Last Update : 29-April-2012, Sunday

 
પ્રજાનું ધ્યાન મોંઘવારી, ભ્રષ્ટાચારથી અન્યત્ર ખેંચવાનો હેતુ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ

સચીન હવે સાંસદ બન્યા પછી ભ્રષ્ટાચાર, કાળા નાણાં અંગે શું બોલશે? બાબાના પ્રહારો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
સચીન તેંડુલકરને રાજ્યસભામાં નિયુક્ત સભ્ય તરીકે લેવાના સરકારના નિર્ણયની ટીકા કરતાં યોગ ગુરૃ બાબા રામદેવે જણાવ્યું હતું કે કોંગ્રેસે તેની ડૂબતી નૌકાને બચાવવા માટે જ રાજ્ય સભાનું સભ્યપદ સ્વીકારવા દબાણ કર્યું હશે.
એક પત્રકાર પરિષદમાં પોતાનું આ મંતવ્ય દર્શાવતાં યોગગુરૃએ જણાવ્યું હતું કે તેંડુલકરને રાજ્યસભામાં સભ્યપદે નિયુક્ત કરાવવાનો આ નિર્ણય જન સામાન્યને સહજ રીતે જ તેમ પૂછવા પ્રેરશે કે શું તે ક્રિકેટર ભ્રષ્ટાચાર અને વિદેશમાં ઠાંસી ઠાંસીને રાખવામાં આવેલા નાણાં વિષે કશું બોલશે કે મુક જ રહેશે?
આ ઉપરાંત આજની આ પત્રકાર પરિષદમાં તેઓએ જૂન મહિનામાં અણ્ણા હઝારે સાથે અહીં યોજાનારા તેઓના સંયુક્ત ઉપવાસ વિષે પણ સ્પષ્ટતઃ કહ્યું હતું કે તેમાં હિન્દુત્વવાદી નેતાઓ હાજર નહીં રહે તેવો તો કોઇ પ્રશ્ન જ નથી. જો કે તેઓની હાજરી અંગ ટીમ અણ્ણાએ વિરોધ પણ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સચીન વિષે યોગગુરૃએ કહ્યું હતું કે 'તેને જે કોઇ નિર્ણય લેવો હોય તે લેવાનો તેને અધિકાર જ છે. તેણે ઘણી સદીઓ ફટકારી છે, ઘણી સિક્સરો પણ ફટકારી છે પરંતુ તેમના બારણે ટકોરા મારી આપણને તેમ પૂછવાની તક મળી છે કે તેઓ મુક રહેશે કે ખુલ્લેઆમ બોલશે.'
આ સાથે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે ઉપલાં ગૃહમાં તેઓને નિયુક્ત કરાવવાનં નામાંકન કરી તેનાં ''ડૂબતાં વહાણને બચાવવા માગે છે'' આ નામાંકનો (તેંડુલકર અને રેખાના નામાંકનો) માત્ર સાચા મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે જ કોંગ્રેસ રજૂ કર્યા છે.
અણ્ણા સાથેના પોતાના ઉપવાસમાં સાધ્વી ઋતુંભરાને પણ પોતાની સાથે રાખવાનો તેમા નિર્ણય વિષે સ્પષ્ટતા કરતાં રામદેવે જણાવ્યું હતું કે આ અંગે ટીમ અણ્ણા તરફથી તો હજી સુધી કોઇ વિરોધ કરવામાં આવ્યો નથી અને વધુ કહ્યું હતું કે અમે તો ઇચ્છીએ છીએ કે સૌ કોઇની બુદ્ધિ ઋતુમ્ભરા (શુદ્ધ) થઇ જાય.
આ મુદ્દો કોઇ વ્યક્તિ સંબંધી નથી. મુદ્દો તો છે રાષ્ટ્રને બચાવવાનો તેમ કહેતાં યોગગુરૃએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ અણ્ણાને તેવું વચન આપ્યું છે કે સાધ્વી ઋતુમ્ભરા તેઓ બંને સાથે મંચ ઉપર તો નહીં જ બેસે.
તે સર્વિવિદત છે કે તા. ૩ જી જૂને અણ્ણા હઝારે અને બાબા રામદેવ અહીંના જંતરમંતર ઉપર ભ્રષ્ટાચાર, વિદેશમાં રહેલા નાણાં પાછા લાવવાની માગણી તથા જનલોકપાલ વિધેયક જેવા મુદ્દાએ એક દિવસના ઉપવાસ ધરણાં આંદોલન કરનાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved