેવામાં આવે છે. દુનિયાની મહાન શોધો આ અંતજ્ઞાનની પ્રજ્ઞા મસ્તિષ્કમાં પ્રકટ થવાથી જ થઇ છે. રહસ્યમય અનુભૂતિઓ જે પ્રજ્ઞાથી પ્રાદુર્ભૂત થાય છે તેમાં પરમ ચેતના જ કારણરૂપ હોય છે. સમગ્ર બ્રહ્માણ્ડમાં ચેતનાનો એક વિશાળ સમુદ્ર લહેરાઇ રહેલો છે જેમાં સમગ્ર પ્રાણિજગત સંબદ્ધ છે. આને કારણે આખું જગત એકબીજા સાથે જોડાયેલું છે. ચેતનાનો જ એક ભાગ મન છે. અર્વાચીન વિજ્ઞાન માને છે કે મનુષ્યના ‘મન’માં કેટલાક એવા તત્ત્વો વિદ્યમાન છે જેનો વિકાસ કરવામાં અને તેના પર નિયંત્રણ કરવામાં આવે તો અસાધારણ ચમત્કારિક ક્ષમતા પ્રકટ કરી શકાય છે. ‘અતીન્દ્રિય બોધ’ અને ‘પૂર્વાભાસ’ની શક્તિ આવો જ એક ચમત્કાર છે.
પ્રગાઢ ભાવથી બંધાયેલ બે વ્યક્તિઓના મન વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન ‘ટેલિપથી’ રૂપે થાય છે. દૂર રહેલી વસ્તુ કે વ્યક્તિ સંબંધી જાણકારી અતીન્દ્રિય જ્ઞાન ક્લૅરવોયન્સ રૂપે પણ થાય છે. પૂર્વ સંચિત જ્ઞાન - પૂર્વજન્મની સ્મૃતિ સૂક્ષ્મ દેહ અને મગજના સાઇનેપ્સિસ (જઅહચૅજીજ) માં સંગ્રહીત થતા હોય છે તે બહાર આવે છે. દિવ્ય ચેતના ‘ભવિષ્યજ્ઞાન’ કે ‘પૂર્વાભાસ’ના તરંગોને પણ પકડી લે છે. અર્વાચીન વિજ્ઞાનીઓએ અનેકવિધ સંશોધનો અને અભ્યાસ કરીને આ વાતની યથાર્થતાનો સ્વીકાર કર્યો છે.
હોલેન્ડની યૂટ્રેક્ટ યુનિવર્સિટીના ‘પેરાસાઇકોલોજી’ વિભાગના અઘ્યક્ષ પ્રો. વિલેમ ટોનહાફે અનેક અતીન્દ્રિય શક્તિ ધરાવતા લોકો પર પ્રયોગો કર્યા છે. એમાં યૂટ્રેક્ટ શહેરમાં રહેનાર જીરાર્ડ ક્રોઇસેટનો પણ સમાવેશ થાય છે. ક્રોઇસેટમાં અસાધારણ પ્રકારની ક્લૅરવોયન્સ શક્તિ છે એવું તેમણે અનેક પ્રયોગોને અંતે જાહેર કર્યું છે. ૬ જાન્યુઆરી ૧૯૫૭માં કરેલા પ્રયોગની જ વાત કરીએ. યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં પચ્ચીસ દિવસ પછી એક લેકચર અપાવાનું હતું. એ માટે શ્રોતાઓની બેઠકો ગોઠવાઇ તો ગઇ હતી પણ કઇ બેઠક પર કોણ બેસશે તે નક્કી નહોતું કરાયું. પ્રો. ટોનહાફે ક્રોઇસેટને હૉલ બતાવ્યો અને અન્ય પ્રોફેસરોની ઉપસ્થિતિમાં પૂછ્‌યું કે ૩૧ જાન્યુઆરીના રોજ અપાનાર લેકચર વખતે નવમા નંબરની સીટ પર બેસનાર શ્રોતા વિશે અત્યારથી કોઇ ભવિષ્યકથન કરી શકો છો?
જીરાર્ડ ક્રોઇસેટ થોડીવાર ઘ્યાનમગ્ન બન્યા. પછી તેમણે કહેવા માંડ્યું- ‘દિહેગ શહેરની એક આધેડ વયની મહિલા તે સીટ પર બેસશે. અત્યારે મને દેખાઇ રહ્યું છે કે એક લોખંડની ડબ્બી ખોલવા જતાં તેની આંગળી ઘવાઇ છે અને તે તેના ઘા પર દવા લગાડી પાટો બાંધી રહી છે.’ કોઇએ પૂછ્‌યું ‘તમે તેના ભૂતકાળની કોઇ ઘટના વિશે કશું કહી શકો છો?’ તો ક્રાઇસેટે તેના જવાબમાં કહ્યું- ‘હા, મને તેના ભૂતકાળની ઘટનાઓ પણ દેખાય છે. તેનો જન્મ એક પશુપાલકના ઘરમાં થયો હતો. તે નાની હતી ત્યારે તેના ઘરમાં આગ લાગી હતી અને એક વાડામાં બંધાયેલા કેટલાક પશુઓ સળગીને મરી ગયા હતા.’ ક્રોઇસેટની બધી વાતો નોંધી લેવામાં આવી હતી.
