Last Update : 29-April-2012, Sunday

 

પૂર્વ ન્યાયમૂર્તિને લાંચ લેવા બદલ ત્રણ વર્ષની કેદ

- CBI કોર્ટનો ચૂકાદો

 

- ૫૦,૦૦૦નો દંડ પણ કર્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૮
આજથી ૨૬ વર્ષ પૂર્વે ૨૦૦૦ રૃા. ની લાંચ લેવાના ગુનામાં એક પૂર્વ ન્યાયાધીશને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેમને સજા કરતી વખતે ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ન્યાયાધીશની નૈતિકતા મજબુત હોય તે આજની ક્ષણની સૌથી તાતી જરૃરિયાત છે, કેમકે લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ધીમે-ધીમે ઘટી રહ્યો છે.
સી.બી.આઈ.ના ન્યાયમૂર્તિ વી.કે.મહિશ્વરીએ આ સજા સંભળાવી હતી. ૭૪ વર્ષના પૂર્વ ન્યાયમૂર્તિ ગુલાબ તુલસીયાનીને ૧૯૮૬ના એક ફેક્ટરી ચલણ કેસના નિકાલ માટે લાંચ લેવાના આરોપસર અપરાધી ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે તેઓ પતિયાલા હાઉસ કોર્ટમાં મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ હતા. કોર્ટે તેમનો ૫૦,૦૦૦ દંડ પણ કર્યો છે.
જોકે મેજીસ્ટ્રેટે તેમને ફરમાવેલી સજાનો અમલ ૨૮મી મે સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. કેમકે આરોપી ન્યાયમૂર્તિએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ આ મુદ્દે અપીલ કરવા માંગે છે. વળી તેઓ હેમરેજના અનુસંધાને ચાર થી પાંચ વાર મગજનું ઓપરેશન કરાવેલું છે. વળી તેમનો પુત્ર તાજેતરમાં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. તેમના પત્ની હૃદયરોગના દર્દી છે. તે સંજોગોમાં દયા દાખવીને તેમને હમણા સજા કરવામાં ન આવે. સી.બી.આઈ.એ તેમને માટે કડક સજાની માંગણી કરી હતી.
તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવા ન્યાયમૂર્તિએ તેમના ૫૦,૦૦૦ના જાતજામીન લીધા હતા. કોર્ટે તુલસીયાનીને ૨૯મી મે ના રોજ તેમની સામે ઉપસ્થિત થવા જણાવ્યું હતું. ન્યાયમૂર્તિએ ચુકાદામાં નોંધ્યું હતું કે ન્યાયાલયની ઓફીસ એ લોકોના વિશ્વાસની ઓફીસ છે. તે સંજોગોમાં ઉચ્ચ પ્રમાણિકતા સિદ્ધાંતવાદીતા અને નૈતિક મુલ્યો ન્યાયમૂર્તિમાં હોય તેવી અપેક્ષા ન્યાયમૂર્તિ પાસે રાખવામાં આવે છે. પ્રજાના અન્ય કોઈપણ સેવક પાસે રાખવામાં આવે તે કરતા ન્યાયમૂર્તિ પાસે વદારે નૈતિકતાની અપેક્ષા રાખવામાં આવે છે અને તે જળવાય તે જરૃરી છે.
ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ દિવસે દિવસે ઘટી રહ્યો છે. આજે ન્યાય તંત્ર પોતાની વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવેલી ઇજાથી પીડાઈ રહ્યું છે. ન્યાયતંત્રએ એ બાબતની સૌથી વધુ કાળજી લેવી જરૃરી છે કે ન્યાયમંદિર અંદરના પ્રહારોથી જ તુટી ન પડે. જો તેમ થશે તો ન્યાય પ્રણાલી તુટી પડશે અને સમાજમાં અરાજકતા ફેલાશે. જેના કારણે સમાજનો વિશ્વાસ તુટી જશે તેમ ન્યાયમૂર્તિ વી.કે.માહેશ્વરીએ જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved