ઓગસ્ટ ૮, ૧૯૫૬ના રોજ જેમની શહાદતથી મહાગુજરાતનું સ્વપ્ન સિદ્ધ થયું તેમની પુણ્ય સ્મૃતિમાં લાલદરવાજા ખાતે રેંટિયા બારસ, સંવત ૨૦૨૪, સપ્ટેમ્બર ૯, ૧૯૬૮ના રોજ શહિદ સ્મારક ખુલ્લુ મુકાયુ હતુ. આની ઉદઘાટન વિધિ મહાગુજરાત આંદોલનના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિાકે કરી હતી. આ વિષેની તકતી પણ સ્મારક પર લગાવવામાં આવી છે. પરંતુ આટલા વર્ષોથી આ શહીદ સ્મારકની ઇમારત ખુલ્લી જ રહેલી હતી. પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ શહીદ સ્મારક ફરતે જાળી બનાવી દેવામાં આવી છે. જેથી કરીને સ્મારક સુરક્ષિત રહે. અત્યાર સુધી ગમે તેવો લોકો સ્મારકની બાજુમાં બેસી જતા અને સ્વચ્છતા જળવાતી નહતી. પરંતુ આ જાળી લાગી જતાં આ સ્મારકની આસપાસ સ્વચ્છતા જળવાશે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)