૩૧ જાન્યુઆરી ૧૯૫૭ના રોજ યુનિવર્સિટી હૉલમાં પ્રવચન શરૂ થયું ત્યારે લોકો પોતાને ફાવે ત્યાં ખાલી સીટ પર આવીને બેસવા લાગ્યા હતા. ટોનહાફે જોયું તો નવ નંબરની સીટ પર આધેડ વયની મહિલા જ બેઠી હતી.! પ્રવચનને અંતે તેની સાથે વાર્તાલાપ કરાયો ત્યારે ક્રોઇસેટે કહેલી તમામ વાત સાચી પડી. પચ્ચીસ દિવસ પહેલા એક લોખંડની ડબી ખોલવા જતાં તેની આંગળી ઘવાઇ હતી અને તેણે પાટો બાંઘ્યો હતો તે વાત પણ તેણે સાચી જણાવી. બાળપણમાં તેના ઘરમાં આગ લાગી હતી અને ઘરના વાડામાં બાંધેલા પશુ સળગીને મરી ગયા હતા તે ઘટના સાચી છે તે પણ સ્વીકાર્યું.
ક્રોઇસેટને દૂરદર્શી ચૈતસિક ગુનાશોધક તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે તેણે તેની ચૈતસિક શક્તિથી ઘણા ગુનેગારોને ઓળખી કાઢ્‌યા છે અને ગુનાઓને ઉકેલી આપ્યા છે. એકવાર સાઉથ કેરોલિનાની એક સ્ત્રીએ તેને પત્ર લખીને પોતાની ગુમ થયેલી પુત્રી અને એની બેનપણીને શોધી આપવા આજીજી કરી. ક્રોઇસેટે તેની શક્તિથી તે જાણી લીઘું અને તેના વિશે લખ્યું- ‘સાઉથ કેરોલિનાના ચાર્લેસ્ટન પાસે આવેલા ફોરોલી બીચ પર આ જગ્યાએથી તમને એ બન્ને સાથે જ મળી આવશે.’ એ સાથે તેેણે એ બીચ અને એ જગ્યાનો વિગતાવર નકશો પણ દોરી આપ્યો હતો. પત્રના આધારે પોલીસે તે જગ્યાએ તપાસ શરૂ કરી. બન્ને છોકરીઓ ત્યાંથી મળી આવી. જો કે એ જીવતી નહોતી. એમને રેતીમાં ખાડા કરી દાટી દેવામાં આવી હતી. કોઇકે એમની હત્યા કરી એમના શરીરને ત્યાં દાટી દીધા હતા. ક્રોઇસેટે એના પત્રમાં હત્યાનો ઉલ્લેખ નહોતો કર્યો કેમ કે કોઇ માતાને એની પુત્રીની હત્યા વિશે વાત કરી દુઃખ પહોંચાડવું તેને યોગ્ય લાગ્યું નહોતું. એ કામ પોલીસ પર છોડી તેણે એ ક્યાંથી મળી આવશે એટલું જ કહ્યું હતું. લંડનના નામચીન ગુનેગાર જિન્જન માર્કને પોલીસે ક્રોઇસેટની મદદથી જ પકડ્યો હતો.
મોણ્ટે કેસિનોના બિશપ બેનેડિકટ એકવાર ચર્ચની બારીમાંથી આકાશ તરફ જોઇ રહ્યા હતા. એકાએક એમની આંખો આગળ એક દ્રશ્ય ખડું થયું. તેણે જોયું તો તેમની બહેન શ્વેત વસ્ત્ર ધારણ કરી આકાશમાં ઊડી રહી છે. થોડીવારમાં તો તે સફેદ વાદળોમાં સમાઇ અદ્રશ્ય થઇ જાય છે. એમનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેમના મનમાં બેચેની અને ગમગીની છવાઇ ગઇ. એમની બહેન સ્કોલાસ્ટિકા સાથે કંઇ અજૂગતું થયું છે એવું તેમને લાગવા માંડ્યું. જો કે ત્રણ દિવસ પહેલા જ તેઓ એને કોન્વેન્ટમાં મળીને આવ્યા હતા. તે વખતે તે બિલુકલ સ્વસ્થ હતી એટલે ચંિતાનું કોઇ કારણ નથી એવું એમની બુદ્ધિ કહી રહી હતી. પણ પેલા પૂર્વાભાસને આધારે એમનું હૃદય કહી રહ્યું હતું કે એમની બહેન આ દુનિયા છોડીને જતી રહી છે!
બિશપ બેનેડિકટને થયેલો પૂર્વાભાસ સાચો સાબિત થયો. થોડા સમય પછી સમાચાર આવ્યા કે તેમની બહેન સ્કોલાસ્ટિકાનું આકસ્મિક મરણ થઇ ગયું છે. તેનું મરણ તે જ સમયે થયું હતું જે સમયે બિશપને તે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઇ આકાશમાં ઊડી વાદળોમાં સમાઇ જતી દેખાઇ હતી! પાછળથી ખબર પડી કે સ્કોલાસ્ટિકા આ દુનિયાને છોડીને જઇ રહી ત્યારે તે એમના ભાઇ બિશપ બેનેડિકટને જ યાદ કરી રહી હતી. એટલે જ બિશપને તેમની બહેનના સ્વર્ગગમનનો પૂર્વાભાસ થયો હતો. બન્ને ભાઇ-બહેન એકબીજા માટે પ્રગાઢ લાગણીથી બંધાયેલા હતા અને એકમેકની કાળજી રાખતાં હતાં.
આ ઘટના એ વાતનું પ્રમાણ આપે છે કે પ્રગાઢ ભાવથી બંધાયેલ દૂરવર્તી વ્યક્તિઓના મનમાં પણ વિચારો- અનુભવો- માહિતીનું આદાન-પ્રદાન થઇ જાય છે અને તે ભવિષ્યજ્ઞાન કે પૂર્વાભાસ રૂપે પ્રકટ થઇ જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved