ડરહામ યુનિ.માં રણજીતસિંહ ગાયકવાડે બનાવેલુ શિલ્પ મુકાયુ

 

 

- બ્રીટનની યુનિ માટે શિલ્પ બનાવનારા ભારતના કદાચ પહેલા રાજવી

 

- આ શિલ્પનુ નામ વેસલ્સ ઓફ લાઈફ

 

 

વડોદરા,શનિવાર
શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ ભારતના કદાચ એવા પહેલા રાજવી છે જેમણે સર્જેલા શિલ્પને બ્રીટનની કોઈ યુનિવર્સીટીમાં સ્થાન મળ્યુ હોય.બ્રીટનની ખ્યાતનામ ડરહામ યુનિવર્સીટીમાં તેમનુ આ શિલ્પ મુકવામાં આવ્યુ છે.

 

૨૦૦૯માં એમ.એસ.યુનિવર્સીટી અને બ્રીટનની જરહામ યુનિવર્સીટી વચ્ચે કરાર થયા હતા.આ કરારના પગલે રણજીતસિંહ ગાયકવાડે ડરહામ યુનિવર્સીટીની ફેલોશીપ સ્વીકારી હતી.યુનિવર્સીટીએ તેમને એક શિલ્પ બનાવી આપવા માટે વિનંતી કરી હતી.૨૦૦૯માં તેમના વેસલ્સ ઓફ લાઈફ નામના આ શિલ્પને યુનિવર્સીટીના બોટનીકલ ગાર્ડનમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.એક માટલા ઉપર બીજા માટલાને દર્શાવતા આ શીલ્પ દ્વારા રણજીતસિંહે દુનિયામાં પાણીના અને પર્યાવરણના મહત્વને ઉજાગર કર્યુ છે.

 

બ્રીટનમાં તેમના સંખ્યાબંધ પેઈન્ટીંગ પ્રદર્શન પણ યોજાઈ ચુક્યા હોવાથી રાજવી પરિવારને તેમની તબીયત વહેલી તકે સારી થઈ જાય તેવા સંદેશા દેશની સાથે સાથે બ્રીટનમાંથી પણ મળી રહ્યા છે.