Last Update : 29-April-2012, Sunday

 
કક્કડની હત્યાનું કાવતરું બે અઠવાડિયા અગાઉ ઘડાયું હતું ઃ પાલાંડે
પશ્ચિમના એક પરાના મોલમાંથી સૂટકેસો, છરાં, ચાકૂ, ગ્લોવ્ઝ ખરીદ્યા હતા
મુંબઈ, તા.૨૮
પ્રોડયુસર કરણ કક્કડની હત્યા કરનારા વિજય પાલાંડેએ પોલીસને કહ્યું હતું કે તેણે અને તેના સાથીદારોએ માર્ચ મહિનામાં કક્કડની હત્યા કરી તેના બે અઠવાડિયા પહેલા તેની હત્યાનું કાવતરૃ ઘડયું હતું. હત્યા માટે તેમણે પશ્ચિમનાં પરાનાં એક મોલમાંથી ચાકૂ, ધારદાર છરો, ફિનાઈલની બોટલ, પ્લાસ્ટિકની બે મોટી થેલી, બે સૂટકેસ તથા કોઈ પુરાવો ન રહે તે માટે રબ્બરનાં ગ્લોવ્ઝ ખરીદ્યા હતા.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ કક્કડની હત્યા પાંચમી માર્ચના રોજ થઈ હતી. તે દિવસે કક્કડનાં દિલ્હી સ્થિત કુટુંબીજનોને પહેલી વખત કક્કડનો ફોન સ્વિચ ઓફ જણાયો હતો. તે પહેલાં તે જ દિવસે કક્કડે તેના એક મિત્રને મેસેજ મોકલીને જણાવ્યું હતું કે પાલાંડે એક રોકાણકાર સાથે તેની મિટીંગ કરાવાવનો છે જે પ્રોડકશન હાઉસ શરૃ કરવા તેને સાડા ત્રણ કરોડ રૃપિયા આપવાનો છે.
પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓનું પંચનામું કર્યું હતું. હવે પછીનો તેમનો પ્રયાસ મોલમાંથી આ વસ્તુઓ ખરીદતા પાલાંડે અને તેના સાથીદારો ધનંજય શિંદે તથા મનોજ ગજકોશ ક્લોઝડ સર્કિટ ટીવી (સીસીટીવી) કેમેરામાં ઝડપાયા છે કે કેમ તેની તપાસ કરવાનો છે.
પૂછપરછમાં ગજકોશે તપાસકારોને કહ્યું હતું કે તે શિંદે, પાલાંડે અને કક્કડ સાથે પાંચમી માર્ચે લોખંડવાલાની એક હોટેલમાં ગયો હતો. જ્યાં પાલાંડેએ કક્કડનાં ઘરમાં કંઈક ભેળવ્યું હતું. જેને પગલે કક્કડને માથાનો હળવો દુખાવો શરૃ થતા તેણે પોતાની એએમડબલ્યુ કારમાં ઘરે મુકી જવા પાલાંડેને કહ્યું હતું.
રાત્રે આઠ વાગ્યે તમામ કક્કડનાં અંધેરી સ્થિત ઓબેરોય સ્પ્રિંગ્સનાં ઘરે પહોંચ્યા હતા. જ્યાં કક્કડ ઊંઘી ગયા બાદ ચાકૂના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ બાથરૃમમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પાલાંડે અને શિંદેએ સવારે ચાર વાગ્યા સુધી કક્કડનાં શરીરનાં ટૂકડા કરી નાંખ્યા હતા. બાદમાં આ ટૂકડા પ્લાસ્ટિકની બેગોમાં ભરવામાં આવ્યા હતા. આ બેગો બે સૂટકેસમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ પાલાંડેનાં સાથીદારોએ ઘણીવાર ફિનાઈલ વોટરથી સાફસફાઈ કરી હતી, એમ પોલીસે દાવો કર્યો હતો.
બીજે દિવસે સાંજે પાલાંડેનાં સાથીદારો આ સુટકેસો લઈને કક્કડની બીએમડબલ્યુ કારમાં રત્નાગિરીનાં ચિપલુણ જવા માટે રવાના થયા હતા. દરમિયાન મૃતદેહનાં ટૂકડા તેમણે કુંભરલી ઘાટમાં ફેંકી દીધા હતા. પરંતુ સુટકેસો પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ તેમણે પુણેનાં એક સર્વિસ સેન્ટરમાં બીએમડબલ્યુ સાફ કરાવી હતી અને પુણેનાં જ એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં મુકીને રવાના થઈ ગયા હતા.
પાલાંડે અને શિંદેનાં નિવેદનોને આધારે પોલીસે પાલાંડેને લઈને કુંભરલી ઘાટ પહોંચી હતી. જ્યાંથી તેમને મૃતદેહનાં કેટલાક ટૂકડા મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે તે કક્કડના મૃતદેહનાં છે પરંતુ કક્કડનાં કુટુંબીજનોએ હાડપિંજર ખૂબ નાનું હોવાથી તે કક્કડનું હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી.
તપાસકારોનાં જણાવ્યા મુજબ કક્કડની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બે સુટકેસ ઓશિવરામાં રહેલા અનુજ ટુકીના ઘરમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે ગજકોશ અને શિંદે અનુજનાં પિતા અરૃણકુમાર ટીકુના મૃતદેહનાં ટૂકડા કરીને આજ સુટકેસમાં લઈ જવાનું કાવતરું ઘડયું હતું. પરંતુ ટીકુની હત્યા સમયે પડોશીઓએ બુમાબુમ કરતા બન્ને ત્યાંથી ભાગી ગયા હતા.
બીજી તરફ અરૃણકુમાર ટીકુ હત્યા કેસમાં ધરપકડ કરાયેલી મોડેલ સિમરન સુદનેકોર્ટે ૯ મે સુધીની પોલીસ કસ્ટડી આપી છે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે સિમરન કક્કડ અને ટીકુ હત્યા કેસ વચ્ચેની કડી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved