Last Update : 29-April-2012, Sunday

 

ભ્રષ્ટાચાર એ વેશ્યાવૃત્તિ કરતાં પણ અધમ હોવાની અદાલતની તીવ્ર ટકોર
બાંગારૃ લક્ષ્મણને ૪ વર્ષની જેલ ઃ એક લાખ દંડ

'સબ ચલતા હૈ' જેવી વૃત્તિ રોકવા અદાલતોએ કડક વલણ દાખવવું જરૃરી ઃ ન્યાયમૂર્તિ અરોરા ઃ બાંગારૃનો હાઇકોર્ટમાં જવા નિર્દેશ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૮
દિલ્હીની એક અદાલતે ભાજપના પૂર્વ પ્રમુખ બાંગારૃ લક્ષ્મણને ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. તેમની સામે સેનાના એક સોદામાં ભલામણ કરી આપવા માટે એક લાખની લાંચ લેવા મુદ્દે આ સજા ફટકારવામાં આવી હતી. આજથી ૧૧ વર્ષ પૂર્વે તેમણે ભાજપના પ્રમુખ તરીકે આ લાંચ લીધી હતી. જોકે આ આખો મામલો તહેલકા દ્વારા કરવામાં આવેલું એક સ્ટીંગ ઓપરેશન હતું. તે પ્રકાશમાં આવતા બાંગારૃ લક્ષ્મણને પક્ષના પ્રમુખપદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
એડીશનલ સેશન જજ કંવલજીત અરોરાએ ૭૨ વર્ષીય બાંગારૃ લક્ષ્મણને સજા ફરમાવી હતી. બાંગારૃ લક્ષ્મણ કેન્દ્રમાં પૂર્વ પ્રધાન પણ રહી ચુકેલા છે. સેના માટે થર્મલ બાઈનોક્યુલરની ખરીદી માટે 'વેસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ' નામની કંપનીના માલની ભલામણ કરવા માટે ત્રણ લાખ રૃા. ની લાંચ માંગી હતી. જેમાં એક લાખ પહેલા અને બે લાખ બાદમાં લેવાનું ગોઠવાયું હતું. તેમાં એક લાખનો પ્રથમ હપ્તો લેતા કેમેરામાં ઝડપી લેવાયા હતા. તેમણે આ લાંચ પક્ષના કાર્યાલયમાં લીધી હતી. ન્યાયમૂર્તિ અરોરાએ તેમને સજા ફરમાવતા લખ્યું હતું કે 'સમાજ તેમજ આરોપી, બન્ને વચ્ચેના ન્યાયની સમતુલા જાળવતા મને એવું જણાય છે કે ન્યાયનો હેતુ સચવાવો જોઈએ. તે સંજોગોમાં લાંચ રૃશ્વત વિરોધી ધારાની કલમ-૯ અનુસાર આરોપીને ચાર વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૃા. દંડ ફટકારવામાં આવે છે. એવું કહેવાય છે કે લાંચનો ગુનો એ વ્યક્તિની આંતરીક ખામી ગણાય.
'સબ ચલતા હૈ'ના કારણે આપણે વર્તમાન સ્થિતિએ પહોંચ્યા છીએ. આપણે હાલ એવી સ્થિતિમાં છીએ જ્યાં બિનકાયદેસર સમજુતી સાધ્યા વીના કોઈ કાર્ય આગળ ધપી શકતું નથી. લોકોને તેમના હક્કનું કાર્ય પણ યોગ્ય સમયે કરાવવા માટે નાણા ચુકવવા પડે છે. વળી લાંચ લેવી એ દેહ વ્યાપાર કરતા પણ અધમ ગુનો ગણી શકાય.
ન્યાયમૂર્તિએ તેમના ૧૪ પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે અત્યારે એવો સમય આવી ગયો છે જ્યારે 'સબ ચલતા હૈ'ના અભિગમને અટકાવવો જરૃરી બની ગયો છે. અને તે માટે લાંચના ગુનામાં ઝડપાયેલા લોકો પ્રત્યે સો થી વધારે કડકાઈથી કોર્ટોએ વર્તવું જરૃરી બની ગયું છે અને તેથી સર્વોચ્ચ ન્યાયાલયે આપેલા નિર્દેશ અનુસાર હવે આવા ગુનામાં કડકાઈ રાખવી જરૃરી છે કેમકે ભ્રષ્ટાચાર એ 'દેહવ્યાપાર' (પ્રોસ્ટીટયુશન) કરતા પણ અધમ ગુનો છે.

 

અદાલતના આકરા તેવર
બાંગારૃ લક્ષ્મણના કેસનો ચુકાદો આપતા ન્યાયાલયે સમાજ માટે કેટલાક મશાલરૃપ અવતરણો ટાંક્યા હતા. ન્યાયમૂર્તિ કંવલજીત અરોરાએ નોંધ્યું હતું કે
- હવે સબ ચલતા હૈ અભિગમ અટકાવવો જરૃરી છે કેમકે ભ્રષ્ટાચાર એ તો દેહ વ્યાપાર કરતા પણ અધમ ગુનો છે.
- બાંગારૃ લક્ષમણે સેના સંબંધી સોદામાં લાંચ દ્વારા વેચાણનો વિચાર કરતા તે દેશના સૈનિકોના જીવન સાથે સમાધાન કરવાની વૃત્તિ રાખી ગણાય. જે પોતાના જીવનની પરવા કર્યા વિના રાષ્ટ્ર માટે લડે છે.
- આરોપી બાંગારૃ લક્ષમણે તેમના વ્યક્તિગત હિતને રાષ્ટ્રહિત કરતા અગ્રીમતા આપી હતી જે અક્ષમ્ય છે.
- તેમણે નાણા પ્રાપ્તી માટે રાષ્ટ્રની સલામતી સાથે સાથે સમાધાન કરવાનું વિચાર્યું હતું.
- પૂર્વ કેન્દ્રિય મંત્રીએ દેશના લાખો સૈનિકોના જીવન પર અસર કરી શકે તેવો સોદો પાર પાડવા વિચાર્યું હોય તો તે કદી દયાને પાત્ર ન બની શકે.

 

બાંગારૃ લક્ષ્મણ તેમની સામેના ચુકાદાને પડકારશે
ન્યાયાલયે વર્તમાન સ્થિતિના સંદર્ભે ૧૧ વર્ષ જૂના મામલાનો ચુકાદો આપ્યો ઃ દિગ્પાલ

(પી.ટી.આઇ.)ર નવી દિલ્હી, તા. ૨૮
ભાજપના પૂર્વ પ્રમુખ બાંગારૃ લક્ષ્મણને નીચલી અદાલતે સજા ફરમાવતા તેમણે આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે, મિડિયાના વ્યક્તિઓએ તેમને ફસાવવા આ 'સ્ટીંગ ઓપરેશન' કર્યું હતું તે મુદ્દાને મુખ્ય બનાવીને તેઓ આ ચુકાદાને પડકારવા માંગે છે.
બાંગારૃ લક્ષ્મણના વકીલ અજય દિગ્પાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમ અમે કોર્ટના ૧૫૫ પાનાના ચુકાદાનો અભ્યાસ કરીને તે અંગે એક મંતવ્ય પર આવીશું કે તેને કયા પ્રકારે પડકારવો તે નક્કી કરીશું કેમ કે આ એક ઘડી કાઢવામાં આવેલો મામલો છે. કોર્ટે જે નોંધ્યું છે તે સર્વસામાન્ય અવલોકન છે. આ બનાવ ૧૧ વર્ષ પૂર્વેનો છે ત્યારની અને અત્યારની સ્થિતિમાં તફાવત છે. વર્ષ ૨૦૦૧માં જે કાંઈ પણ બન્યું હોય તેને અત્યારની સ્થિતિ સાથે સરખાવવું ન જોઈએ તેમ દિગ્પાલે ઉમેર્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved