Last Update : 29-April-2012, Sunday

 

અબજોપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલનો પ્રતિભાવ
ભારતમાં નિર્ણયપ્રક્રિયા ધીમી આંતરમાળખાકીય અવરોધ સહુથી મોટો

વડાપ્રધાને મિત્તલના રીફાઇનરી પ્રોજેકટનો કરેલો આરંભ
(પીટીઆઇ) ભટિંડા,તા.૨૮
અબજોપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી એન. મિત્તલે આજે જણાવ્યું કે ભારતમાં નિર્ણયપ્રક્રિયા ધીમી છે, પરંતુ પોતે નીતિવિષયક સ્થિતિને લકવા મારી ગયો હોવાની ફરિયાદ કરે નહિં.
અમે દુનિયાભરમાં વેપાર કરીએ છીએ. હું મારા સાથીઓને કહું છું કે નીતિઓ બાબત ફરિયાદ કરશો નહિ. એ સ્થિતિને અપનાવી લેવાની કોશિશ કરો. અમે ફરિયાદ કરતા નથી. અમે સ્થાનિક નીતિઓને અપનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સહુએ નવી નીતિઓ સાથે અનુકુલન સાધવું પડશે, એમ એમણે વડાપ્રધાન મનમોહન સિંઘે એમના રીફાઇનરી પ્રોજેકટનો આરંભ કરાવ્યો એ પછી પત્રકારોને જણાવ્યુ હતું.
જો કે એમણે ઉમેર્યુ કે નિર્ણયપ્રક્રિયા ધીમી છે. ચોક્કસપણે કામગીરી ધીમી ચાલે છે. પ્રક્રિયાને માન્યતા આપવામાં સમય જતો હોવા વિષે કોઇ શંકા નથી. મોટામાં મોટો અવરોધ હજી આંતરમાળખાકીય વિકાસના મુદ્દે છે એમ મિત્તલે ઉમેર્યું.
યુપીએ સરકારમાં નીતિવિષયક સ્થિતિ લકવા મારી ગઇ હોય એવી હોવાની વાત આર્થિક મંદી માટે તેમજ રોકાણકારનો વિશ્વાસ ડગી જાય એ માટે જવાબદાર હોવા વિષે પૂછાતાં મિત્તલે કહ્યું કે એમની નીતિ ફરિયાદની નહિ, પરંતુ સ્થાનિક નીતિઓ સ્વીકારી લેવાની છે.
આપણા જેવા ઉભરતા બજાર માટે આપણે વધુ વિકાસ કરવો જોઇએ. ઘણી બધી મજબૂત સંભાવના છે, એમ એમણે ઉમેર્યું.
મિત્તલે કહ્યું કે યુરોપીય સંઘની કટોકટીએ ઉભરતા બજારોને અસર કરી હોવાથી ભારત એની ક્ષમતાથી મંદ ગતિએ વિકસી રહ્યું છે.
વિશ્વના સહુથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલના અધ્યક્ષ મિત્તલે કહ્યું કે યુરોપીય અર્થકારણ ઇ.સ. ૨૦૧૭ સુધી કટોકટી પૂર્વેની સપાટીએ પહોંચે એમ બને.
થોડાં વર્ષો પહેલા ઉભરાતા બજારરૃપે ભારત વૈશ્વિક અર્થતંત્રથી અળગું થઇ ગયું હોવાની છાપ હતી, પરંતુ છેલ્લી વૈશ્વિક કટોકટીમાં આપણે અળગા નહિ થયા હોવાનું સાબિત થયું છે.
વૈશ્વિક કટોકટી અને ભારતીય અર્થતંત્ર વચ્ચે સ્પષ્ટપણે સંબંધ છે, એમ મિત્તલે જણાવ્યું.
અમેરિકી અર્થતંત્ર ૨૦૦૮ની કટોકટીમાંથી બહાર આવી ગયું હોવાનું જણાય છે ત્યારે વિવિધ મુદ્દાસર યુરોપીય સંઘમાં પૂર્વવત સ્થિતિ મોડી સ્થપાશે, એમ એમણે ઉમેર્યુ.
યુરોપીય સંઘ માટે મારૃં અનુમાન એવું છે કે ૨૦૦૭ના પૂર્વ કટોકટી સ્તરે પહોંચતા ૨૦૧૬-૧૭ આવી જશે, એમ એમણે કહ્યું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved