Last Update : 29-April-2012, Sunday

 
બેગમવાડીની વિવિધ માર્કેટોએ CCTV ગોઠવતાં, ચોરી-છેડતી ઘટી

મેઇન રોડ કવર થાય તે રીતે કેમેરા ગોઠવાતા અસામાજિક અને લેભાગુ તત્વો દેખાતા બંધ થયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
બેગમવાડી વિસ્તારમાં મહિલા ગ્રાહકો સાથે થતી છેડતીઓ અને ચોરીના કિસ્સાઓ છેલ્લા બેએક મહિનાથી એકદમ જ ઘટી ગયા છે. બેગમવાડીની રોડની બંને બાજુએ આવેલી છએક જેટલી માર્કેટોએ મેઇનરોડ કવર થાય તે પ્રકારે સીસીટીવી કેમેરા ગોઠવ્યા પછી, અસામાજિક અને લેભાગુ તત્વો આ વિસ્તારમાં પગ મૂકવાનું બંધ કરી દીધું છે.
સાડી-ડ્રેસ મટીરીયલ્સના પાર્સલો, પીક્ પોકેટીંગ અને બેગ લીફટીંગ જેવા બનાવો જ્યાં સૌથી વધુ નોંધાય છે, એ બેગમવાડી વિસ્તાર આમ તો મહિલા ગ્રાહકો માટે અસલામત હતો. બેગમવાડી વિસ્તારની વિવિધ માર્કેટો ધીમે ધીમે છૂટક વેપાર માટે અનુકુળ બની હોવાથી મહિલા ગ્રાહકોની અવરજવર વધી હતી. પણ, આ વિસ્તારમાં પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને કારણે અસલામતીનો અનુભવ સૌને થતો હતો. કીંતુ છેલ્લા થોડા દિવસથી સૌ રાહત અનુભવી રહ્યા છે.
માર્કેટ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ કમિશ્નરના સીસીટીવી અંગેના જાહેરનામાને ધ્યાનમાં રાખીને બેગમવાડીની માર્કેટોએ પોતપોતાની ઇમારતમાં સીસીટીવી કેમેરા ગોઠવવાનું શરૃ કર્યું હતું. પણ, સાથોસાથ મેઇનરોડ કવર થાય તે પ્રકારે ન્યુ મનીષ માકેટ, રિધ્ધીસિધ્ધી મર્કેટ, હરિઓમ માર્કેટ, તિરૃપતિ માર્કેટ, પશુપતિ માર્કેટ, શંકર માર્કેટ અને કાશી માર્કેટ સહિતની આસપાસની માર્કેટોએ સીસીટીવી ગોઠવતાં, લુખ્ખાઓનો ત્રાસ ઘટી ગયો છે. સીસીટીવીને કારણે રોકડની ચીલઝડપ અને પાર્સલોની ઉઠાંતરીના કિસ્સાઓમાં ગુનેગારો ઝડપાઇ ગયા હોવાથી, હવે આ વિસ્તારમાં તેઓ ફરકતા સુધ્ધાં નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સચિન, અમિતાભ અને તાતાની સુરક્ષા યથાવત્ રાખવાની ભલામણ
સચીનની નિમણૂંક કોંગ્રેસની રાજરમત છેઃ બાબા રામદેવ
મહિલાએ સોનિયાની સભામાં કાળા વાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો
સોનિયાનું કર્ણાટકમાં ચુંટણીનું રણશીંગુ
આવકવેરા ધારામાં સુધારા મુદ્દે સંસદ કહે તે થશે ઃ ખુર્શીદ
કંિગ્સ ઇલેવન પંજાબે ચેન્નઇ સામે સાત રનથી વિજય મેળવ્યો
આજે દિલ્હીમાં ડેરડેવિલ્સ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે
રિક્ષાભાડામાં કિલો મીટર દીઠ ૫૦ પૈસાનો વધારો
૨૧૦ ઔદ્યોગિક વસાહતોને રૂા. ૨૦૦ કરોડના ઉઘરાણાનાં બિલ મોકલ્યાં

સરકારી ભાગીદારીવાળા ખાનગી રસ્તાઓ જાહેર જનતા માટે

‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કો દસ મિનિટમે બમસે ઉડા દેંગે’
યુવક કોંગ્રેસના ટ્રેનંિગ કેમ્પમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે
ઓસામાના અડ્ડા વિશે અમેરિકાને વાકેફ કર્યાનો ISIનો દાવો

અમેરિકી પ્રમુખના રક્ષકો માટે બહાર પડેલી નવી કડક માર્ગદર્શિકાઓ

રશ્દીનાં પુસ્તકો સંદર્ભ તરીકે સ્વીકારાતાં પાક.માં વ્યાપક રોષ
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved