Last Update : 29-April-2012, Sunday

 

પોતાની રાયફલની ઝંખના

આજકાલ - પ્રીતિ શાહ
- રાયફલ શૂટંિગમાં કાનપુરનીરંજના રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ૨૦૦૮માં ઓલ ઈન્ડિયા પોલીસ શૂટંિગમાં એણે કાંસ્ય પદક જીત્યો.

કાનપુર નિવાસી સબઈન્સ્પેકટર રંજનાએ ઑલ ઈન્ડિયા પોલીસ શૂટંિગ સ્પોટ્‌ર્સ ચેમ્પિયનશીપથી માંડીને નેશનલ શૂટંિગ ચેમ્પિયન સુધી એક પછી એક સિઘ્ધિઓ હાંસલ કરી છે. આજે રાયફલ શૂટંિગમાં કાનપુરમાં વસતી સબ ઈન્સ્પેકટર રંજના રાષ્ટ્રીય સ્તરે ઘણી મોટી નામના ધરાવે છે. ૨૦૦૮માં ઓલ ઈન્ડિયા પોલીસ શૂટંિગ ચેમ્પિયનશીપમાં એણે કાંસ્ય પદક જીત્યો. બે વર્ષ બાદ રાયફલ શુટંિગની રાષ્ટ્રીય સ્પર્ધામાં રજત પદક મેળવ્યો અને એ પછીની તમામ સ્પર્ધાઓમાં મોખરે આવીને રંજનાએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો. અત્યારે એ એના રાજ્યની શૂટંિગ ટીમના મેનેજર અને કોચ તરીકે વખતોવખત કામગીરી બજાવે છે.
પણ મારે રંજનાના અતીતની વાત કરવી છે. ગુજેની ગામની રંજનાના પિતા ચિરંજીલાલ ગુપ્તા એક પ્રવાસી બસમાં મદદનીશ તરીકે કામ કરતા હતા. આમાંથી ખૂબ થોડી આવક થતી અને તે માંડ માંડ ઘર ચલાવતા હતા. પરિવાર પણ બહોળો પાંચ પુત્ર અને બે પુત્રીઓ. એમાં રંજના સૌથી નાની. રંજનાએ બિલ્હોર ગામમાં હાઇસ્કૂલનું શિક્ષણ લીઘું. એ પછી પૂર્ણાદેવી કોલેજમાં પ્રવેશ મેળવીને એણે આગળ વધવાનો વિચાર કર્યો ત્યારે એના પિતા ચિરંજીલાલે કહ્યું કે એની આવક એટલી નથી કે પુત્રીનો કોલેજના અભ્યાસનો ખર્ચ ઉપાડી શકે. રંજનાએ એની બહેનપણી પાસેથી ઓગણીસ રૂપિયા ઉછીના લઇને ડીએવી કોલેજમાં એમ.એસસી.માં એડમિશન મેળવ્યું. અભ્યાસની લગન એવી કે ન પૂછો વાત. આથી રંજનાએ કોલેજના અભ્યાસની સાથોસાથ ટ્યૂશન કરવાનું શરૂ કર્યું. લખનૌમાં બી.એડ. અને પછી કાનપુરમાં એમ.એડ. કર્યું. એવામાં ૨૦૦૧માં પોલીસ સબઈન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી મગાવવામાં આવી અને તેમાં રંજનાની પસંદગી થઇ. મુરાદાબાદમાં આની ટ્રેનંિગ લેવાની હતી. નોકરી મળી પણ ટ્રેનંિગના સર્ટિફિકેટ વિના ચાલે કેમ? ટ્રેનંિગ લેવી હોય તો ભોજનનિવાસનો ખર્ચો પણ થાય. મુરાદાબાદમાં આ ટ્રેનંિગ કેમ્પનું આયોજન હતું અને રંજનાએ થોડી રકમ ઉધાર લઇને પોતાનું કામ ચલાવ્યું.
આ પછી એ જ રીતે એક સમયે સડક પર ફટાકડા ને રાખડી વેચતી આ છોકરીએ થોડા દિવસ માટેનું ભાડું આપીને રાયફલ ખરીદી. પોલીસ વિભાગ તરફથી શુટંિગમાં મોખરે આવી. સુવર્ણચંદ્રકની સાથે બાર હજારનો પુરસ્કાર, રજત ચંદ્રક સાથે દસ હજારનો અને કાંસ્ય ચંદ્ર સાથે આઠ હજાર રૂપિયાનો પુરસ્કાર મળે છે. રંજનાએ પુરસ્કારો મેળવ્યા પરંતુ એનાથી એ પોતે પોતાની રાયફલ મેળવી શકે એવી કોઇ સ્થિતિ ઊભી થઇ નહીં. આથી જ્યારે જ્યારે શૂટંિગ સ્પર્ધામાં જતી ત્યારે ત્યારે ભાડાની રાયફલ લઇને જતી. આજે રંજનાની પ્રબળ ઈચ્છા છે કે એની પાસે પોતાની રાયફલ હોય. આમ તો બે રાયફલ સાડા છ થી દસ લાખમાં મળે છે. અને પૂરા સાજસરંજામ સાથે વીસ લાખમાં મળે છે. આવી પોતાની રાયફલથી શૂટંિગ કરનારને સફળતા અને સુવિધા મળતી હોય છે. આ સબઈન્સ્પેકટરને સવાલ છે કે એ પોતાની રાયફલ ક્યારે મેળવશે?

 

આયશાની આવતીકાલ

- આજના યુગને ભલે લોકો ઈન્ફર્મેશન અને ટેકનોલોજીનો યુગ કહેતા હોય પણ આયશાના કહેવા પ્રમાણે જમાનો એનાથી આગળ વધી ગયો છે

માણસ માણસ પાસે એવું મલ્ટીપરપઝ મશીન હશે કે એ એના બ્લડપ્રેશર, હૃદયના ધબકારા, નિદ્રાનો સમય વગેરેની ઊંડી તપાસ કરીને એને નિયંત્રિત કરશે. માનવી પાસે એવી ગોળી હશે કે જે લીધા પછી મશીન મારફતે માણસ એના શરીરની અંદરની તમામ બાબતોનું વિગતે વર્ણન કરતો ઈ-મેઈલ એ મશીન પાસેથી મેળવી શકશે.
આયશા ખન્ના એક એવી સંસ્થાના શોધ અને સલાહકાર મંડળમાં કામ કરે છે અને ઉપરની બાબતો અંગે સંશોધન કરે છે. એના કહેવા પ્રમાણે થોડા જ સમયમાં એક જુદો જ યુગ આવશે. આજના યુગને ભલે લોકો ઈન્ફર્મેશન અને ટેકનોલોજીનો યુગ કહેતા હોય પણ આયશાના કહેવા પ્રમાણે જમાનો એનાથી આગળ વધી ગયો છે અને આજનો માનવી હાઇબ્રિડ યુગમાં પ્રવેશી ચૂક્યો છે. આ હાઇબ્રીડ યુગ એટલે માણસ અને મશીનની અભિન્ન મૈત્રી. માણસને મશીનથી છૂટો પાડી શકાશે નહીં. બલ્કે માનવીના જીવનની પ્રત્યેક બાબતમાં મશીન હાજરાહજૂર અને જરૂરી હશે. એના કપડાંની સિલાઇથી માંડીને એની ચામડીની સંભાળ સુધીનું બઘું કાર્ય મશીન કરતું હશે. મશીન એના હૃદયને નિયંત્રણમાં રાખશે જેથી સામાન્ય વ્યક્તિ પણ એકસો વર્ષથી વઘુ જીવી શકશે. મશીન આપણી સંભાળ લેશે. શરીરમાં ખૂટતી બાબતો ઉમેરશે. અને એને પરિણામે માનવીની જંિદગી વઘુ બહેતર થશે. આયશા કહે છે કે એવા પણ મશીન હશે જે માનવીય ભાવનાઓને સમજી શકશે, વાંચી શકશે અને એની સાથે ભાવનાત્મક સંબંધ બાંધી શકશે. આયશા ખન્ના એ અમેરિકાની સંિગુલેરિટી યુનિવર્સિટીની એડવાઇઝર છે અને માનવજાતની આવતીકાલની શોધોમાં ડૂબેલી છે. આ સંશોધક મહિલાના મનમાં એક જ સવાલ છે કે આવા અદ્‌ભુત મશીનો અને ટેકનોલોજીની સુવિધા એટલી મોંઘી હશે કે માત્ર થોડા અમીર લોકોને જ એનો લાભ મળતો હશે. એણે સ્માર્ટ સીટીઝ એ ભવિષ્યની હકીકત બનશે એમ કહ્યું. આ સ્માર્ટ સીટીઝ એટલે ઊંચા આકાશમાં માનવીની છલાંગ. વિજ્ઞાનીઓ આકાશમાં અત્યંત સુવિધાવાળા શહેર રચવાની ટેકનીક્સ વિકસાવી રહ્યા છે. આગામી પચાસ વર્ષમાં જ આ ટેકનીકના સહારે ઘણું મોટું પરિવર્તન આવશે. આયશા કલ્પના કરે છે અને કહે છે કે હાઇબ્રીડ એજના સાધનોનો ઉપયોગ માણસોના દર્દને દૂર કરવા માટે થવો જોઇએ. અને એની સાથોસાથ ટેકનીકનો લાભ સહુને સમાનપણે મળવો જોઇએ. લોકો અને સરકારની આમાં ભાગીદારી હોવી જોઇએ. આયશા કહે છે કે માણસ અને મશીનની આ સ્પર્ધામાંથી મશીન વઘુ સમર્થ પુરવાર થશે તેવું નથી, પરંતુ માણસનું જીવન જ એવું હશે કે મશીન એનું અર્ધાંગ બની ગયું હશે.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved